વાળને હેલ્ધી રાખવા છે તો સવારે ઊઠતાં જ કરી લો આ કામ, નહીં રહે હેર ફોલની સમસ્યા પણ

કાળા, લાંબા અને ઘેરા વાળ અનેક વ્યક્તની ઈચ્છા હોય છે.પરંતુ બદલાતી લાઈફસ્ટાઈલ અને વધતા પ્રદૂષણના કારણે અસમય વાળનું સફેદ થવું, વાળ ખરવા કે વાળ બેજાન થવા આજકાલ સામાન્ય બની ગયું છે. વાળમાં અનેક સમસ્યાના અનેક અલગ અલગ કારણો હોય છે. જેમકે શરીરમાં પિત્ત દોષ, મેડિકલ પ્રોબ્લેમ્સ, આનુવંશિક કારક કેમિકલ્સનો ઉપયોગ અને સાથે જ હોર્મોનલ પ્રોબ્લેમ્સ તેના ઉપચાર માટે આપણે ડોક્ટર પાસે જતા હોઈએ છીએ.પરંતુ તમે ભાગ્યે જ જાણતા હશો કે આ દવાઓની સાઈડ ઈફેક્ટ તમારા વાળ પર થા છે. જો તમે આ સાઈડ ઇફેક્ટથી બચવા ઈચ્છો છો તો તમે રોજ સવારે તમારી કેટલીક આદતોમાં ફેરફાર લાવો. તેનાથી તમે વાળની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

આમળા કરે છે વિટામિનની ખામી પૂરી

image source

આમળા પ્રાકૃતિક રીતે સફેદ વાળની સમસ્યાને દૂર કરે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી, જિંક અને આયર્ન હોય છે. ફાઈટો ન્યૂટ્રિઅન્ટ, ઓન્ટી ઓક્સીડન્ટથી ભરપૂર આમળામાં ફ્રી રેડિકલ્સની સામે લડવાની તાકાત હોય છે. જે વાળની સમસ્યાને દૂર કરે છે. તેમાં રહેલા વિટામિન અને ખનીજ વાળને હેલ્ધી બનાવે છે. એવામાં જો તમે સવારે 2 ચમચી આમળા જ્યૂસ પાણીમાં મિક્સ કરીને પીઓ છો તો તમારા વાળને થોડા દિવસમાં ફાયદો મળઈ જાય છે.

ટી ટ્રી ઓઈલથી કરો વાળને ડિટોક્સ

image source

2 ચમચી ટી ટ્રી ઓઈલમાં 4 ચમચી હૂંફાળું પાણી મિક્સ કરો અને તેને વાળના મૂળમાં લગાવીને રહેવા દો. 1 મિનિટ હાથથી વાળના મૂળમાં મસાજ કરો, વધુમાં વધુ અડધો કલાક તેને વાળમાં રહેવા દો અને પછી તેને ધોઈ લો. સવારે આ કામ કરો છો તો સ્કેલ્પ ડિટોક્સ થાય છે અને વાળમાં ગ્રોથ ઝડપથી જોવા મળે છે.

સ્ટ્રેસના કારણે તમારા વાળ ખરે છે તો તેને ઘટાડવા વર્કઆઉટ કરો

image source

સ્ટ્રેસ અજાણતા તમારા બોડી, માઈન્ડ અને વાળને નુકસાન કરે છે. એવામાં સ્ટ્રેસને ઘટાડવા માટે તમે રોજ કેટલીક સામન્ કસરત પણ કરો તે જરૂરી છે. થોડી વાર જોગિંગ કરો તે પણ યોગ્ય છે. જો તમે શરીરની સાથે સાથે વાળની કેર ઈચ્છો છો તો આ કામ પણ જરૂરી બની જાય છે.

image source

તો ઉપરની તમામ રીતમાંથી તમને જે યોગ્ય લાગે તે રીત તમે તમારા વાળની કેર કરવા માટે સરળતાથી ઉપયોગમાં લઈ શકો છો. તેનાથી વાળને નવી શાઈન અને ગ્રોથ મળે છે. જો કે તેને માટે તમારે કોઈ ખાસ ખર્ચ પણ કરવાનો રહેતો નથી.