‘રસી લઈ જ લેજો’ બે ડોઝ લીધા એ અનેક બિમારી છતાં સાજા થયા, પરંતુ યુવાને રસી નહોતી લીધી તો 70 ટકા ફેફસાં ખરાબ

હાલમાં સમગ્ર રાજ્યમાં અને દેશભરમાં રસીકરણ ચાલી રહ્યું છે. ત્યારે લોકો રસી લે એ માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. જો કે રસીનો ફાયદો પણ ચોખ્ખો જોવા મળી રહ્યો છે અને તેના બોલતા પુરાવા આજે તમારી સમક્ષ રજુ કરવા છે. વેક્સિન માટે હવે લોકોમાં ભારે માગ ઊઠી છે. જેમણે પહેલો ડોઝ લીધો તેઓ બીજા ડોઝની રાહ જોઈ રહ્યા છે. જ્યારે હજુ કેટલાક લોકો વેક્સિન બાબતે ઉદાસીન છે એવામાં પાંથાવાડાની તિરુપતિ કોવિડ કેરમાં આવેલા 2 દર્દીના કેસ પરથી વેક્સિનેશનનું મહત્ત્વ આખા ગામને સમજાઈ જશે એ વાત નક્કી છે.

image source

જો આ કેસ વિશે વિગતે વાત કરીએ તો એક 55 વર્ષીય દર્દીએ રસીના બે ડોઝ લીધા હોવાથી ડાયાબિટીસ 700 હોવા છતાં કોરોનાને 5 દિવસમાં જ મ્હાત આપીને તેઓ સાજા થઈ ગયા. જ્યારે 45 વર્ષીય યુવાને રસી લીધી ન હોવાથી 70 ટકા ફેફસાં ડેમેજ થઇ જતાં હાલ ઓક્સિજન પર છે. આ બન્ને કિસ્સા જોઈને લોકોને સમજાઈ ગયું કે ખરેખર વેક્સિનનું કેટલું મહત્વ છે. કારણ કે એવા કંઈ કેટલાય કિસ્સા છે કે જે લોકોએ રસીના બંને ડોઝ લીધા હોય તેમને કોરોના થયો હોય ત્યારે હોમ આઈસોલેટ થઈને પણ કોરોનાને હરાવી દેતા હોય એવા કિસ્સા સામે આવ્યા છે

image source

મળતી માહિતી પ્રમાણે પાંથાવાડા તિરુપતિ કોવિડ કેરમાં તબીબ ડો.હિમાંશુ ગઢવી પાસેથી બે દર્દીના સીટી સ્કેન રિપોર્ટ જોયા તો એક 55 વર્ષના દર્દી કે જેમણે વેક્સિનના બે ડોઝ લીધા હોવાથી ડાયાબિટીસ 700 હોવા છતાં કોરોના સામે ઓક્સિજન વગર 5 દિવસમાં દવાથી કોરોના સામે જંગ જીત્યા છે. તો આજ કોવિડ કેરમાં 45 વર્ષના એક દર્દી કે જેમણે રસીનો એકપણ ડોઝ લીધો નથી તેમણે બીજી કોઈ બીમારી પણ નહોતી તેમ છતાં 70 ટકા ફેફસાં ડેમેજ સાથે હાલ ઓક્સિજન પર સારવાર હેઠળ છે અને કોરોનાને મ્હાત આપવામાં સમય લાગી રહ્યો છે.

image source

ડો.ગઢવી પણ આ વિશે વાત કરે છે કે ‘કોરોનાની રસી લેવાથી શરીરને નુકસાન ઓછું થાય છે, જેથી માણસ બચી શકે છે, પરંતુ રસી લીધી ન હોય તો ફેફસાંને વધુ ડેમેજ કરી નાખે છે. તેથી દરેક લોકોને રસી લઈ જ લેવી જોઈએ અને આ મહામારીમાંથી ઉગારી શકાય છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના કેસમાં છેલ્લા 24 કલાકમાં થોડો વધારો નોંધાયો છે. બુધવારે 3 લાખ 62 હજાર 389 નવા દર્દીઓ નોંધાયા હતા, 3 લાખ 51 હજાર 740 લોકો સાજા થયા હતા. છેલ્લા બે દિવસથી 3.50 લાખથી પણ ઓછા કેસ આવી રહ્યા હતા અને એ કરતાં વધુ લોકો સાજા થયા હતા.

image source

ગઇકાલે દેશમાં 4,127 લોકોનાં મોત થયાં. આ સતત બીજો દિવસ છે, જ્યારે કોરોનાને કારણે 4 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં અત્યારસુધીમાં 2.37 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ જ રીતે કુલ 1.97 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં સરેરાશ 3 લાખથી વધુ લોકો સ્વસ્થ થઈ રહ્યા છે, તેથી આજે આ આંકડો 2 કરોડને પાર થઈ જશે. હાલમાં કુલ 37.06 લાખ લોકો સારવાર લઈ રહ્યા છે.