દમદાર ઇલેક્ટ્રિક બાઈક, જે એક વાર ચાર્જમાં આપે છે 150 કિલોમીટરની માઇલેજ, માત્ર 4399 રૂપિયા લાવી દો ઘરે

ઇલેક્ટ્રિક બાઈક અને અન્ય વાહનોની માર્કેટ ભારતમાં ઝડપથી વધી રહી છે અને વધે તેનું કારણ પણ છે. કારણ એ કે પેટ્રોલના વધતા ભાવ. એક લીટર પેટ્રોલ ખરીદવા માટે તમારે દેશના કોઈપણ ખૂણે જાવ 100 રૂપિયા તો ખર્ચવા પડશે. દેશમાં આ સમયે અનેક દ્રિચક્રી ઇલેક્ટ્રિક વાહનો ઉપલબ્ધ છે જેના ફીચર્સ અને માઈલેજ અલગ અલગ છે. દરરોજ વાહન પર યાત્રા કરનારા માટે ઇલેક્ટ્રિક વાહન ખરીદવું ખોટનો સોદો નથી. આજે અહીં અમે તમને એક એવી બાઈક વિષે જણાવવાના છીએ જે એક વખત ફૂલ ચાર્જ કરવાથી 150 કિલોમીટરનું અંતર કાપી શકે છે. અને ખાસ વાત તો એ કે તે બાઈક તમે ફક્ત 4399 રૂપિયા આપીને ઘરે લાવી શકો છો. ચાલો આ વિષે જરા વિસ્તૃત જાણીએ.

156 કિલોમીટરની રેન્જ

Revolt Rv400
image source

Revolt RV400 ઇલેક્ટ્રિક બાઇકમાં પાવરફુલ બેટરી આપવામાં આવી છે. આ બેટરી એક વખત ફૂલ ચાર્જ કરતા બાઈક 156 કિલોમીટરનું અંતર કાપી શકે છે. આ બાઈકની બેટરીને 4 થી 5 કલાકના સમયમાં ફૂલ ચાર્જ કરી શકાય છે. નોંધનીય છે કે Revolt RV400 બાઈક સાથે કંપની 8 વર્ષ કે દોઢ લાખ કિલોમીટરની વોરંટી પણ આપે છે. જે દેશમાં કોઈપણ દ્રિચક્રી વાહનમાં સૌથી વધુ છે.

પાવર અને ટોપ સ્પીડ

Revolt RV400
image source

ઘરેલુ ઇલેક્ટ્રિક દ્રિચક્રી વાહન નિર્માતા કંપની રિવોલ્ટ મોટર્સએ વર્ષ 2019 માં ઘરેલુ માર્કેટમાં પોતાની ઇલેક્ટ્રિક બાઈક Revolt RV400 લોન્ચ કરી હતી. આ બાઇકમાં કંપનીએ 5kW ની ઇલેક્ટ્રિક મોટર આપી છે. ખાસ વાત તો એ કે બાઇકમાં 3.24kWh ની સ્વેપેબલ બેટરીનું પેક મળે છે. તેમાં ત્રણ રાઇડિંગ મોડ ઇકો, નોર્મલ અને સ્પોર્ટ્સ મળે છે. બાઈકની ટોપ સ્પીડ 85 કિલોમીટર પ્રતિ કલાકની છે.

શાનદાર ફીચર્સ

image source

આ બાઇકમાં ફૂલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ, જિયો લોકેશન, નજીકના ચાર્જિંગ સ્ટેશનની માહિતી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. સાથે જ આ બાઇકમાં સ્પીકર અને એગજોસ્ટ સાઉન્ડનું ફીચર્સ મળે છે. એટલે તમે અવાજ વગર ચાલતી ઇલેક્ટ્રિક બાઈક ચલાવતા દરમિયાન એગજોસ્ટ સાઉન્ડ ફીચર્સ ઓન કરી શકો છો જેનાથી બાઈક ચલાવનારને તે પેટ્રોલથી ચાલતી બાઈક ચલાવતા હોય તેવો અનુભવ થાય છે. ચાલક પોતાની પસંદગી અનુસાર તેને ચાલુ કે બંધ પણ કરી શકે છે.

કિંમત અને બુકીંગ

image source

આકર્ષક લુક અને એગ્રેસીવ ડિઝાઇન ધરાવતી Revolt RV400 બાઈકની એક્સ શોરૂમની કિંમત 118999 રૂપિયા છે. Revolt RV400 ને બુક કરાવવા માટે ગ્રાહકોએ 7999 રૂપિયા આપવા પડશે. તાજેતરમાં જ કંપનીએ Revolt RV400 બાઈકની ભારે માંગને કારણે તેની બાઈકનું બુકીંગ બંધ કરી દીધું હતું. કંપનીના કહેવા મુજબ ગ્રાહકોએ તેની બાઇકને ખુબ પસંદ કરી છે અને તેના કારણે બાઈકની ઓવર બુકીંગ થઇ ગઈ હતી. કંપનીએ કહ્યું હતું કે તેઓ નજીકના સમયમાં જ બાઈકનું બુકીંગ ફરી શરુ કરશે. આ બાઈક ખરીદવા માટે ગ્રાહકો કંપનીની સત્તાવાર વેબસાઈટ પર જઈને પોતાની માહિતી આપી શકે છે. કંપની કહેવા મુજબ બુકીંગ શરુ થશે એટલે તેઓ ગ્રાહકોને જાણ કરશે.

સબ્ક્રિપશન પ્લાનમાં પણ ઉપલબ્ધ

image source

Revolt RV400 બાઇકને વન ટાઇમ પેમેન્ટ સાથે ખરીદી શકાય છે. પરંતુ જે ગ્રાહક એક વખતમાં સંપૂર્ણ રકમ ચૂકવી શકે તેમ હોય તેમના માટે કંપની ખાસ સબ્ક્રિપશન પ્લાન પણ રજૂ કરી રહી છે. સબ્ક્રિપશન પ્લાન અંતર્ગત આ બાઈક દર મહિને 6075 રૂપિયા અને 4399 રૂપિયાના હપ્તે પણ ખરીદી શકાય છે. આ સબ્ક્રિપશન પ્લાનની વેલીડીટી ક્રમશ 24 અને 36 મહિનાની છે.