15 હજારમાં શરૂ કરી લો પોતાનો બિઝનેસ, થશે 1 લાખ રૂપિયાની મોટી કમાણી, મોદી સરકાર લાવી છે ખાસ સ્કીમ

આજકાલ દરેક વ્યક્તિ પોતાનો બિઝનેસ શરૂ કરવા ઈચ્છે છે અને સાથે મોટી રકમ કમાવવા ઈચ્છે છે. એવામાં જો તમે પણ કારોબાર શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમે એક શાનદાર બિઝનેસ આઈડિયાની શોધમાં છો તો આ પ્લાન તમે અપનાવી શકો છો. ખાસ વાત એ છે કે તમે તેમાં ફક્ત 15 હજાર રૂપિયાનું રોકાણ કરો અને તમને 1 લાખ રૂપિયા સુધીની કમાણીનો અવસર મળે છે. આ બિઝનેસમાં મોદી સરકાર તમારી મદદ કરે છે. સરકાર તમને પ્રોજેક્ટ કોસ્ટના 90 ટકાની લોન પણ આપે છે. આ એવો બિઝનેસ છે જેની ડિમાન્ડ રોજેરોજ વધી રહી છે. આ કારોબાર છે સેનેટરી નેપકિનનો. તમે ફક્ત 15 હજાર રૂપિયાના રોકાણમાં 1 લાખ રૂપિયા સુધીની રકમ કમાઈ શકો છો. તો જાણી લો શું છે આ બિઝનેસ માટેની ખાસ પ્રોસેસ અને કેવી રીતે કરશો એપ્લાય.

સરકાર કરશે મદદ

image source

સરકારે મુદ્રા સ્કીમના આધારે બિઝનેસ પ્રોજેક્ટ્સમાં સેનેટરી નેપકિનને પણ સામેલ કર્યા છે. પ્રોજેક્ટ રિપોર્ટના આધારે રોજના 1440 નેપકિન બનાવવાની યૂનિટને વિશે જણાવાયું છે. 8 નેપકિન એક પેકેટમાં અપાય તો રોજના 180 પેકેટનું પ્રોડક્શન કરી શકાય છે. આ રિપોર્ટના આધારે જો તમે સેનેટરી નેપકિનનો નાનો બિઝનેસ શરૂ કરવા ઈચ્છો છો તો તમે ફક્ત 16X16 ફૂટના રૂમમાં આ યૂનિટ લગાવી શકો છો.

15 હજાર રૂપિયામાં શરૂ કરો પ્રોજેક્ટ

image source

પ્રોજેક્ટ રિપોર્ટના અનુસાર તમે 180 પેકેટ રોજના પ્રોડક્શન માટે યૂનિટ લગાવો છો તો તમે પ્રોજેક્ટ 1.45 લાખ રૂપિયામાં શરૂ કરશો. આ માટે તમને 90 ટકા લોન એટલે કે 1.30 લાખ રૂપિયાની લોન મળે છે. તો તમારે ફક્ત 15 હજાર રૂપિયા રોકવાના રહે છે. તમને ડિફાઈબરેશન મશીન, કોર મોર્નિંગ મશીન, સોફ્ટ ટચ સીલિંગ મશીન, નેપકિન કોર ડાઈ, યૂવી ટ્રીટ યૂનિટ લેવાના રહેશે. અને તેના ઇન્સ્ટોલેશન સાથે આ મશીનો લગભગ 70 હજાર રૂપિયામાં મળશે. તમારે વુડ પલ્પ, ટોય લેયર, બેક લેયર, રિલિઝ પેપર, ગમ, પેકિંગ કવર રો મટિરિયલને પણ લેવાનું રહેશે. રિપોર્ટમાં કહેવાયું છે કે આ એક મહિનાનું રો મટિરિટલ લગભગ 36 હજાર રૂપિયામાં આવી જાય છે.

શું હશે પ્રોડક્શન કોસ્ટ

image source

રિપોર્ટમાં કહેવાયું છે કે તમે વર્ષે 300 દિવસ કામ કરો છો તો 54000 પેકેટ તૈયાર થશે. તેની કોસ્ટ આ રીતે નક્કી થશે. રો મટિરિયલ પર 4.32 લાખ રૂપિયા, સેલેરી પર 84 હજાર રૂપિયા, પ્રશાસનિક ખર્ચ માટે 27000 રૂપિયા, ડેપ્રિશિએશન પર 8000 રૂપિયા, ઈન્શ્યોરન્સ પર 800 રૂપિયા, રિપેયર મેન્ટેનન્સ પર 4000 રૂપિયા, ઈન્ટરેસ્ટ ઓન કેપિટલ પર 18000 રૂપિયા અને સેલિંગ ખર્ચ પર 16200 રૂપિયા એટલે કે કુલ ખર્ચ 5.90 લાખ રૂપિયા થશે.

કેટલા રૂપિયા થશે કમાણી

image source

રિપોર્ટમાં કહેવાયું છે કે જો તમે સેનેટરી નેપકિનનું એક પેકેટ હોલસેલ બજારમા 13 રૂપિયાની કિંમતે વેચો છો તો તમને લગભગ 7.02 લાખ રૂપિયાનું વેચાણ કરવાનો અવસર મળે છે. એવામાં તમે તમારા કુલ વેચાણના 7.02 લાખમાંથી 1.08 હજાર રૂપિયા નફો કમાઈ શકો છો. જે આવનારા વર્ષ માટે મળીન પર ખનારા ખર્ચને ઘટાડશે. તો તમારો નફો વધી શકે છે.