કોરોના જેટલું નવું બતાવે એટલું ઓછું, હવે વિમાનો બની ગયા મેરેજ હૉલ, 10 લાખ રૂપિયામાં કરાવી આપે લગ્ન

તમને આ કોરોના કાળમાં કોઈ એમ કહે કે લગ્ન સાડાત્રણ કલાકનાં અને જેમાં ખાણી-પીણી, રિસેપ્શન અને મ્યુઝિક કોન્સર્ટ જેવી સુવિધાઓ સામેલ છે. નવદંપતીને તથા મહેમાનોને કંપની આકાશની સફર પણ કરાવે છે. તો તમે આ ઓફર સ્વીકારી જ લો એમાં કોઈ બે મત નથી. ત્યારે હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે કે વિમાનની સૌથી મોટી એરલાઇન ઓલ નિપ્પોન એરવેઝે વિમાનોને મેરેજ હૉલમાં ફેરવી દીધાં છે. એરપોર્ટ પર પાર્ક કરાયેલાં વિમાનોમાં 30 મહેમાનની હાજરીમાં લગ્નો કરવામાં આવી રહ્યાં છે.

image source

આવા લગ્ન વિશે વાત કરતાં જાપાન એરલાઇનના અધિકારી મામી મુરાકામીએ જણાવ્યું કે જાપાનમાં મે-જૂનમાં લગ્નગાળો મોટાભાગે હોય છે. આ બે મહિના દરમિયાન દેશમાં લાખો લગ્ન થતા હોય છે પણ કોરોનાને કારણે મોટા ભાગનાં મેરેજ ગાર્ડન પણ હાલમાં બંધ છે. જે ખૂલ્યા છે ત્યાં ભારે ભીડ થાય છે અને કોરોનાનો ડર લાગે છે. કંપનીએ આ પ્રોગ્રામ ખાસ તો એવાં યુગલો માટે લૉન્ચ કર્યો છે કે જેઓ ભીડથી બચવા માગે છે અને સાથે જ કોરોનાકાળમાં પોતાના જીવનને આશ્ચર્ય અને રોમાંચથી ભરવા માગે છે.

image source

મળતી માહિતી પ્રમાણે એરલાઇન વિમાનોમાં લાઇવ મ્યુઝિક સાથે ખાણી-પીણીની તમામ સુવિધાઓ પણ સામેલ છે અને હાલમાં આ વાત આખા વિશ્વમાં ચર્ચાઈ રહ્યો છે. બસ આવાં લગ્ન માટે 15.6 લાખ યેન (અંદાજે 10 લાખ રૂ.) ચૂકવવાના હોય છે એ વાત પણ જોવા જેવી છે. ઓલ નિપ્પોન એરવેઝના કાફલામાં નાના-મોટાં 239 વિમાન છે.

image source

હાલમાં કોરોનાના કારણે 90% વિમાનો એરપોર્ટ પર જ પડ્યાં છે તો કેમ એનો ઉપયોગ કરવામાં ન આવે. કારણ કે હાલમાં એરલાઇનને રોજ કરોડોનું નુકસાન થઇ રહ્યું હતું. તેનાથી બચવા એરલાઇને રસ્તો કાઢ્યો અને વિમાનોમાં લગ્ન કરાવવાનો પ્રોગ્રામ લૉન્ચ કરી દીધો. જો કે હાલમાં સારો રિસપોન્સ પણ મળી રહ્યો છે.

image source

જો આ લગ્નની સિસ્ટમ વિશે વાત કરીએ તો એત લગ્ન માટે સાડાત્રણ કલાકનો સમય લાગે છે, જેમાં ખાણી-પીણી, રિસેપ્શન અને મ્યુઝિક કોન્સર્ટ જેવી સુવિધાઓ સામેલ છે. નવદંપતીને તથા મહેમાનોને કંપની આકાશની સફર પણ કરાવે છે. તે દરમિયાન વિમાનમાં 1 પાઇલટ, 2 ક્રૂ મેમ્બર પણ હોય છે. કંપની 7 દિવસમાં 20થી વધુ લગ્નો કરાવી ચૂકી છે અને હજુ પણ સારો રિસપોન્સ મળી રહ્યો છે. જો કે આ અનોખી રીતે લગ્ન કરવાનો પ્લાન પણ જોરદાર છે અને વિશ્વ આખું જોતું રહી ગયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!