જીવનમાં આ ટિપ્સ અપનાવવાથી ક્યારેય દુઃખ નહીં આવે અને તમારું જીવન સુખ-શાંતિથી ભરપૂર રહેશે

જો પૂજા દરમિયાન કેટલીક ભૂલો થાય તો શુભ પરિણામ પૂર્ણ રીતે પ્રાપ્ત થતું નથી. આજે, અમે તમને પૂજાને લગતા કેટલાક આવા ખાસ
નિયમો જણાવી રહ્યા છીએ, જેની તમામ લોકોએ કાળજી લેવી જોઈએ. આ નિયમો નીચે મુજબ છે…

image source

1. સૂર્ય, ગણેશ, દુર્ગા, શિવ અને વિષ્ણુ, આને પંચદેવ કહેવામાં આવે છે, તેઓની તમામ કાર્યોમાં ફરજિયાત પૂજા કરવી જોઈએ. દરરોજ
પૂજા કરતી વખતે આ પંચદેવોનું ધ્યાન કરવું જોઈએ. તેનાથી લક્ષ્મી કૃપા અને સમૃદ્ધિ મળે છે.

2. સૂર્ય ભગવાન શંખ સાથે પાણી ના ચઢાવવું જોઈએ. સાથે, ભગવાન શિવજીને શંખથી અભિષેક ન કરવો જોઈએ.

3. તુલસીના પાન સ્નાન કર્યા વગર તોડવા જોઈએ નહીં. શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિ સ્નાન કર્યા વગર તુલસીના પાન તોડે છે, તો
આ છોડના પાંદડાઓ ભગવાન દ્વારા પૂજામાં સ્વીકારવામાં આવતા નથી.

4. ગંગાજળને પ્લાસ્ટિકની બોટલમાં અથવા અશુદ્ધ ધાતુના વાસણમાં ન રાખવું જોઈએ. અશુદ્ધ વાસણ એટલે કે એલ્યુમિનિયમ અને
આયરન જેવા ધાતુથી બનેલા વાસણો. હંમેશા ગંગાજળ તાંબાનાં વાસણમાં રાખવું જ શુભ છે.

image source

5. મંદિરની સામે અને દેવ-દેવીઓની મૂર્તિઓ પાછળ ક્યારેય બેસો નહીં.

6. કમળનું ફૂલ ફક્ત મા લક્ષ્મીને જ અર્પણ કરવામાં આવે છે. આ ફૂલને પાંચ દિવસ પાણી છાંટીને ફરી અર્પણ કરી શકાય છે.

7. શાસ્ત્રો અનુસાર, શિવને ગમતું બીલીપત્ર છ મહિના સુધી વાસી માનવામાં આવતું નથી. તેથી, તેને પાણીથી છંટકાવ કરી શિવલિંગ પર ફરીથી ચઢાવી શકાય છે.

8. તુલસીના પાંદડા 11 દિવસ માટે વાસી માનવામાં આવતાં નથી. રોજ તેના પાંદડા ઉપર પાણી છાંટીને ભગવાનને ફરી અર્પણ કરી શકાય છે.

image source

9. તાંબાના વાસણમાં ચંદન, ઘસેલું ચંદન અથવા ચંદનનું પાણી ન રાખવું જોઈએ.

10. પૂજા હંમેશાં પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ કરવી જોઈએ. પૂજા અને આરતી સમાપ્ત પછી, તે જ સ્થાને ઉભા રહીને 3 પરિક્રમા કરવી
જોઈએ.

સાથે આ બાબતોની પણ કાળજી લેવાથી ઘરમાં સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ આવશે

1. સવારે મોં ધોયા વગર પાણી અથવા ચા પીશો નહીં. તમારા હાથ અથવા પગથી ક્યારેય ગાય, બ્રાહ્મણ અને અગ્નિને અડશો નહીં.

2. અંધારા પછી ઘરમાં સાવરણી ન લગાવો અને ઘરની બહાર કચરો ફેંકી ન ફેંકો, આવું કરવાથી લક્ષ્મીનો અનાદર થાય છે અને ઘરમાં
પૈસા રહેતા નથી.

image source

3. ઘરમાં ક્યારેય ઉંધી સાવરણી રાખશો નહીં કેમ કે તે ખરાબ માનવામાં આવે છે.

4. ઘરમાં દેવી-દેવતાઓને અર્પણ કરેલા ફૂલો અથવા ગળાનો હાર સુકાયા પછી પણ ઘરમાં અથવા મંદિરમાં રાખવાથી અશુભ થાય છે.
કહેવાય છે કે એ પણ લક્ષ્મી માનું અપમાન છે.

5. જો તમને પૈસાની ખોટ થાય છે, તો પરિવારના દરેક સભ્યોના માથા ઉપરથી કાળા તલ 7 વાર ઉતારો અને ઘરની ઉત્તર દિશામાં ફેંકી
દો. તમને થતા કોઈપણ પ્રકારના નુકસાન બંધ થશે.

image source

6. દર શનિવારે કૂતરાને સરસવનું તેલવાળી રોટલી ખવડાવો.

7. મોડી રાત્રે સૂવું, વાંચવું અને ખાવું પણ અશુભ માનવામાં આવે છે.

8. કુટુંબનો કોઈ પણ સભ્ય બહાર જાય કે તરત સાવરણી લગાડવી પણ અશુભ છે.

9. ગુરુવારે ઘરમાં પોતું નહીં કરવાનું, એવું કહેવામાં આવે છે કે લક્ષ્મીજી આ બાબતે ગુસ્સે થાય છે.

10. હંમેશાં પોતા કરવાના પાણીમાં મીઠું ઉમેરો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ