સૌરાષ્ટ્રના કેપ્ટન ઉનડકટ બંધાયા લગ્નના બંધનમાં, લગ્ન પહેલા રીની સાથે કર્યો સાલસા ડાન્સ, અને મિત્રો સાથે રમ્યો મેચ, જુઓ VIDEO

છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓની સગાઈ અને લગ્નની જાણે સીઝન ચાલી રહી છે. તેની શરુઆત ભારતના મિસ્ટ્રી બોલર યુઝવેન્દ્ર ચહલે કરી હતી. તેણે તેના લગ્નની જાહેરાત ડિસેમ્બરમાં કરી હતી. તેવામાં હવે અન્ય એક ભારતીય ખેલાડી લગ્નના બંધનમાં બંધાયા છે. આ ખેલાડી છે ભારતીય ટીમના સ્ટાર બોલર જયદેવ ઉનડકટ.

image source

જયદેવે તેની મંગેતર રીની સાથે લગ્ન કર્યા છે. ખાસ વાત એ છે કે આ લગ્ન ગુજરાતના આણંદ શહેરના મધુબન રિસોર્ટમાં થયા હતા. મંગળવારે રાત્રી આ લગ્ન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં કોરોનાને ધ્યાનમાં રાખી મહેમાનોને આમંત્રિત કરાયા હતા જેથી વધુ સંખ્યામાં લોકો હાજર ન હતા. લગ્નમાં ફક્ત પરીવારના નજીકના લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જો કે આ લગ્નની વધુ ચર્ચા પણ થઈ ન હતી. પરંતુ લગ્ન બાદ તેની તસવીરો વાયરલ થવા લાગી છે.

image source

જણાવી દઈએ કે જયદેવ ઉનડકટની પત્ની રીની વ્યવસાયે વકીલ છે અને બંનેએ ગયા વર્ષે માર્ચમાં સગાઈ કરી હતી. જો કે બંનેએ ફેબ્રુઆરી 2021માં થનાર લગ્નની તારીખો કોઈની સાથે શેર કરી ન હતી. જો કે, ઉનડકટ સોશિયલ મીડિયા પર રીની સાથે ફોટા પોસ્ટ કરતો રહે છે. જયદેવ અને રીની બંને ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

image source

હવે બંનેના લગ્ન સંપન્ન થયા છે અને ગુજરાતના આણંદના રીસોર્ટમાં થયેલા લગ્ન સમારોહના વીડિયો પણ વાયરલ થયા છે. આ વીડિયોમાં ઉનડકટ અને રીનીના પરિવારનો મ્યુઝિક વીડિયો વાયરલ થયા હતા. જયદેવના લગ્નમાં સોમવારે સંગીત સમારોહ યોજાયો હતો. જેમાં જયદેવએ રીની સાથે સાલસા ડાન્સ કર્યો હતો.

image source

જેના વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યા હતા. જો કે આ વીડિઓ ઉનડકટ દ્વારા નહીં પરંતુ તેના મિત્રોએ શેર કર્યા હતા. એક ક્રિકેટરના લગ્ન હોય અને તેમાં ક્રિકેટ ન હોય તેવું તો કેમ બને. રીસોર્ટમાં લગ્ન પહેલાના ફ્રી સમયમાં એક ક્રિકેટ મેચ પણ રમવામાં આવી હતી.

image source

કોરોના મહામારીના કારણે આ કપલે પણ તેમના લગ્નમાં ખૂબ ઓછા લોકોને આમંત્રિત કર્યા હતા. જો કે આણંદ ખાતે જયદેવના લગ્નમાં બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહ અને તેમનો પુત્ર જયદેવ શાહ પણ જોવા મળ્યા હતા. આ સિવાય ગુજરાતી અભિનેત્રી ભક્તિ કુબાવત અને સૌરાષ્ટ્રના ખેલાડીઓ લગ્નમાં હાજર રહ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત