જાણો કેટલી સેલરીવાળા નોકરીયાતોને પીએફ પર ભરવો પડશે ટેક્સ

1 ફેબ્રુઆરીએ નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું. જેમા ઘણા રોકાણ માટે ઘણી નવી જાહેરતા કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, પીએફમાં રોકાણને સલામત માનવામાં આવે છે. આ ઉપરાંત પીએફના રોકાણ પર ટેક્સમાં પણ રાહત મળે છે. જો કે બજેટમાં કરવામાં આવેલી નવી જોઈવાઈ મુજબ હવે રોકાણ કારોને ઝટકો લાગ્યો છે.

હવે પીએફ પર પણ ટેક્સ આપવો પડશે

image source

તમને જણાવી દઈએ કે નવા નિયમ મુજબ હવે પીએફ પર પણ ટેક્સ આપવો પડશે. આ અંગે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે જાહેરાત કરી છે કે, હવે નાણાકીય વર્ષમાં માત્ર 2.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર જ ટેક્સની છૂટનો લાભ મળશે. મતલબ કે હવે 2.5 લાખ રૂપિયા ઉપરના રોકાણ પર લોકોએ ટેક્સ ચુકવવો પડશે. તમને જણાવી દઈએ કે પીએફ પર ટેક્સ છૂટની સાથે સાથે સારુ વળતર પણ મળે છે. જેના કારણે જ લોકો રોકાણ માટે પ્રથમ વિકલ્પ તરીકે પીએફની પસંદગી કરે છે.

આ નિયમ 1 એપ્રિલ 2021 થી લાગુ થશે.

image source

પરંતુ હવે નવા બદલાયેલા નવા નિયમ પ્રમાણે તમે એક વર્ષમાં પીએફમાં 2.5 લાખ રૂપિયાથી વધુ રોકાણ કરશો તો વ્યાજમાંથી જે આવક થશે તેના પર ટેક્સ આપવો પડશે. નોંધનિય છે કે પીએફ ઉપર વ્યાજ 8 ટકા છે અને વ્યાજ પર થતી આવક સંપૂર્ણ રીતે કરમુક્ત હોય છે. પરંતુ બદાયેલા નિયમ અનુસાર હવે લોકોને રાહત મળશે નહીં. તમને જણાવી દઈએ કે, આ નિયમ 1 એપ્રિલ 2021 થી લાગુ થશે.

ફક્ત કર્મચારીઓના યોગદાન પર જ ટેક્સ લાગશે

તમને જણાવી દઈએ કે, કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડમાં વાર્ષિક રૂ 2.5 લાખ સુધીના રોકાણથી થતી આવક પર જ ટેક્સ ફ્રીનો લાભ મળશે. હવે તેનાથી ઉપરના રોકાણ પર થનાર આવક પર ટેક્સ લાગશે.

image source

નોંધનિય છે કે પીએફનો એક ભાગ કંપની દ્વારા આપવામાં આવે છે જેમાં તમે કામ કરો છો અને એક ભાગ કર્મચારીઓ દ્વારા આપવામાં આવે છે. હવે નવા નિયમ અનુસાર ફક્ત કર્મચારીઓના યોગદાન પર જ ટેક્સ લાગશે.

2.5 લાખ સુધી નહીં ભરવો પડે ટેક્સ

image source

આ નિયમ અંગે સરકાર સ્પષ્ટતા કરતા કહ્યું કે, કર મુક્તિને તર્કસંગત બનાવવા માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો બીજી તરફ તેમણે કહ્યું કે, જે કર્મચારીઓને વધુ પગાર મળે છે અને તેઓ પીએફનો મોટો ભાગ પીએફમાં રોકાણ કરીને વ્યાજના પૈસાને ટેક્સ ફ્રી કરાવી લે છે. જેથી સરકારે તેના પર નિયંત્રણ રાખવા આ નવો નિયમ લાગુ કર્યો છે. આવો એક ઉદાહરણ દ્વારા સમજીએ કે કેટલા વ્યાજ પર ટેક્સ લાગશે. તમને જણાવી દઈએ કે જો પીએફમાં કર્મચારીનું વાર્ષિક યોગદાન 3 લાખ રૂપિયા છે, તો 2.5 લાખ રૂપિયાના પીએફ યોગદાન પર કોઈ ટેક્સ લાગશે નહીં. બાકી 50,000 રૂપિયાના યોગદાન ઉપર ટેક્સ લાગશે. હવે તમે ધારી લો કે પીએફ પરનો વ્યાજ દર 8 ટકા છે, આ મુજબ વધારાના 50 હજારના યોગદાન પર કર્મચારીને 4000 રૂપિયાનું વ્યાજ મળશે. હવે જો કર્મચારી 30 ટકા ટેક્સ સ્લેબમાં આવતો હોય તો, કર્મચારીને ટેક્સ તરીકે 1200 રૂપિયા ચૂકવવા પડશે. જો આના પર 4% હેલ્થ અને એજ્યુકેશન સેસ ઉમેરવામાં આવે તો આ ટેક્સ લગભગ 1248 રૂપિયા થઈ જશે. મતલબ કે જો વાર્ષિક કર્મચારી પીએફમાં 3 લાખ રૂપિયા જમા કરે છે, તો હવે તેને ટેક્સ તરીકે 1248 રૂપિયા ચૂકવવા પડશે.

વધુ પગારવાળા કર્મચારીઓ પર થશે અસર

image source

નોંધનિય છે કે આ ટેક્સ તેટલો કપાશે જે ટેક્સ સ્લેબમાં કર્મચારીનો પગાર છે. એટલે કે, જો કર્મચારીનો પગાર 30 ટકા વાળા ટેક્સ સ્લેબમાં છે, તો પીએફનું યોગદાન 2.50 લાખથી વધુના વ્યાજ પર 30% ટેક્સ લાગશે. એટલે કે જે કર્મચારીઓનો પગાર વધુ છે તેના ઉપર તેની અસર વધુ થશે. ઓછા પગારવાળા લોકોને કોઈ સમસ્યા આવશે નહી. બીજી એક વાત તમને જણાવી દઈએ કે, જે કર્મચારીઓનું પીએફ દર મહિને 20 હજાર 833 રૂપિયા સુધી કપાતુ હશે તેમને આ નિયમ લાગુ પડશે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત