હેલ્થની સાથે સાથે વાળ અને સ્કીને માટે પણ ઉપયોગી છે આ ખાસ ચીજ, આ રીતે કરો ઉપયોગ

ખસખસનો પારંપરિક વ્યંજન બનાવવામાં ઉપયોગ કરાય છે. તે સ્વાદની સાથે સાથે સૌંદર્ય અને હેલ્થને માટે પણ ફાયદો કરે છે. ભારતીય વ્યંજનોમાં અનેક પ્રકારના ગુણકારી ખાદ્ય પદાર્થોને સામેલ કરાય છે. તેમાંથી એક છે ખસખસ. આ એક પ્રકારનો તિલબન છે જેને પોપી સીડ્સ પણ કહેવાય છે. બંગાળમાં તેને પોસ્તો, તેલુગુમાં ગસાગસાલુ જેવા નામથી પણ ઓળખવામાં આવે છે. આ પોપી નામનું છોડ છે જેનું વૈજ્ઞાનિક નામ પેપેવ સોમ્નિફેરમ છે. તેનો ઉપયોગ અનેક પ્રકારના ક્ષેત્રીય વ્યંજનમાં કરાય છે. સ્વાદની સાથે સાથે તેના હેલ્થ માટેના પણ અનેક ફાયદા છે. તો જાણો કયા ફાયદા થાય છે.

પોષક તત્વોથી ભરપૂર

खसखस फाइबर से भरपूर होता है जो पाचन तंत्र को ठीक कर कब्ज को दूर करता है. Image Credit : Pixabay
image source

ખસખસમાં ફાઈબર, પ્લાન્ટ ફૈટ, પ્રોટીન, મેંગેનીઝ, કોપર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝિંક, વિટામીન ઈ, થાયમિન અને આયર્ન જેવા વિટામિન અને મિનરલ્સ રહેવા હોય છે. તેમાં મેંગેનીઝનું પ્રમાણ વધારે હોય છે તે હાડકાના સ્વાસ્થ્ય અને લોહીના ગટ્ઢા થવાને માટે પણ કામની ચીજ છે. તેમાં ઓમેગા 6 અને ઓમેગા 9ની સાથે ઓમેગા ફેટ અલ્ફા લિનોલેનિક એસિડ પણ હોય છે.

દર્દથી આપે છે રાહત

ખસખસના છોડમાં મોર્ફિન, કોડીન, ખેબિન અને અન્ય અફીમ અલ્કોલોઈડ હોય છે જેના કારણે દર્દમાં રાહત મળે છે. માંસપેશીમાં ગટ્ઠા થાય તો 2-4 ગ્રામ ખસખસમાં 1 ગ્રામ સૂંઠનું ચૂરણ મિક્સ કરી લો. તેમાં મધ મિક્સ કરીને ખાઓ. તેના સેવનથી હાથ અને પગના દર્દમાં આરામ મળે છે.

હાર્ટને કરે છે ફાયદો

image source

ખસખસના તેલમાં મોનો અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે જે હાર્ટ માટે ફાયદો કરે છે. અનસેચુરેટેડ ફેટ હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમમાં 17 ટકા રાહત આપે છે. આ સિવાય ખસખસના તેલમાં ફેટ સ્કિન પર થયેલા ડેમેજ કે ઘાને ભરવામાં પણ મદદ કરે છે.

પાચનમાં છે સહાયક

ખસખસ ફાઈબરથી ભરપૂર હોય છે જે પાચનતંત્રને સારું રાખવામાં અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે. એટલું જ નહીં આ ગરમીની સીઝનમાં પેટને ઠંડુ રાથે છે. પેટમાં કોઈ પણ અશાંતિ હોય તો તેને દૂર કરે છે.

એન્ટી ઓક્સીડન્ટ્સથી ભરપૂર

image source

ખસખસના બીજમાં એન્ટી ઓક્સીડન્ટ્સ ખૂબ જ વધારે હોય છે. જે શરીરને સેલુલક ક્ષતિથી બચવામાં મદદ કરે છે. એટલું જ નહીં આ વિભિન્ન ગંભીર બીમારીના ચાન્સને ઓછું કરવામાં મદદ કરે છે.

મોઢામાં ચાંદા પડવા

ખસખસની તાસીર ઠંડી હોય છે. આ માટે આ પેટની ગરમીને શાંત કરીને મોઢાના ચાંદાને દૂર કરવામાં રાહત આપે છે.

ઊંઘમાં આરામ આપે

image source

જે લોકોને ઊંઘની સમસ્યા રહે છે તેઓ ખસખસનો ઉપયોગ કરી શકે છે. એક શોધમાં કહેવાયું છે કે ખસખસનો ઉપયોગ અનિદ્રાની સમસ્યા માટે સદીઓથી થતો આવ્યો છે.

હાડકાને કરે છે મજબૂત

ખસખસમાં કેલ્શિયમ, ઝિંક અને કોપર હોય છે. આ બંને તત્વો હાડકાને મજબૂત કરવામાં અને તેના વિકાસમાં મદદ કરે છે.

ડાયાબિટિસમાં કરે છે ફાયદો

image source

ડાયાબિટિસથી પીડાતા દર્દીઓએ ખસખસનું સેવન કરવું. તેમાં ફાઈબર વધારે પ્રમાણમાં હોય છે. જે ટાઈપ 2 ડાયાબિટિસને માટે લાભદાયી હોય છે.

વાળને કરે છે ફાયદો

વિટામિન, મિનરલ્સ અને પ્રોટીનના કારણે ખસખસ વાળને પણ ફાયદો કરે છે. જો તેનો હેરપેકની જેમ ઉપયોગ કરાય તો તેનાથી ડેન્ડ્રફની સમસ્યા ખતમ થાય છે અને વાળ લાંબા થાય છે. તેને તમે કોકોનટ મિલ્ક, ડુંગળીના રસની સાથે પીસીને વાળમાં લગાવી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત