સરકારી નોકરી: 25 હજારથી વધુ પદો પર થઈ રહી છે ભરતી, જલદી કરો નહીં તો રહી જશો

બિહાર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વિવિધ સરકારી વિભાગોમાં ભરતી બહાર પાડવામાં આવી છે. આ નોકરીઓ બિહારમાં મત્સ્યોદ્યોગ વિકાસ અધિકારી અને ઓડિટ અધિકારી, ઉત્તર પ્રદેશના સહાયક પ્રોફેસર અને પોલિસ અને રાજસ્થાનમાં હેડ માસ્ટર જેવી પોસ્ટ્સ માટે છે. ત્રણેય રાજ્યોમાં કુલ 25488 ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા યુવાનો માટે સરકારી નોકરી મેળવવા માટે આ એક શ્રેષ્ઠ તક છે.

બિહાર તકનીકી સેવા આયોગ (BTSC)

image source

બિહાર તકનીકી સેવા આયોગે મત્સ્યોદ્યોગ વિકાસ અધિકારીની જગ્યાઓ માટે 348 ભરતીઓ બહાર પાડી છે. આ અંતર્ગત મત્સ્યઉદ્યોગ પ્રસાર અધિકારીની 136 જગ્યાઓ અને મત્સ્યોદ્યોગ વિકાસ અધિકારીઓની 212 જગ્યાઓ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 5 મે છે. રસ ધરાવતા ઉમેદવારો બિહાર તકનીકી સેવા આયોગની વેબસાઇટ btsc.bih.nic.in અથવા http://pariksha.nic.in/ ની મુલાકાત લઈને ઓનલાઇન અરજી કરી શકે છે.

બિહાર સેવા આયોગ (BPSC)

image source

બિહાર પબ્લિક સર્વિસ કમિશન (Bihar Public Service Commission) એ નાણાં વિભાગમાં ઓડીટ નિયામકશ્રીમાં સહાયક ઓડિટ અધિકારીના પદ પર નિમણૂક માટે અરજી માંગી છે. ઓનલાઇન અરજી 17 એપ્રિલ 2021 થી શરૂ થશે. 15 મે 2021 સુધી કુલ 138 પોસ્ટ્સ પર અરજી કરી શકાશે.

યુપી પોલીસમાં 9534 પર પર ભરતી

image source

ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી અને પ્રમોશન બોર્ડ (યુપીઆરપીબી)એ આજથી સબ ઇન્સ્પેક્ટર, પ્લાટૂન કમાન્ડર અને ફાયર ઓફિસરની જગ્યાઓ પર ભરતી માટેની સૂચનાઓ બહાર પાડીને અરજીઓ મંગાવી છે. જાહેરનામા મુજબ ગ્રેજ્યુએશન પાસ ઉમેદવારોની કુલ 9534 પોસ્ટ્સ પર ભરતી કરવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ છે.

યુપીમાં ટીજીટી, પીજીટી શિક્ષકોની 15 હજારથી વધુ ભરતી

image source

ઉત્તર પ્રદેશમાં ટીજીટી અને પીજીટી શિક્ષક ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે એક મોટા સમાચાર છે. એડેડ માધ્યમિક કોલેજોમાં શિક્ષકોની 15198 હજાર જગ્યાઓની ભરતી માટે ફરીથી અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. ઉમેદવારો ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષણ સેવાઓ પસંદગી બોર્ડ, upsessb.org ની વેબસાઇટ પર 21 એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.

રાજસ્થાન સહકારી ભરતી બોર્ડમાં નોકરીઓ

image source

રાજસ્થાન સહકારી ભરતી બોર્ડ(Cooperative Recruitment Board, Rajasthan)મા વિવિધ પોસ્ટ્સ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પોસ્ટ્સ માટે રસ ધરાવતા ઉમેદવારો બોર્ડની સત્તાવાર વેબસાઇટ, rajcrb.rajasthan.gov.in દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. જાહેરનામા મુજબ કુલ 385 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ છે.

રાજસ્થાનમાં હેડ માસ્ટરની ખાલી જગ્યા

image source

રાજસ્થાન જાહેર સેવા આયોગે હેડમાસ્ટરની પોસ્ટ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ પોસ્ટ્સ માટે રસ ધરાવતા ઉમેદવારો આયોગની સત્તાવાર વેબસાઇટ, rpsc.rajasthan.gov.in પર ઓનલાઇન અરજી કરી શકે છે. જારી કરાયેલા જાહેરનામા મુજબ કુલ 83 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!