જનતાની ‘આફત’ને મજબૂરી સમજીને વેપારીઓ ‘અવસર’ તરીકે લૂંટી રહ્યા છે, ફળ ફળાદિના ભાવમાં કરી નાંખ્યો બેફામ વધારો

એક વાત તો નક્કી છે કે જ્યારે લૂંટવાનો વારો આવે તો કોઈપણ છોડે એમ નથી, હાલમાં જે ઉદાહરણો સામે આવ્યા છે એમાં પણ કંઈક એવું જ જોવા મળ્યું છે. કારણ કે હાલમાં કોરોના દર્દીઓના કેસમાં રાફડો ફાટ્યો છે અને લોકો પડાપડી મરી પણ રહ્યા છે. ત્યારે ડોક્ટરો કોરોનાના દર્દીઓ માટે વિટામિન-સીવાળા ફ્રૂટ્સ ખાવા આરોગ્ય માટે લાભદાયક છે એવી સલાહ આપે છે. જેના કારણે હાલમાં બજારમાં મળતાં નારંગી, મોસંબી, કિવી, ડ્રેગન ફ્રૂટ, દ્રાક્ષ, પાઇનેપલ સહિતમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોવાથી એની માગ વધી છે.

image source

પરંતુ હવે માહોલ એવો ઉભો થયો છે કે કોરોનાના કપરાકાળમાં નિર્દોષ અને સામાન્ય જનતાને લૂંટવામાં કોઈ બાકી નથી. વેપારીઓ બેફામ ભાવવધારો કરી લૂંટફાટ ચલાવી રહ્યા છે અને જનતા બિચારી મજબૂરીમાં લૂંટાઈ રહી છે. આ ભયંકર ભાવવધારો થવાનું કારણ કોરોના સંક્રમણ અને રમઝાન માસ છે. રમઝાનમાં ઈફ્તારીમાં ફ્રૂટસ્નો વધુ ઉપયોગ થતો હોવાથી એની માગ વધી છે એવું પણ એક કારણ બહાર આવી રહ્યું છે. જો વાત કરીએ તો સામાન્ય સમયમાં જે લીંબુના ભાવ પ્રતિ કિલો 40-50 રૂપિયા હતા, એ આજે 130 સુધી વેચાઈ રહ્યા છે.

image source

આ સાથે જ મોટા ભાવમાં કડાકો થયો એના વિશે વાત કરીએ તો એમાં લીલાં નાળિયેર જે થોડા દિવસ પહેલાં 100 રૂપિયાના 5 મળતા હતા, એ આજે 100 રૂપિયામાં એક મળી રહ્યું છે તેમજ મોસંબી જ રૂ.200થી 250 રૂપિયાના 10 કિલો મળતી હતી એના ભાવ આજે રૂ.800થી રૂ.1000 થઈ ગયા છે. સફરજન પણ 100 રૂ. કિલોમાંથી 200 રૂપિયે કિલો વેચાવા લાગ્યા છે. જ્યારે અનાનસ પણ 40 રૂપિયાના મળતા હતા, એ આજે 100 રૂ.માં મળે છે. આ ભાવ વધારામાં આમ જનતા બિચારી લૂંટાઈ રહી છે અને લોકોની મજબૂરીનો પણ ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. બેકાબૂ બનેલા કોરોનાના સંક્રમણને પગલે હાલમાં ઘરે ઘરે બીમારીના ખાટલા જેવી સ્થિતિ બની રહી છે. ત્યારે કોરોનાના દર્દીઓ માટે ફ્રૂટ્સ ખાવાનું તબીબો દ્વારા જણાવવામાં આવે છે.

image source

જો હાલની પરિસ્થિતિ પ્રમાણે વાત કરવામાં આવે તો વિટામિન-સીનું પ્રમાણ વધુ હોય એવા ફ્રૂટ્સ જેમ કે નારંગી, મોસંબી, પાઇનેપલ, દ્રાક્ષ, કિવી અને ડ્રેગન ફ્રૂટ જેવાં ફળો ખાવાનું ડોક્ટરો વધારે જણાવી રહ્યા છે, આથી બજારમાં તેની ડિમાન્ડ વધુ હોવાથી ઠેર ઠેર આવા ફ્રૂટ્સનું વેચાણ વધ્યું છે. હાલમાં વિટામિન-સીવાળા ફ્રૂટ્સની ડિમાન્ડને જોતાં ફ્રૂટ્સના વેપારીઓ દ્વારા તેની ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. બજારમાં વેચાતાં નારંગી, મોસંબી, દ્રાક્ષ, કેરી, પાઇનેપલ પ્રતિ કિલો રૂપિયા 180થી 200ના ભાવે વેચાઇ રહ્યાં છે. આ રીતે હવે લાગે છે કે લોકોએ ચારેકોર લૂંટ જ ચલાવી છે.

image source

તો વળી બીજી તરફ કોરોનામાંથી ઉગારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં આગામી 1લી મેથી 18થી 44ની વયના લોકોને કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે. જો કે ગુજરાતમાં 1લી મેથી રસીકરણનું આ અભિયાન શરૂ થશે કે કેમ એને લઇને અનિશ્ચિતતાનાં વાદળો ઘેરાયાં હતાં. આજે આ મામલે મુખ્યમંત્રી જાહેરાત કરી છે કે ગુજરાત રાજ્યના સ્થાપનાદિન એટલે કે 1 મેથી રાજ્યના કોરોનાનું વધુ સંક્રમણ ધરાવતા 10 જિલ્લામાં 18 વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!