Site icon News Gujarat

વેકસીન મુકાવતા પહેલા અને પછી શું ખાશો? જાણો શું કહે છે આ વિશે એક્સપર્ટસ…

1 મેથી એટલે કે આજથી 18 વર્ષથી ઉપરના બધા લોકો વેકસીન મુકાવી શકશે. કોરોનાના વધતા કેસને જોતા લોકો આતુરતાથી
વેકસીન મુકાવવાની રાહ જોઈ રહ્યા છે. વેકસીનનો વધુમાં વધુ ફાયદો શરીરને મળી શકે એ માટે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું
જરુરી છે. જેમ કે વેકસીન મુકાવ્યા પહેલા શુ ખાઓ અને કઈ વસ્તુઓથી દૂર રહો.

આલ્કોહોલથી દૂર રહો.

image source

જો તમે દારૂ પિતા હોવ તો વેકસીન મુકાવ્યના અમુક દિવસ પહેલા એનાથી દૂર રહો. વેકસીન લગાવ્યાના થોડા દિવસ પછી પણ દારૂ
ન પીવો. અમુક લોકોને વેકસીનના સામાન્ય સાઈડ ઇફેક્ટ થાય છે અને અમુક લોકોને એ ગંભીર પણ હોઈ શકે છે. તાવ, માથું દુઃખવું,
થાક લાગવો, શરીર દુઃખવું અને ઉલટી થવી એ વેક્સિનના સામાન્ય સાઈડ ઇફેક્ટ છે. દારૂનું થોડું પ્રમાણ પણ શરીરમાં ડિહાઇડ્રેશન
વધારી શકે છે જેના કારણે આ સામાન્ય સાઈડ ઇફેક્ટ ગંભીર રૂપ લઈ શકે છે.

એ પણ જોવામાં આવ્યું છે કે દારૂ ઇમ્યુન સિસ્ટમ પર દબાણ નાખે છે. આલ્કોહોલ રિસર્ચ પત્રિકામાં છપાયેલી એક સ્ટડી અનુસાર
દારૂનું વધુ પ્રમાણ અને કમજોર ઇમ્યુન સિસ્ટમ વચ્ચે સીધો સંબંધ છે. દારૂ પીવાથી જલ્દી અને ગાઢ ઊંઘ આવે છે. એનાથી સારી
ઊંઘ લેવાની પ્રક્રિયામાં બાધા આવે છે જેની અસર ઇમ્યુન ફંક્શન પર પણ પડે છે.

ખાવાનું અને સુવાનું ધ્યાન રાખો.

image source

વેકસીન લેવાના એક દિવસ પહેલા પૂરો આરામ કરી લો. એનાથી તમારી ઇમ્યુન સિસ્ટમ સારી પ્રતિક્રિયા આપશે. વેકસીન મુકાવ્યના
એક દિવસ પહેલા રાત્રે સારી ઊંઘ લો અને ડિનર ડાયટ પર ખાસ ધ્યાન આપો. એક અભ્યાસ અનુસાર ફાઈબરનું ઓછું પ્રમાણ (ફળ,
શકભાજી, આખા અનાજ, દાળ, સુકામેવા અને સિડ્સ) અને સેચ્યુરેટેડ ફેટ અને સુગર (ફેટી મીટ, ડેરી પ્રોડક્ટ્સ અને મીઠાઈ) શરીરને
સરખી મજબૂતી નથી આપતા અને એના કારણે ઊંઘ પણ સારી નથી આવતી.

એક અભ્યાસ અનુસાર ફાઈબરનું વધુ પ્રમાણ લેવાથી સારી અને ગાઢ ઊંઘ આવે છે. અભ્યાસમાં સામેલ જે વોલેન્ટીયર્સએ
ડાયતિશીયને આપેલું ભોજન લીધું એ એ લોકોની સરખામણીમાં જલ્દી સુઈ ગયા જે લોકોએ પોતાની મરજી મુજબ જમયુ હતું.હેલ્થ
એક્સપર્ટનું કહેવું છે કે રાતનું ભોજન એવું હોવુ જોઈએ જેનાથી ઊંઘ જલ્દી અને સારી આવે. વેકસીન મુકવવાના એક દિવસ પહેલા
ડિનરમાં સૂપ અને સલાડ ખાવાની કોશિશ કરો. બ્રોકલી, બીન્સ કે ફ્રાય શાકભાજી ખાવું વધુ ફાયદાકારક રહેશે.

તાજા ફળો અને સુકામેવા ખાઓ.

image source

જો તમે ડિનર જલ્દી કરી લીધું છે અને સુતા પહેલા તમે ભૂખ લાગે છે તો ત્યારે તાજા ફળો કે ડ્રાય ફ્રૂટ્સ ખાઓ. ધ્યાન રાખો કે તમે જે
પણ ખાઓ એ સુતા પહેલા સંપૂર્ણપણે પચી જાય. કઈ પણ ખાધા પછી તરત સુવા ન જાઓ ઓછામાં ઓછા ત્રણ કલાકની ગેપ
રાખો. બેડ પર જવાના 6 કલાક પહેલાં કોફી પીવાનું બંધ કરી દો. સુતા પહેલા લિકવિડ ડાયટ ન લો જેથી તમે અડધી રાત્રે વારંવાર
બાથરૂમ જવાથી બચી શકો.

સારી રીતે હૈદરેટેડ રહો.

વેકસીન લેતા પહેલા અને પછી તમે કેવું ફિલ કરો છો એનો ઘણો આધાર એના પર રહેલો છે કે તમે કેટલા હાઇડ્રેટેડ છો. એક અભ્યાસ
અનુસાર સ્ત્રીઓએ દરરોજ 2.7 લીટર અને પુરુષોએ 3.7લીટર લિકવિડ ફૂડની જરૂર હોય છે.

image source

જો તમને તરસ ઓછી લાગે છે તો તમે એ માટે એલાર્મ ઓન મૂકી શકો છો જેથી તમે સમય સમય પર પાણી પીતા રહો. જો તમે દર
વખતે સાદું પાણી ન પી શકતા હોય તો થોડી થોડી વારે લીંબુ સરબત પીઓ. તમે ફળો અને કાકડી પણ ખાઈ શકો છો. એનાથી પણ
શરીરમાં પાણીની કમી પુરી થાય છે

આખા અનાજ વાળું ભોજન લો.

એક અભ્યાસ અનુસાર ખાનપાનની સારી આદતો કોવિડ 19ને કાબુમાં લેવા માટે જરુરી છે. તો વેકસીનના પ્રભાવ અને
ન્યુટ્રિશિયનના સંબંધે પણ એક સ્ટડી કરવામાં આવી છે જે હજી પ્રકાશિત નથી થઈ. આ સ્ટડી અનુસાર ન્યુટ્રિશિયન અને એન્ટી
ઈંફ્લેમેટ્રી વાળા આખા અનાજ ખાવાથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે

10/14

પેટ ભરેલું રાખો.

image source

વેકસીન મુકાવ્યા પછી ઘણા લોકો બેહોશી અનુભવે છે. જો કે ઘણીવાર એ તણાવ કે પછી પીડાના કારણે પણ થઈ શકે છે. એનાથી
બચવા માટે વેકસીન લગાવતા પહેલા પાણી પીઓ, લિકવિડ ડાયટ લો અને પેટ ભરેલું રાખો.

અપોઇન્ટમેન્ટ સમયનું ખાસ ધ્યાન રાખો.

જો તમને વેકસીન મુકાવવાની અપોઈન્ટમેન્ટ સવારના સમયે મળી છે તો બ્રેકફાસ્ટમાં ઓટ્સ, ફળ અને સિડસ ખાઓ. તમે
શાકભાજી, અવેકાળો અને ઓમલેટ પણ ખાઈ શકો છો. જો તમારી એપોઇન્ટમેન્ટ બપોરની હોય તો વધુ પ્રમાણમાં લીલા શાકભાજી,
દાળ અને સલાડ ખાઓ.

સ્મૂધી, દહીં અને કેળા ખાઓ.

image source

જો તમે વેકસીન મુકાવવાને લઈને ગભરાતા હોવ અને કઈ પણ ખાવાનું મન ન થઈ રહ્યું હોય તો સ્મૂધી, દહીં અને કેળા ખાઓ. તમે
ઇચ્છો તો લીલા શાકભાજી અને ફળોનું જ્યુસ પણ પી શકો છો. એનાથી તમારો મૂડ તો સારો રહશે જ તમને એનર્જી પણ મળશે.

વેકસીન લગાવ્યા પછી શું ખાઓ અને શું ન ખાઓ.

અમુક લોકો વેકસીન મુકાવ્યા પછી ઉલટી જેવું થાય છે એનાથી બચવા માટે તમે વેકસીન લગાવ્યા પછી એવી વસ્તુઓ ખાઓ જે
સરળતાથી પચી જાય.તમે સૂપ કે પછી નારિયેળ પાણી પી શકો છો. કેળા, તરબૂચ, બ્રાઉન રાઇસ કે બટાકા ખાવા પણ ફાયદાકારક
રહેશે.

આ વાતનું રાખો ધ્યાન.

image source

વેકસીનના સાઈડ ઇફેક્ટ થોડા દિવસમાં જતા રહેશે પણ ખાનપાન સાથે જોડાયેલી સારી આદતો તમને હંમેશા સ્વસ્થ રાખશે. જો
તમે આ મહામારીના કારણે તણાવમાં ચો અને પોતાની જાત પર ધ્યાન નથી આપી શકતા તો વેકસીનની આ પ્રક્રિયાને એક અવસરના
રૂપે લો અને એક હેલ્ધી રૂટિન બનાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version