Site icon News Gujarat

જયા બચ્ચન: બોલિવૂડના ભગવાનની પત્નીનો સ્વભાવ પણ અલગ જ છે. ચાલો જાણીએ તેના વિશે…

બોલીવુડના શહેનશાહ એવા અમિતાભ બચ્ચનના પત્ની અને જાજરમાન અભિનેત્રી જયા બચ્ચનનો જન્મ 9 એપ્રિલ 1948માં થયો. અભિનેત્રી અને સાંસદ જયા બચ્ચન આજે પોતાનો 73મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યા છે. જયા બચ્ચને માત્ર 15 વર્ષની ઉંમરમાં પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી દીધી હતી. જયાએ વર્ષ 1963માં સત્યજીત રેની બંગાળી ફિલ્મ મહાનગરમાં સપોર્ટિંગ અભિનેત્રીનો રોલ કર્યો હતો.

image source

અહીંથી જ અભિનેત્રીએ પોતાના સપનાને પૂરા કરવાનું શરૂ કર્યુ. ફેન્સ અને શુભેચ્છકો જયાને સોશિયલ મીડિયા દ્વારા બર્થ ડેની શુભકામના પાઠવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા દીકરા અભિષેક અને દોહિત્રી નવ્યા નવેલી નંદાએ પણ જયા બચ્ચનને ખાસ તસવીરો સાથે શુભકામના આપી છે.

image source

અભિષેક બચ્ચને પોતાની વહાલી મમ્મીની મોનોક્રોમ તસવીર શેર કરી છે. જયા બચ્ચનના યુવાનીના દિવસોની આ તસવીર ફેન્સ અને સેલેબ્સને ખૂબ પસંદ આવી રહી છે. અભિષેકે આ તસવીર શેર કરતાં લખ્યું, “હેપી બર્થ ડે મા, લવ યુ,”

આ તસવીર પર રિતિક રોશન, ઈશા દેઓલ, બોબી દેઓલ સહિતના સેલેબ્સ કોમેન્ટ કરીને જયા બચ્ચનને બર્થ ડેની શુભકામના આપી છે. રિતિક રોશને લખ્યું, “હેપી બર્થ ડે જયા આંટી.” ઈશાએ લખ્યું, “હેપી બર્થ ડે. લવ યુ જયા આન્ટી.” તો નવ્યા નવેલી નંદાને નાનીનો આ ફોટોગ્રાફ એટલો પસંદ આવ્યો કે કોમેન્ટમાં લખ્યું, “ચોરી રહી છું.” આ તસવીરમાં નીચે જયાની સહી જોવા મળી રહી છે. ‘જયા ભાદુરી’એ સૌનું ધ્યાન ખેંચ્યું છે.

image source

જાણવા મળે છે કે, ગયા વર્ષે કોરોના ની મહામારી ના લીધે બચ્ચન પરિવાર જયા નો બર્થ ડે નહોતો ઉજવી શક્યો. ગયા વર્ષે જયા બચ્ચન પોતાના પરિવાર થી દુર દિલ્હીમાં ફસાઈ ગયા હતા. આ વખતે પણ મહારાષ્ટ્ર સહિત આખા દેશમા કોરોના ની સ્થિતિ ગંભીર છે ત્યારે બચ્ચન પરિવાર પોતાના ઘરે જ જયાની બર્થ ડેનું નાનકડું સેલિબ્રેશન કરી શકે છે. બર્થ ડે પહેલા જયા બચ્ચન ચૂંટણી પ્રચારમાં ભાગ લેવા પશ્ચિમ બંગાળ ગયા હતા.

image source

તેમણે ખુલાસો કરતા જણાવ્યું કે, ફિલ્મ જંજીરની સફળતા બાદ સેલિબ્રેટ કરવા માટે તેમને મિત્રો સાથે લંડન જવું હતું. જયા પણ તે સમયે સાથે લંડન જવાના હતા. ત્યારે બંનેના લગ્ન નહોતા થયા. આ બાબતની જાણ જ્યારે તેમના પિતા હરિવંશરાય બચ્ચનને થઇ, ત્યારે તેમણે પૂછ્યું કે લંડન કોણ કોણ જઇ રહ્યું છે? ત્યારે અમિતાભે કહ્યું કે, કેટલાક મિત્રો અને જયા સાથે જઇ રહ્યાં છે. ત્યારે હરિવંશરાયે કહ્યું કે, જવું હોય તો જયા સાથે પહેલા લગ્ન કરીને પછી જાવ.

image source

કેમ ઉતાવળા બન્યા હતા અમિતાભ?

બિગ બી પહેલા પણ આ કિસ્સાને પોતાના બ્લોગમાં લખી ચૂક્યા છે. બ્લોગમાં તેમણે લખ્યું હતું કે, આગલા દિવસે લગ્નની બધી જ તૈયારીઓ કરવામાં આવી. બંને પરિવારોને આ બાબત વિષે જાણ કરવામાં આવી અને પંડિતજીને પણ કહી દેવામાં આવ્યું. આ સિવાય જે દિવસે લગ્ન હતા, તે જ દિવસે તેમને લંડનની ફ્લાઇટ પણ હતી.

image source

તેથી ફ્લાઇટના સમય પહેલા લગ્નવિધિ પૂરી કરવી જરૂરી હતી. લગ્નના દિવસે અમિતાભે ભારતીય પોશાક પહેર્યા હતા અને એ જ વસ્ત્રોમાં ગાડીમાં બેસવા લાગ્યા. ત્યારે તેમના ડ્રાઇવર નાગેશે તેમને કારમાંથી ઉતારીને કહ્યું કે તમે પાછળ બેસો, કારણ કે તે ગાડીને જ ઘોડી સમજીને ચલાવવા લાગ્યા હતા.

image source

જયા બચ્ચન ને તેમના શાનદાર અભિનય માટે 3 વખત બેસ્ટ અભિનેત્રીનો ફિલ્મફેર અવોર્ડ મળી ચૂક્યો છે અને તેમને 3 વખત બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રીનો ફિલ્મફેર અવોર્ડ પણ મળ્યો છે. વર્ષ 1992માં જયા બચ્ચનને પદ્મશ્રી અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version