કેટલો ખતરનાક છે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ, વેક્સિન પણ ફેલ? જાણો તેના વિશે સમગ્ર માહિતી

કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના ઉદભવથી ફરી એકવાર ભારતથી લઈને દુનિયાભરની સરકારો અને નિષ્ણાતો ચિંતિત થયા છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ડેલ્ટાના મ્યૂટેશનથી દ્વારા આવ્યો છે. માનવામાં આવે છે કે આ ડેલ્ટાના કારમે ભારતમાં બીજી લહેરે તબાહી મચાવી હતી. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસો 11 દેશોમાં જોવા મળ્યાં છે અને આલ્ફા કરતા 35-60% વધુ ચેપી છે. આપને જણાવી દઈએ કે ડેલ્ટા પ્લસથી શું જોખમ છે અને શું તે ત્રીજી લહેર માટે જવાબદાર હોઈ શકે છે.

ડેલ્ટા પ્લસ વેરિયન્ટ શું છે?

image source

આ નવો વેરિએન્ટ ડેલ્ટા પ્લસ (એવાય.1) ભારતમાં પ્રથમવાર મળી આવેલા ડેલ્ટા(B.1.617.2)ના મ્યૂટેશનથી બન્યો છે. આ ઉપરાંત, K41N નામનો મ્યૂટેશનને દક્ષિણ આફ્રિકામાં બીટા વેરિયન્ટમાં જોવા મળ્યો હતો, તેમા પણ તેના લક્ષણો જોવા મળે છે. તેથી તે વધુ જોખમી છે.

છેલ્લા વેરિયન્ટથી કેટલો જોખમી છે?

કેટલાક વાઇરોલોજિસ્ટ્સે ભય વ્યક્ત કર્યો છે કે આ આલ્ફા કરતા 35-60 ટકા વધુ ચેપી છે.

શું આના પર રસી કામ કરતી નથી?

image source

ભારતના ટોચના વાઇરોલોજિસ્ટ અને ભારતીય સાર્સ-સીવી-2 જીનોમ સિક્વેન્સિંગ કન્સોર્ટિયમના ભૂતપૂર્વ સભ્ય પ્રોફેસર શાહિદ જમીલે કહ્યું છે કે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ રસી અને ઈમ્યૂનિટી બંનેને માત દઈ શકે છે. આવુ એટલા માટે છે કે ડેલ્ટા પ્લસ તે તમામ લજ્ઞણો છે જે ડેલ્ટા વેરિઅન્ટમાં હતા. તેમાં બીટા વેરિઅન્ટના લાક્ષણો પણ છે. આપણે જાણીએ છીએ કે રસીની અસર બીટા વેરિઅન્ટ પર ઓછી હોય છે. બીટા વેરિયન્ટ રસીને માત આપવામાં આલ્ફા અને ડેલ્ટા વેરિયન્ટ કરતાં વધુ ઝડપી છે. જો કે, સરકારે અભ્યાસને ટાંકીને કહ્યું છે કે, કોવિશિલ્ડ અને કોવેક્સીન ડેલ્ટા વેરિઅન્ટ પર અસરકારક છે.

સરકાર અને WHO આને કેટલો ગંભીર માને છે?

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ભારતીય સાર્સ કોવ -2 જેનોમિક્સ કન્સોર્ટિયમના હવાલાથી ડેલ્ટા પ્લસને હાલમાં ચિંતાજનક ગણાવ્યો છે. હકીકતમાં વાઈરસનો કોઈ વેરિયન્ટ ત્યારે ચિંતાજનક માનવામાં આવે છે જ્યારે તે વધુ ચેપી હોય છે અને ગંભીર બીમારીનું કારણ બની શકે. ડબ્લ્યુએચઓ પણ આ પર નજર રાખી રહ્યું છે.

દેશ અને દુનિયામાં આના કેટલા કેસ છે?

image source

ભારત, અમેરિકા, બ્રિટન, કેનેડા, જાપાન, નેપાળ, પોલેન્ડ, પોર્ટુગલ, રશિયા, સ્વિટ્ઝર્લેન્ડ અને તુર્કીમાં લગભગ 200 કેસ મળી આવ્યા છે. જોકે, ભારત અને બ્રિટનમાં મોતનો કોઈ કેસ નોંધાયો નથી. 11 જૂનના રોજ પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ બુલેટિનમાં ભારતમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટની જાણ કરવામાં આવી. તે જ સમયે, કોવિડ ટાસ્ક ફોર્સના વડા વી.કે.પૌલેના મતે, માર્ચમાં યુરોપમાં વેરિએન્ટના કેસો નોંધાયા હતા.

શું આ ત્રીજી લહેરનું કારણ બની શકે?

આ અંગે કોઈ નક્કર અભ્યાસ થયો નથી. પરંતુ મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગે ગયા અઠવાડિયે એક પ્રેઝન્ટેશન આપ્યું હતુ જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરનું કારણ ડેલ્ટા પ્લસ હોઈ શકે છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, ડેલ્ટા પ્લસ ખૂબ જ ચેપી છે અને ફેફસાના કોશિકાઓના રીસેપ્ટર સાથે મજબુતીથી ચોટવામાં સક્ષમ છે. આને કારણે ફેફસામાં વહેલી તકે નુકસાન થવાની સંભાવના છે. તે મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલને પણ હરાવવામાં સક્ષમ છે.

સાવચેત રહેવાની જરૂર છે: ગુલેરિયા

image source

ભારતમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનો ફેલાવો મર્યાદિત છે, પરંતુ આપણે સાવધ રહેવાની જરૂર છે. કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને આને મોટા પ્રમાણમાં ટાળી શકાય છે. ડેલ્ટા પ્લસ સહિતના અન્ય પ્રકારોને ધ્યાનમાં રાખીને આગામી 6-8 અઠવાડિયા ખૂબ નિર્ણાયક છે. ડેલ્ટા વેરિયન્ટ સામે કોવેક્સિન અને કોવિશિલ્ડ અસરકારક છે. રસીકરણ પછી હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર રહેશે નહીં.