હાઈ બીપીથી લઈને ડાયાબીટીસ સુધી, ઓર્ગેનિક ફુડના સેવનથી કાયમી દૂર રહે છે આ બીમારીઓ

મિત્રો, હાલનો પ્રવર્તમાન આધુનિક સમય જે ગતિએ આગળ વધી રહ્યો છે તે જ ગતિએ વાતાવરણને નુકશાન પણ પહોંચાડી રહ્યો છે. હાલ, જેમ-જેમ આધુનિકતા આપણા જીવનમા પ્રવેશી રહી છે તેમ-તેમ આપણા જીવનમાંથી શુદ્ધ વાતાવરણ લુપ્ત થઇ રહ્યુ છે અને આપણને આધુનિકતા સાથે પ્રદુષણયુક્ત વાતાવરણ મફતમા મળી રહ્યુ છે.

image source

આ અંગે આપણને તત્કાલ ખ્યાલ નથી આવતો પરંતુ, જયારે આપણુ સ્વાસ્થ્ય કથળે છે અને આપણે યોગ્ય કાર્યક્ષમતાથી કાર્ય કરી શકતા નથી ત્યારે આપણને આ અંગે અંદાજ આવે છે. ત્યારે આજે આ લેખમા અમે તમને આ પરિસ્થિતિ સમજાવતી અમુક બાબતો વિશે સમજાવીશું તો ધ્યાનથી વાંચજો.

image source

જો તમારી પ્લેટમા તાજા ફળો અને ચમકદાર શાકભાજી છે, તો તેને જોઈને એવુ જરાપણ ના વિચારો કે તમારુ સ્વાસ્થ્ય સારુ રહેશે. કારણકે, કિસાનો પાકને જંતુઓથી બચાવવા માટે ઉપયોગમાં લેવાતા હાનિકારક રસાયણો પાછળથી આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. તેનાથી આપણા શરીરના હોર્મોનમાં અસંતુલન સર્જાય છે એટલું જ નહી પરંતુ, ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરનું જોખમ પણ વધે છે.

image source

હેલ્ધી લિવિંગ વિથ શરણ સાથે જીવનશૈલી અને પોષણ સલાહકાર તરીકે કામ કરતા એક ન્યુટ્રીશનીસ્ટે અમને ઓર્ગેનિક ફૂડના ફાયદાઓ વિશે જણાવ્યુ છે, જેના વિશે આજે આપણે અહી ચર્ચા કરીશુ. આરોગ્ય નિષ્ણાતે જણાવ્યુ હતુ કે, ઓરેગેનીક ફૂડમા મળતા પોષકતત્ત્વો એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક અને લાભદાયી સાબિત થાય છે.

image source

તે ફક્ત સ્વાદમા જ સારુ નથી લાગતુ પરંતુ, તેના નિયમિત સેવનથી બહારનુ અનહેલ્થી ભોજન ખાવાની આદતને પણ નિયંત્રિત કરે છે, જે અનેકવિધ બીમારીઓ માટે જવાબદાર છે. આરોગ્ય નિષ્ણાતના જણાવ્યા મુજબ લોકો ઓર્ગેનિક ફૂડ મોંઘુ હોવાના કારણે ખાવાનુ ટાળે છે પરંતુ, જો તેનો લાંબા ગાળાનો ખર્ચ જોવામાં આવે તો આ આહાર આપણા દૈનિક આહાર કરતાં ઘણો સસ્તો છે.

image source

જો તમે આ ફૂડને તમારા રોજીંદા આહારમા સામેલ કરો તો મોંઘા ફાસ્ટફૂડનુ સેવન બંધ થઇ જશે અને તેના સેવનના કારણે તમારા શરીરમા જે બીમારીઓ ફેલાશે, તેનો પણ અંત આવશે. આ ઉપરાંત બીમારી ના થવાને કારણે ડૉક્ટરે ભારે ફી ચૂકવવી પડશે નહીં. આ ઓર્ગેનિક ફૂડમા અનેકવિધ પ્રકારના ગુણતત્વો અને પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારા શરીરને નીરોગી અને તંદુરસ્ત બનાવવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તો હવે આ અંગે ઝાઝુ ના વિચારો અને જો તમે તમારા શરીરને ફીટ અને હેલ્થી રાખવા ઈચ્છતા હોવ તો આજથી જ તમારા રોજીંદા ભોજનમા આ ઓર્ગેનિક ફૂડનો સમાવેશ કરો અને ત્યારબાદ જુઓ ફરક.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત