જાણો એવી ફિલ્મો વિશે, જેને ‘લક્ષ્મી બોમ્બ’ પહેલા પોતાના બદલવા પડ્યા હતા નામ, જેમાં આ ફિલ્મે તો આખા દેશમાં વિવાદની લહેર ઉભી કરી દીધી હતી

અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બોમ્નું નામ બદલીને લક્ષ્મી કરી દીધું છે. હાલમાં જ આ ફિલ્મને પોતાના નામના કારણે ઘણો વિવાદ સહન કરવો પડ્યો હતો.

image source

ફિલ્મ લક્ષ્મી સાથે બોમ્બ શબ્દનો ઉપયોગ કરવા પર કેટલાએ સંગઠનોએ આલોચના કરી હતી. ત્યાર બાદ ફિલ્મનું નામ હવે લક્ષ્મી રાખવામાં આવ્યું છે. આ પહેલી એવી ફિલ્મ નતી જેનું નામ વાદ બાદ બદલવામાં આવ્યું હોય. બોલીવૂડની એવી ઘણી
બધી ફિલ્મો છે જેનું નામ વિવાદ બાદ બદલવું પડ્યું છે. આજે અમે તમને તેવી જ કેટલીક ફિલ્મો વિષે જણાવીશું.

પાર્ટિશન 1947

image source

આ ફિલ્મ વર્ષ 2017માં સિનેમાઘરમાં રિલિઝ થઈ હતી. આ ફિલ્મમાં હુમા કુરૈશી મુખ્ય ભૂમિકામાં હતી. આ ફિલ્મને વાયસરોય હાઉસના નામથી આંતરરાષ્ટ્રીય સ્તર પર રિલિઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ સૌથી પેહલાં બ્રિટેનમાં રિલિઝ થઈ. ત્યાર બાદ આ ફિલ્મ ભારતમાં રિલિઝ કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે આ ફિલ્મને ભારતમાં વાયસરૉય હાઉસના નામથી નહીં પણ પાર્ટિશન 1947ના નામથી
રિલિઝ કરવામાં આવી હતી.

હસીના પારકર

image source

આ ફિલ્મમાં અભિનેત્રી શ્રદ્ધા કપૂરે મુખ્ય ભુમિકા ભજવી હતી. ફિલ્મ હસીના પારકર અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમની બહેન હસીનાના જિવનથી પ્રેરિત હતી. આ ફિલ્મનું પહેલું નામ ધ ક્વીન ઓફ મુંબઈઃ હસીના હતું, પણ વિવાદ બાદ આ ફિલ્મનું નામ બદલીને હસીના પારકર કરી દેવામાં આવ્યું હતું. આ ફિલ્મનું દીગદર્શન અપૂર્વ લાખિયાએ કર્યું હતું.

ટોટલ સિયાપા

image source

આ ફિલ્મ 2014માં રિલિઝ થઈ હતી. આ ફિલ્મનું પહેલું નામ અમન કી શાંતિ હતું, પણ વિવાદો બાદ ફિલ્મનું નામ બદલીને ટોટલ સિયાપા કરી દેવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં અલી ઝફર, યામી ગૌતમ, અનુપમ ખૈર અને કિરણ ખૈર સહિત ઘણાબધા કલાકારોએ મુખ્ય ભુમિકા ભજવી હતી. ફિલ્મ ટોટલ સિયાપાનું દીગદર્શન ઇશ્વર નિવાસે કર્યું હતું.

ગોલીયોં કી રાસલીલા રામ-લીલા

image source

આ ફિલ્મનું દિગદર્શન પ્રતિભાવાન અને જાણીતા દિગદર્શક સંજય લીલા ભણસાળી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું નામ શરૂઆતમા માત્ર રામલીલા રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ ભણસાલી પર હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. લાંબા વિવાદ બાદ આ ફિલ્મનું નામ બદલીને ગોલિયોં કી રાસલીલા રામ-લીલા રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં રણવીરસિંહ અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ 2013માં રિલિઝ થઈ હતી અને લોકોને ખૂબ પસંદ આવી હતી.

પદ્માવત

image source

આ ફિલ્મ દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર મુખ્ય ભુમિકામાં હતા. ફિલ્મ પદ્માવતનું પહેલા નામ પદ્માવતી રાખવામાં આવ્યું હતું, જેને લઈને કરણી સેનાએ ખૂબ વિરોધ કર્યો હતો. એટલું જ નહીં ફિલ્મના નામને લઈને હિંસક ઘટનાઓ પણ ઘટી હતી. અને ફિલ્મના ડીરેક્ટર સંજય લીલા ભણસાળીની મારપીટ પણ થઈ હતી તો વળી દિપીકા પાદુકોણનું નાક કાપી નાખવાની પણ ધમકી
આપવામા આવી હતી. અને છેવટે ફિલ્મનું નામ બદલીને પદ્માવત કરી દેવામાં આવ્યું હતું.

જજમેન્ટલ હૈ ક્યા

image source

આ ફિલ્મમાં અભિનેત્રી કંગના રણૌત અને અભિનેતા રાજકુમાર રાવ મુખ્ય ભુમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ ગયા વર્ષે સિનેમાઘરોમાં રિલિઝ થઈ હતી. ફિલ્મ જજમેન્ટલ હૈ ક્યાનું પહેલાં નામ મેંટલ હૈ ક્યા રાખવામાં આવ્યું હતું. પણ ફિલ્મના નામને લઈને કેટલાએ ડોક્ટરોના સંગઠને તેનો વિરોધ કર્યો હતો, ત્યાર બાદ ફિલ્મનું નામ જજમેન્ટલ હૈ ક્યા રાખવામાં આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત