OMG! દેશની આટલા ટકા વસ્તી નથી તૈયાર કોરોનાની વેક્સિન લેવા, રસી લેતા પહેલા વાંચી લો આ સર્વે તમે પણ નહિં તો..

16 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના વિરુદ્ધ રસીકરણની શરૂઆત કરી હતી. પહેલા ચરણમાં સ્વાસ્થ્ય કર્મીઓ અને ફ્રન્ટ લાઇન વર્કર્સને આ રસી આપવામાં આવશે. દેશમાં હાલના સમયમાં લોકોને બે વેક્સીન આપવામા આવી રહી છે. પહેલી ઓક્સફોર્ડ-એસ્ટ્રેજેનની કોવિશીલ્ડ અને બીજી ભારત બાયોટેકની કોવેક્સીન. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે હજુ સુધી દેશમાં લગભગ ત્રણ લાખ લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે.

image source

સમગ્ર દેશમાં ચાલી રહેલી આ વેક્સીનેશન ડ્રાઈવ દરમિયાન સર્વે એજન્સીએ લોકલ સર્કલ્સના લોકોમાં વેક્સીનની સ્વિકાર્યતાને લઈને સર્વે કર્યો છે. દેશમાં 230 જિલ્લામાં આ સર્વે કરવામાં આવ્યો છે જેમાં 62% લોકોમાં હાલ આ વેક્સીન લેવામાં ખચકાટ જોવા મળ્યો છે.

image source

લોકલ સર્કલ્સના આ સર્વેમા કુલ 17 હજાર લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે. સર્વેમાં સમાવિષ્ટ લોકોને વેક્સીનની સ્વીકાર્યતા તેમજ અસ્વીકાર્યતાને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ સવાલના જવાબમાં 8658 એટલે કે 32 % લોકોએ કહ્યું કે તેઓ વેક્સીન લગાવવા તૈયાર છે.

image source

સર્વેમાં છ ટકા લોકોએ કહ્યું કે જ્યારે વેક્સિન પ્રાઇવેટ માર્કેટમાં આવશે ત્યારે તેઓ લગાવશે. તો વળી 22 ટકા લોકોએ કહ્યું કે તેઓ હજુ ત્રણ મહિના સુધી રાહ જોશે અને ત્યાર બાદ નિર્ણય લેશે. 14% લોકોએ કહ્યું કે તેઓ 3થી 6 મહિના સુધી રાહ જોશે અને બીજા 14 ટકા લોકોએ કહ્યું કે તેઓ 6થી 12 મહિના સુધી રાહ જોશે ત્યારે ત્રણ ટકા લોકોએ કહ્યું કે તેઓ 12 મહિના કરતાં વધારે સમય રાહ જોવા માટે તૈયાર છે અને આવતા વર્ષે વેક્સિન લગાવવાનો તેઓ નિર્ણય લેશે. આ સર્વેમાં એ નિષ્કર્ષ નિકળ્યો છે કે 62 % લોકો તાત્કાલીક વેક્સીન નથી લગાવવા માગતા.

image source

સર્વેમાં સમાવિષ્ટ લોકોને પૂછવામાં આવ્યું કે વેક્સિન ન લગાવવા પાછળ સૌથી મોટું કારણ શું છે તો 58 ટકા લોકોએ કહ્યું કે હજુ તેના સાઇડ ઇફેક્ટ વિષે વધારે જાણકારી નથી. તો 18 ટકા લોકોએ કહ્યું કે વેક્સિન કેટલીક કારગર છે તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું. 11 ટકા લોકોનું માનવું છે કેવેક્સીનની જરૂર નથી કોરોના એમ જ ખતમ થઈ જશે. તો 8 ટકા લોકો પોતાના આ ખચકાટનું કારણ નથી જણાવી શકતા.

image source

લોકલ સર્વેએ આ પહેલાં દેશમાં વેક્સીનની મંજૂરી મળ્યા પહેલાં પણ એક સર્વે કર્યો હતો. આ સર્વે ડિસેમ્બરથી લઈને જાન્યુઆરીની શરૂઆત સુધી કરવમાં આવ્યો હતો. આ સર્વેમાં 69 ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ વેક્સીન નથી લગાવવા માગતા. તાજેતરના સર્વેના પરિણામે સ્પષ્ટ કર્યું છે કે વેક્સીનને લઈને ધીમે ધીમે જાગૃતિ આવી રહી છે. જો કે લોકોમાં વેક્સીનને લઈને ભય તેમજ ભ્રમની સ્થિતિ પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત