જ્યારે સુરત સિવિલના લિફ્ટમેને કહ્યું, છેલ્લા 15 વર્ષમાં પહેલું ઇન્જેક્શન લીધું અને એ પણ કોરોના રસીનું

શનિવારથી સમગ્ર દેશમાં રસીકરણ અભિયાનની શરૂઆત થઈ ગઈ છે. જેમા ગુજરાતમાં પણ રસીકરણ અંગે ઘણો ઉત્સાહ જોવા મળ્યો. રાજ્યની આર્થિર રાજધાની કહેવાતા સુરતમાં પણ કોરોના વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી, જ્યાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે 100 કોરોના વોરિયર્સને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. પ્રથમ 100માં સમાવેશ થયેલા કોરોના વોરિયરે કોરોના વેક્સિનેશનનો ખુશી વ્યકત કરી હતી. તમને જણાવી દઈએ કે જે લોકોને વેક્સિન આપવામાં આવી તેમના કેટલાક લોકોએ 5 વર્ષે તો કેટલાક 15 વર્ષે ઈન્જેક્શન લીધુ હતું.

પ્રથમ 100ની યાદીમાં મારી પસંદગી થતા આનંદ અનુભવુ છુ

image source

તમને જણાવી દઈએ કે કોરોના કાળમાં ડોક્ટરોની સાથે સાથે હોસ્પિટલમાં ફરજ બજાવતા અન્ય કર્મીઓ પણ પોતાના જીવના જોખમે લોકોની સેવા કરી છે. તેમના એક છે હોસ્પિટલની લીફ્ટમાં ફરજ બજાવતા લીફ્ટ મેન.સુરતની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 14536 કોરોના દર્દીઓની લિફ્ટમાં અવરજવર થઈ છે. જેમાં લિફ્ટમેન પણ પીપીઈ કીટ પહેરી દર્દીઓને લિફ્ટમાં લઈ જવાની કામગીરી કરી રહ્યા છે. આવા એક વ્યક્તિ છે કિશનભાઈ રાઠોડ કે જેઓ સિવિલમાં લિફ્ટમેનની ફરજ બજાવે છે. કોરોનાકાળમાં બજાવેલી ફરજ અંગે વાત કરતા કિશનભાઈએ કહ્યું કે હું કોન્ટ્રેકટ કર્મચારી છું. મારા પરિવારમાં પત્ની, બે બાળકો અને માતા છે. ઘરમાં એકનો એક કમાઉ વ્યક્તિ છું. છેલ્લાં 15 વર્ષમાં પ્રથમવાર ઇન્જેક્શન લઈ રહ્યો છું અને એ પણ કોરોના વેક્સિનનું છે. મને ખૂબ જ આનંદ છે કે પ્રથમ 100ની યાદીના પ્રથમ રાઉન્ડમાં જ મારી પસંદગી થઈ છે. તેમણે કહ્યું કે છેલ્લા ઘણા વર્ષોમાં મને કોઈ મોટી બિમારી થઈ નથી જેના કારણે મારે ઈન્જેક્શન લેવાની જરૂર પડી નથી.

છેલ્લાં 5 વર્ષમાં આ પહેલું ઇન્જેક્શન

image source

આવા એક બીજા કોરોના વોરિયર્સ છે આકાશભાઈ ગોહિલ. જેઓ પણ સિવિલમાં લિફ્ટમેનની નોકરી કરી છે અને કોરોનાના પેશન્ટને લીફ્ટમાં બેસાડે છે. આ અંગે તેઓએ કહ્યું કે, મને ખૂબ જ આનંદ છે કે હું સુરત સિવિલ હોસ્પિટલમાં શરૂ થયેલા કોરોના રસીકરણના અભિયાનમાં મારી પસંદગી પ્રથમ 100 માં છે. તેમણે કહ્યું કે છેલ્લાં 10 વર્ષથી સિવિલ હોસ્પિટલમાં લિફ્ટમેન તરીકે કોન્ટ્રેકટ કર્મચારી તરીકે કામ કરૂ છું. છેલ્લાં 5 વર્ષમાં આ પહેલું ઇન્જેક્શન લઉં છું.

હું છેલ્લા 15 વર્ષમાં પહેલી વાર કોઈ ઇન્જેક્શન લઈ રહી છું

image source

તો બીજી તરફ સુરત સિવિલમાં નર્સ તરીકે ફરજ બજાવતા ભાવનાબેન વડોદરિયાએ પણ પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે સુરત સિવિલ હોસ્પિટલમાં 29 વર્ષથી નર્સિંગ સાથે જોડાયેલાં છે.

image source

તેમણે રસીકરણ અંગે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે હું છેલ્લા 15 વર્ષમાં પહેલી વાર કોઈ ઇન્જેક્શન લઈ રહી છું અને એ પણ કોરોના વેક્સિનનું, જેનો મને આનંદ છે. તેમણે લોકોને અપીલ કરી કે દરેક લોકોએ વેક્સિન લેવી જોઈએ. મારી પસંદગી પ્રથમ 100માં થઈ તે બદલ મને ઘણો આનંદ થયો છે.

હુ છેલ્લા 10 વર્ષમાં આ પ્રથમ ઈન્જેક્શન લઈ રહ્યો છુ

image source

તો આ રસીકરણના અવસરે સુરત સિવિલમાં ફરજ બજાવતા ડો. રાહુલ મોદીએ જણાવ્યું હતું કે 16 વર્ષથી સિવિલમાં કાયમી કર્મચારી તરીકે ફરજ બજાવુ છું. હુ છેલ્લા 10 વર્ષમાં કોઈ મોટી બિમારીમાં સપડાયો નથી હુ છેલ્લા 10 વર્ષમાં આ પ્રથમ ઇન્જેક્શન લઈ રહ્યો છુ અને એ પણ કોરોના વેક્સિનનું, જેનું મને ગૌરવ છે. તેમણે પણ લોકોને કોરોનાની રસી લેવાનો આગ્રહ કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત