UPIનો ઉપયોગ કરનારા માટે આાવ્યા મોટા સમાચાર, શરૂ કરાઈ આ નવી હેલ્પલાઈન સર્વિસ

ગ્રાહકોની ફરિયાદોનો ઉકેલ લાવવા માટે એક પારદર્શી અને ગ્રાહકોને અનુકૂળ મેકેનિઝમ વિકસિત કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આધારે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ બીએચઆઈએમ યૂપીઆઈ પર યૂપીઆઈ હેલ્પલાઈનની સુવિધા શરૂ કરી છે. તેના આધારે હવે બીએચઆઈએમ યૂપીઆઈના ગ્રાહકોને તેમની સમસ્યાના નિવારણ માટે સારી અને પરેશાની વિનાની સુવિધા મળી શકશે.

image source

UPI એટલે કે યૂનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ તેમાં તમારી મદદ કરી શકે છે. આ મોબાઈલ ફોનની મદદથી એક ખાતામાંથી અન્ય ખાતામાં તરત રૂપિયા મોકલવાની સુવિધા આપે છે. એપની મદદથી પેમેન્ટ ફક્ત મોબાઈલથી કરવામાં આવે છે. UPIનો ઉપયોગ કરવા માટે તમારી પાસે મેંબર બેંકનું ખાતું હોવું જરૂરી છે.

શરૂ કરાઈ નવી હેલ્પ ડેસ્ક

UPI હેલ્પની મદદથી બીએચઆઈએમ યૂપીઆઈ ઉપયોગકર્તા અનેક કામને માટે પોતાના એપનો ઉપયોગ કરી શકે છે.

image source

પેન્ડિંગ ટ્રાન્ઝેક્શનને માટે સ્થિતિની તપાસ કરવી.

લેનદેનની ફરિયાદ કરવી, જેને પ્રોસેસ નથી કરાઈ તેવી રિકવેસ્ટ કે જે રૂપિયા લાભાર્થીને મળ્યા નથી.

મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન સંબંધી ફરિયાદ પણ કરી શકાશે.

UPI હેલ્પની મદદથી વ્યક્તિથી વ્યક્તિ લેનદેનની ફરિયાદોને ઓનલાઈન ઉકેલી શકાશે. આ સિવાય લંબિત લેન દેનના કેસમાં જ્યાં ઉપયોગકર્તા કોઈ કાર્યવાહી કરતા નથી, યૂપીઆઈ હેલ્પ એપ પર લેનદેનની અંતિમ સ્થિતિને ઓટો અપડેટ કરવાનું પણ સતત ચાલુ રહેશે.

image source

શરૂઆતના સમયમાં એનપીસીઆઈએ ભારતીય સ્ટેટ બેંક, એક્સિસ બેંક, એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના ગ્રાહકોને માટે બીએચઆઈએમ એપ પર આ સેવાની શરૂઆત કરી છે. જલ્દી પેટીએમ પેમેન્ટ્સ બેંક અને ટીજેએસબી સહકારી બેંકના ગ્રાહક પણ યૂપીઆઈ- હેલ્પનો લાભ લઈ શકશે. યૂપીઆઈમાં ભાગ લેનારા અન્ય બેંકના ઉપયોગકર્તા આવનારા મહિનામાં યૂપીઆઈ હેલ્પનો ફાયદો લઈ શકશે.

ઓડીઆરને શરૂ કરવા માટે આરબીઆઈની પહેલ ગ્રાહકોને વિશ્વાસ પૂર્ણ ડિજિટલ પેમેન્ટને અપનાવવા અને કેશલેસ લેનદેનના પંથે ચાવવા માટે પ્રેરિત કરી રહી છે. અન્ય બેંક પણ ગ્રાહક સંરક્ષણને માટે ફોકસ્ડ ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમ બનાવવા માટે યૂપીઆઈ- હેલ્પને લાગૂ કરવાના પ્રયાસ કરી રહી છે.

image source

UPI હેલ્પ ખાસ કરીને ફ્યૂચર પ્રૂફિંગ ગ્રાહક ફરિયાદ નિવારણ તંત્રને માટે ટેક્નોલોજી અને ઈનોવેશનના મેલનું એક ઉદાહરણ છે. UPI હેલ્પની શરૂઆત બાદ નક્કી રીતે વધારે ઉપયોગકર્તા પહેલાથી વધારે વિશ્વાસની સાથે યૂપીઆઈ લેનદેન કરી શકે છે અને આ રીતે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને અપનાવનારા લોકોની સંખ્યામાં પણ સારા વધારાની સંભાવના રહી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!