આ ટિપ્સને રાખી લેશો યાદ તો હોળીમાં નહીં થાય સ્કીન અને વાળને નુકસાન

રંગોનો તહેવાર હોળી આવી રહ્યો છે. કોરોના મહામારીની વચ્ચે પણ લોકો આ તહેવાર માટેની તૈયારી કરી રહ્યા છે. તમે મિત્રો સાથે નહીં પણ ફેમિલિ સાથે સાવધાનીથી હોળી નો તહેવાર મનાવી શકો છો.

image source

રંગોનો તહેવાર શક્ય છે કે તમારી સ્કીન અને વાળને અસર કરે. તમે ઈચ્છો તો તમે નેચરલ રંગની મદદથી હોળી રમી શકો છો. હોળી રમ્યા બાદ તમારો ચહેરો ડ્રાય થઈ જાય છે અને સ્કીન પર નાના દાણા જેવું જોવા મળે છે. આ માટે તમારે કેટલીક ટિપ્સને જાણી લેવી જોઈએ.

હોળી રમતા પહેલાં અપનાવો આ ટિપ્સ

વાળની કરો મસાજ

image source

હોળી રમવા જવાનું વિચારો છો તો વાળમાં હેર મસાજ કરી લો. કેમકે કોરા વાળમાં હોળી રમશો તો વાળમાં લાગેલો રંગ સરળતાથી નીકળશે નહીં. આ માટે જરૂરી છે કે વાળમાં ઓઈલિંગ કરો જેથી વાળના રંગ પર તેની કોઈ અસર ન થાય. મસાજને માટે તમે કોઈપણ હેર ઓઈલ યૂઝ કરી શકો છો. જો નારિયેળ તેલ યૂઝ કરો તો તે બેસ્ટ છે.

હોઠની આ રીતે કરો કેર

હોળીનો રંગ ઉતારવાનું કામ મુશ્કેલ હોય છે. અનેક વાર રંગ એટલા પાક્કા હોય છે કે તે ઉતરતા નથી. એવામાં તમે હોળી રમતા પહેલા હોઠ પર પેટ્રોલિયમ જેલી લગાવી લો. હાથ પર પણ તમે તેને લગાવી શકો છો. તેનાથી નખ પર રંગ લાગશે નહીં.

આ રીતે રાખો ચહેરાનો ખ્યાલ

image source

હોળીનો તહેવાર ઉજવવાનું લોકો સવારથી શરૂ કરે છે.એવામાં આખો દિવસ ફેસ તડકામાં રહે છે અને તેનાથી ચહેરો ડલ થઈ જાય છે. આ સાથે સ્કીન ટેનિંગની તકલીફ પણ રહે છે. આ માટે જરૂરી છે કે તમે હોળી રમચા પહેલા સનસ્ક્રીન લગાવી લો. તે તમને તડકાથી અને રંગની સાઈડ ઈફેક્ટથી પણ બચાવશે.

આ રીતે કરો નખની કેર

image source

અનેક વાર યુવતીઓ અને મહિલાઓને સમસ્યા રહે છે તેથી તેઓ હોળી રમતા પહેલા નેલ પેઈન્ટ લગાવે છે. હોળી રમતા પહેલા તેને ઉતારવો નહીં પણ લગાવી લેવો જોઈએ. જો હાથમાં અનેક ચીજો રાખીએ છીએ તો શક્ય છે રંગવાળા હાથ આંખમાં જાય, મોઢામાં જાય. માટે નખની દેખરેખ કરવી. અને સાથે નેલ પેઈન્ટ લગાવીને જ હોળી રમવા જાઓ તે જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત