WhatsApp પર મોડી રાત સુધી ચેટિંગ કરવું હોય અને મમ્મી-પપ્પાથી આ વાત છુપાવવી હોય તો જલદી કરી લો આ સેટિંગ

જો તમે WhatsApp પર કોઈને ઓનલાઇન દેખાયા વિના તમારું કામકાજ પૂરું કરવા માંગતા હોય તો તમારે થર્ડ પાર્ટી એપની મદદ લેવી પડશે. હાલમાં whatsapp પર એવું કોઈ ફીચર્સ ઉપલબ્ધ નથી જેના કારણે તમે ઓનલાઇન આવીને પણ અદ્રશ્ય એટલે કે અન્ય લોકો માટે ઓફલાઈન દેખાઈ શકો. તમે એક સરળ પ્રોસેસ દ્વારા આ કામ કરી શકો છો.

How to chat on WhatsApp without being seen online know this amazing trick WA bubble for chat
image source

whatsapp પર ચેટ કરવી એ સૌથી સરળ કામ છે. આખી દુનિયામાં હજારો કે લાખો લોકો હાલ આ સોશ્યલ નેટવર્કિંગ એપનો ઉપયોગ કરી રહ્યા છે. whatsapp પર વિડીયો કોલ અને ઓડિયો કોલ સિવાય પણ અનેક લાજવાબ ફીચર્સ છે જે તમારા ચેટ એક્સપિરિયન્સને શાનદાર બનાવે છે. આજકાલ કોરોના કાળમાં લોકો પોતાના સંબંધીઓ અને સ્વજનો સાથે whatsapp દ્વારા જોડાયેલા રહે છે.

ઘણા ખરા લોકો whatsapp નો ઉપયોગ પ્રોફેશનલ રીતે પણ કરતા હોય છે અને એટલા માટે તેમાં અનેક મહત્વના ચેટ કરવાના પણ રહે છે. અનેક વખત એવું પણ બનતું હોય છે કે આપણે whatsapp પર ઑન્લીર્ન હોવા છતાં અમુક ખાસ લોકો માટે ઓનલાઇન નથી રહેવા માંગતા અને એવું ઇચ્છીએ છીએ કે તેમના માટે આપણે ઓનલાઇન ન રહીએ. જો કે હાલમાં whatsapp પર એવું કોઈ ફીચર્સ ઉપલબ્ધ નથી જેના કારણે તમે ઓનલાઇન આવીને પણ અદ્રશ્ય એટલે કે અન્ય લોકો માટે ઓફલાઈન દેખાઈ શકો. તમે એક સરળ પ્રોસેસ દ્વારા આ કામ કરી શકો છો.

જો તમે પણ whatsapp પર તમારું લાસ્ટ સીન કે online સ્ટેટ્સ ન દેખાડવા ઇચ્છતા હોય તો તેના માટે તમારે એક થર્ડ પાર્ટી એપની મદદ લેવી પડશે અને થોડી સેટિંગ કરવી પડશે. તો ચાલો જાણીએ તેના માટેના સેટિંગ વિષે.

ये है आसान तरीका

આ છે સરળ રીત

સૌથી પોપ્યુલર સોશ્યલ નેટવર્કિંગ એપ whatsapp પર online દેખાયા વિના કે last seen દેખાડ્યા વિના ચેટિંગ કરવાની જરૂર પડે તો તમારે તેના માટે અમુક સરળ સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે. પણ તે પહેલા તમારે ગુગલ પ્લે સ્ટોર પરથી WA bubble for chat એપ ડાઉનલોડ કરવી પડશે અને ત્યારબાદ નીચે જણાવેલ સ્ટેપ્સ દ્વારા તમે ઉપરોક્ત સુવિધાનો લાભ લઇ શકશો.

image source

1 – આ તરીકે માટે સૌથી પહેલા તમારે ગુગલ પ્લે સ્ટોર પરથી WA bubble for chat એપ ડાઉનલોડ કરવી પડશે.

2 – આ એપ થોડી એક્સેસીબીલીટી પરમિશન માંગશે જેને તમારે allow કરવી પડશે.

3 – હવે whatsapp પર આવતા મેસેજ તમને WA bubble for chat પર દેખાવા લાગશે.

4 – અહીં ચેટ કરવાથી તમે કોઈને online છો તેવું નહીં દેખાય અને તમે ઓફલાઈન હોવા છતાં ઓનલાઇન હોવ તે રીતે તમારું કામ કરી શકશો.

image source

નોંધ : તમને અહીં સ્પષ્ટતા કરી દઈએ કે આ એપ વિષે અમે તમને ફક્ત માહિતી જ આપી રહ્યા છીએ. જો તમે ઈચ્છો તો જ ઉપર જણાવી તે એપ ડાઉનલોડ કરો. જો તમને તે એપ પર વિશ્વાસ ન હોય અને કોઈપણ પ્રકારનો પ્રાઈવસીનો લાગતો ભય હોય તો એ એપ ડાઉનલોડ ન કરવી. અમે ઉપર પણ સ્પષ્ટતા કરી છે કે whatsapp પોતે આવી કોઈ સુવિધા આપી રહ્યું નથી.