20 જુલાઈએ થયો સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં ગોચર, જાણો કઈ રાશિને મળશે સારા અને નરસા પરિણામો

કર્ક રાશિમાં વિરાજમાન સૂર્ય હવે નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે. તા. ૨૦ જુલાઈ, ૨૦૨૧ મંગળવારના રોજ સૂર્ય, પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે.

સૂર્યનું પુષ્ય નક્ષત્રમાં પરિવર્તન (Sun Transit Pushya Nakshatra):

image source

કર્ક રાશિમાં સૂર્યનું ગોચર આરંભ થઈ ગયું છે. ગત તા. ૧૬ જુલાઈ, ૨૦૨૧ શુક્રવારના રોજ સૂર્ય દેવ મિથુન રાશિ માંથી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય જયારે કર્ક રાશિમાં આવે છે તો આ પ્રક્રિયાને કર્ક સંક્રાંતિ કહેવામાં આવે છે. સૂર્યના રાશિ પરિવર્તનને જ્યોતિષ શાસ્ત્ર મુજબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

સૂર્યનું રાશિ પરિવર્તન (Sun Transit 2021 in Cancer):

image source

તા. ૧૬ જુલાઈ, ૨૦૨૧ શુક્રવારના રોજ સૂર્ય, સાંજના સમયે ૦૪:૪૧ વાગે કર્ક રાશિમાં પ્રવેશ કર્યો હતો. સૂર્ય હવે કર્ક રાશિમાં તા. ૧૭ ઓગસ્ટ, ૨૦૨૧ સુધી રહેવાનો છે. ત્યાર બાદ સૂર્ય, સિંહ રાશિમાં સૂર્યનું રાશિ પરિવર્તન કરશે.

સૂર્ય દક્ષિનાયન (Surya Dakshinayan):

image source

સૂર્ય જયારે કર્ક રાશિમાં આવે છે તો સૂર્ય દક્ષિણાયન થઈ જાય છે. જ્યોતિષ શાસ્ત્રોના જણાવ્યા મુજબ, જયારે સૂર્ય આ અવસ્થામાં આવે છે તો દેવતાઓનો મધ્યાહ્ન કાળ શરુ થઈ જાય છે. પંચાંગ મુજબ, હવે મકર સંક્રાંતિ ૨૦૨૨ સુધી સૂર્ય દક્ષિણાયન જ રહેશે.

આ કારણે ઋતુમાં પરિવર્તન જોવા મળે છે. જેના પરિણામ સ્વરૂપ રાત મોટી અને દિવસ નાના થવા લાગે છે.

સૂર્યનું નક્ષત્ર પરિવર્તન (Pushya Nakshatra 2021):

image source

સૂર્યનું નક્ષત્ર પરિવર્તન પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિંદુ પંચાંગ મુજબ ગત તા. ૬ જુલાઈ, ૨૦૨૧ના દિવસથી સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં ગોચર કરી રહ્યા હતા. પરંતુ હવે તા. ૨૦ જુલાઈ, ૨૦૨૧ મંગળવારના દિવસથી સૂર્ય પુષ્ય નક્ષત્રમાં ગોચર કરશે. સૂર્ય જયારે પુષ્ય નક્ષત્રમાં આવશે તેઓ તેનો પ્રભાવ જ્યોતિષ શાસ્ત્રની તમામ રાશિઓ એટલે કે, મેષ રાશિથી લઈને મીન રાશિ સુધી જોવા મળી જશે. આની સાથે જ દેશ અને દુનિયા પર એની અસર જોવા મળશે. આ સમયગાળા દરમિયાન વ્યક્તિને વાદ- વિવાદની પરિસ્થિતિથી દુર રહેવું જોઈએ. તેમજ અહંકારને પોતાનાથી દુર રાખી શકાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. આ સાથે જ આપે આપની વાણીમાં મધુરતા જળવાઈ રહે તેવું કરવું જોઈએ. તમામ રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી રાખવી જોઈએ નહી.

સૂર્ય પુષ્ય નક્ષત્રમાં તા. 3 ઓગસ્ટ, ૨૦૨૧ સુધી રહેવાની સંભાવના છે. સૂર્ય તા. 3 ઓગસ્ટ, ૨૦૨૧ પછીથી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરી લેશે. આવતીકાલ તા. ૨૦ જુલાઈ, ૨૦૨૧ મંગળવારના દિવસથી સૂર્ય પુષ્ય નક્ષત્રમાં જોવા મળશે.