માતા-પિતા બન્યા બાદ વિરુષ્કાની મીડિયાને નમ્ર અપીલ, અમારી દીકરીની કોઈ તસવીર ન ખેંચતા, જાણો કેમ કહ્યું આવું

હાલમાં વિરુષ્કા ખુબ જ ચર્ચામાં છે. કારણ કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલ અને પત્ની અભિનેત્રી અનુષ્કા શર્માના ઘરે દીકરીનો જન્મ થયો છે. વિરાટ અને અનુષ્કાના કરોડો ચાહકો પણ એ પળની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા. વિરાટ અને અનુષ્કાના ઘરે દીકરી અવતરી છે. જો વિગતે વાત કરીએ તો વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા 11 જાન્યુઆરીએ પ્રથમ બાળકના માતા-પિતા બન્યા હતા. ત્યારે આપણે પહેલાથી જ જોવા મળી રહ્યું છે કે તે તેની પ્રાઈવર્સીને લઈને ખૂબ જ સજાગ છે અને તેની દીકરીની તસવીર મીડિયામાં આવે એવું જરાય નથી ઈચ્છતાં.

image source

આ સાથે જ વિરાટ અને અનુષ્કાએ આ અંગે નિવેદન પણ બહાર પાડ્યું છે અને ફોટોગ્રાફર્સને સહયોગ આપવા અપીલ કરી છે. જો કે એક વાત એ પણ છે કે અનુષ્કાએ ગર્ભાવસ્થા દરમિયાન પહેલાથી જ કહ્યું હતું કે તે તેના બાળકને મીડિયાની લાઈમલાઈટથી દૂર રાખવા માંગે છે. ત્યારે હવે અનુષ્કાનું વર્તન કંઈક એવું જ છે. દીકરીના જન્મ પછી વિરાટે સોશિયલ મીડિયા પર સમાચાર શેર કર્યા હતા અને પ્રાઈવર્સીની વાત કરી હતી તેમજ ફેન્સ અને મીડિયાને વિનંતી કરી હતી. આ સાથે જ વિરાટ અને અનુષ્કાએ સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે.

image source

આ સત્તાવાર નિવેદનમાં એવું લખ્યું છે કે તમે આ વર્ષે અમને ખુબ પ્રેમ આપ્યો એ માટે આભાર, અમે તમારી સાથે આ વિશેષ ક્ષણની ઉજવણી કરીને ખુશ છીએ. માતાપિતા તરીકે અમારી તમને એક સામાન્ય વિનંતી છે. અમે અમારા સંતાનની પ્રાઈવર્સી રાખવા માંગીએ છીએ, આ માટે અમને તમારી મદદ અને સહાયની જરૂર છે. વિરુષ્કા તરફથી આવેલા નિવેદનમાં એ પણ લખ્યું છે કે, અમે હંમેશાં ધ્યાનમાં રાખીએ છીએ કે અમારી પાસેથી જે કોન્ટેન્ટ તમારે જોઈએ એ મળતો રહે. અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે એવો કોઈ કોન્ટેન્ટ ન લો કે જેમાં અમારું સંતાન હોય. અમે જાણીએ છીએ કે તમે સમજશો અને આ માટે અમે તમારો આભાર માનીએ છીએ. હવે આ નિવેદનની પણ હાલમાં ભારે ચર્ચા કરવામાં આવી રહી છે અને વાયરલ થઈ રહ્યું છે.

લોકો હાલમાં વિરુષ્કાની દીકરીની પહેલી તસવીર જોવાની વાત કરે છે ત્યાં તો વિરાટના ભાઈ વિકાસ કોહલીએ બાળકીની પગલીઓ મુકી હતી. તેમણે કહ્યુ કે એન્જલનું ઘરે દિલથી સ્વાગત છે. પરિવારમાં આપનું સ્વાગત છે. અનુષ્કા શર્માએ સોમવારે બપોર પછી પુત્રીને જન્મ આપ્યો હતો. વિરાટ કોહલીએ આ સમાચાર તેના મિત્રો અને ચાહકોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેની ખુશી જાહેર કરી છે. પણ આ તસવીર ખોટી હતી અને જેની તેઓએ પછીથી ચોખવટ પણ કરી હતી.

image source

આ પહેલાં અનુષ્કાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તે અને વિરાટ તેમના બાળકને સોશિયલ મીડિયાથી દૂર રાખવા માંગે છે. અનુષ્કાએ કહ્યું કે તેઓ નથી ઇચ્છતા તેમના બાળકને બીજા બાળકથી વિશેષ બનાવવું જોઈએ.

image source

તે જ સમયે, અનુષ્કાએ એમ પણ કહ્યું હતું કે તેણે બાળક માટે જેન્ડર ન્યુટ્રલ નર્સરી તૈયાર કરી છે. હું નથી ઇચ્છતી કે છોકરીઓએ ગુલાબી અને છોકરાઓને વાદળી કપડા પહેરવા જોઈએ. બધા રંગ મારા ઉછેરમાં હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત