જે ઉંમરમાં બાળકો સાઈકલ ચલાવતા ડરે છે તે ઉંમરમાં રાજકોટનો બાળક 120ની ઝડપે કાર ચલાવે છે

ભારતમાં ફોર્મુલા કાર રેસિંગની દિવાનગી હવે ધીમે ધીમે વધતી જાય છે. લોકોને હવે રફતારની આ ગેમમાં મજા આવી રહી છે. જો કે હજુ પણ ક્રિકેટની જેમ આ ગેમ ભારતમાં એટલી ફેમસ નથી. જો કે આજે અમે તમને જે બાળક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેના માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશનું નામ રોશન કરી રહ્યો છે.

image source

તમને જણાવી દઈએ કે રંગીલા રાજકોટના માત્ર 10 વર્ષના જાગ્રત દેત્રોજાએ ભારતનું નામ યુરોપમાં ફોર્મુલા કાર્ટ રેસિંગમાં રોશન કર્યું છે. નોંધનિય છે કે, જાગ્રતના પિતાએ આ અંગે કહ્યું કે, તેમના પુત્ર જાગ્રતને 7 વર્ષની ઉંમરથી જ રેસિંગનો શોખ જાગ્યો હતો જેના કારણે અમે સ્પેનના વેલેનસિયામાં સ્થાયી થયો અને સાથે સમગ્ર પરિવાર પણ તેમની સાથે સ્પેનમાં રહેવા લાગ્યો.

image source

જાગ્રતના પિતાએ આ અંગે વધુમાં કહ્યું કે, તેમણે 7મા વર્ષે નેશનલ રોટેક્ષ કાર રેસિંગમાં ભાગ લીધો હતો અને સારી એવી સિદ્ધી મેળવી હતી. નોંધનિય છે કે, વર્તમાન સમયમાં સમગ્ર યુરોપમાં જાગ્રત એક માત્ર ભારતીય કાર્ટ ડ્રાઈવર છે, આ ઉપરાંત અંહી યોજાતી દરેક ચેમ્પિયનશિપમાં ભાગ લઇ રહ્યો છે. તેમના પિતાએ વધુમાં કહ્યું હતું કે, મારા પુત્રનો રેસિંગ પ્રત્યેનો શોખ જોતા તેને રેસિંગ ક્ષેત્રે આગળ વધારવા માટે સતત પ્રોત્સાહિત કરી રહ્યા છે. તેમના પિતાના જણાવ્યા અનુસાર તેમનો પુત્ર જાગ્રત દરેક વખતે કહે કે, જ્યાં પેસન અને શોખ જોડાયેલો હોઈ ત્યાં કોઈ પ્રકારનું જોખમ રહેતું નથી અને જો જોખમ હોય તો પણ તેની સાથે જીવવાની મજા અલગ જ હોય છે.

image source

તમને જણાવી દઈએ કે, દરેક રેસ ઓછામાં ઓછા 35 પ્રતિદ્વંદી સાથે યોજાઈ છે, જેમાં એક્સિડન્ટ થવાનો ભય સતત રહે છે, જો કે, રેસિંગને જ પોતાની કેરિયર બનાવી ચુકેલ જાગ્રત દરેક રેસમાં સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, માત્ર 10 વર્ષની ઉંમર હોવા છતાં જાગ્રત કાર્ટમાં 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવી શકે છે. નોંધનિય છે કે, ભારતમાં કાર્ટ રેસિંગ અંગે ખૂબજ ઓછી જાગૃતતા જોવા મળી રહી છે, અને જે પ્રકારે ટ્રેકનું નિર્માણ થવું જોઈએ તે પણ યોગ્ય રીતે જોવા મળતું નથી. કદાચ જાગ્રતની આ સિદ્ધી જોઈને અન્ય બાળકોને પણ આ અંગે પ્રોત્સાહન મળશે.

image source

આ અંગે તેમના પિતાએ કહ્યું કે, ફોરેનમાં વસવાટ કરવા પાછળનો મુખ્ય ઉદેશ્ય એ છે કે, અમારો બાળક જે ક્ષેત્રે આગળ વધવા માગતો હોય તેને પુરતું સ્થાન મળી રહે છે. જાગ્રતના પિતા મયૂરભાઈ દેત્રોજાએ કહ્યું હતું કે, હાલ જે રીતે તેમનો બાળક રેસિંગ માટે સતત મહેનત કરી રહ્યો છે જેના માટે તે વર્ષના 52 સપ્તાહમાંથી 42 સપ્તાહ જાગ્રત અને તેની માતા રેસિંગ સર્કિટ પર વિતાવે છે અને રેસ માટે સમગ્ર યુરોપમાં પ્રવાસ કરવો પડે છે. નોંધનિય છે આ બાળકની લગન જોઈને ભલભલા લોકોને તેમના પ્રત્યે માન ઉપઝે. તેમના પિતાએ કહ્યું કે, જાગ્રતનું એક માત્ર સ્વપ્ન એ છે કે, તે પોતાનું અને પોતાના દેશનું નામ ફોર્મુલા રેસિંગ ક્ષેત્રે વધુ રોશન કરે. નોંધનિય છે કે જાગ્રતે અત્યાર સુધીમાં ઘણી સ્પર્ધામાં સફળતા મેળવી છે અને હજુ પણ સતત મહેનત કરી રહ્યો છે જેને કારણે આવનારા સમયમાં ભારતનું નામ વિશ્વ ફલક પર રોશન કરશે તેમા કોઈ શંકા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!