Site icon News Gujarat

તારક મહેતા’…ની જૂની સોનુંની આ બોલ્ડ તસ્વીરો તમારા હોંશ ઉડાવી દેશે, PICS

તારક મેહતા…ની જુની સોનું એટલે કે ઝીલ મેહતાની બોલ્ડ તસ્વીરો તમારા હોશ ઉડાવી દેશે – જુઓ જુની સોનુંનો આ નવો અંદાજ

તારક મેહતા કા ઉલ્ટા છશ્મા શો આજે પણ પહેલા જેટલો જ દર્શકો વચ્ચે લોકપ્રિય છે. શોને તાજેતરમાં જ 12 વર્ષ પુરા થઈ ગયા છે, આ દરમિયાન કેટલાએ કલાકારો બદલાઈ ગયા છે, પણ ફેન્સમા આજે પણ બધા જ એક્ટર્સ પહેલા જેટલા જ લોકપ્રિયતા ધરાવે છે. તેમાંનું એક પાત્ર હતું ભીડેની દીકરી સોનુનું. હાલ સોનુના પાત્રનો ચહેરો ત્રીજીવાર બદલાયો છે. પણ સૌ પ્રથમ સોનુનું પાત્ર ઝીલ મેહતા ભજવતી હતી. અને તેણીનો ચહેરો ઘરે ઘરે જાણીતો બની ગયો હતો. ત્યાર બાદ તેણીએ પોતાના અભ્યાસને આગળ વધારવા માટે સિરિયલ છોડી હતી.

પણ તાજેતરમાં ઝીલ મેહતાની એક તસ્વીર સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આત્મારામ ભિડેની દીકરી સોનૂ ભિડેનો રોલ સૌથી પહેલાં ઝીલ મેહતાએ નિભાવ્યો હતો. ઝીલ ઘણા સમય પહેલાં તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી ચૂકી હતી, પણ ફેન્સ તેણીને આજે પણ ભૂલ્યા નથી. એક્ટ્રેસ સોશિયલ મિડિયા પર ખાસ એક્ટિવ રહે છે. તેમના ઇન્સ્ટાગ્રામ પર તેમની સુંદર તસ્વીરો છે, જેને જોઈને તમે પણ તેના પર ફિદા થઈ જશો. આ દરમિયાન ઝીલની એક તસ્વીર લોકો ખૂબ જોઈ રહ્યા છે. આ તસ્વીરમાં તેણી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. તેમાં તેણીએ બ્લેક ડ્રેસ પહેર્યો છે.

ઝીલ પોતાની આ તસ્વીરમાં કેમેરાને જોઈને સુંદર પોઝ આપી રહી છે. તેણીના ખુલા વાળ તેણીને ઓર વધારે સુંદર બનાવી રહ્યા છે. આ તસ્વીર પર ફેન્સ ખૂબ રિએક્ટ કરી રહ્યા છે. એક મિડિયા યુઝર લખે છે, ‘તમારી તસ્વીર માટે કોઈ શબ્દ જ નથી. તો વળી એક લખે છે, ‘તમને જોઈને દર વખતે મારું હૃદય પિઘળી જાય છે,’, જ્યારે બીજો એક યુઝર લખે છે, ‘તમારી આંખો જીવ લઈ લેશે.’ તો વળી બીજા ફેને લખ્યું છે, ‘તમને ફેન્સ તારક શોમાં ખૂબ મિસ કરી રહ્યા છે.’ તો બીજાએ લખ્યું છે, ‘ટપ્પુ સાથે તમારી જોડી સૌથી સારી લાગતી હતી.’

ઝીલને ટ્રાવેલ કરવું ખૂબ પસંદ છે. તેણી હંમેશા પોતાના ટ્રાવેલિંગની તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કરતી રહે છે. તો આટલા વર્ષોમાં ઝીલ ખૂબ જ બદલાઈ ગઈ છે. તેણીની સુંદર અને ગ્લેમરસ તસ્વીરોથી તેણીનું ઇન્સ્ટાગ્રામ ભરેલું પડ્યું છે.

ઝીલ 9 વર્ષની ઉંમરથી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો સાથે જોડાયેલી હતી. 14 વર્ષની ઉંમર સુધી તેણી શોનો હિસ્સો બનેલી રહી. રિયલ લાઇફમાં પણ સોનું ખૂબ જ તેજસ્વી છે. તેણીએ પોતાનો અભ્યાસ પુરો કરવા માટે શો છોડ્યો હતો. ઝીલે 10માં ધોરણમાં 93.3 ટકા અંક મેળવ્યા હતા. મડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઝીલ હાલ એમબીએ કરી રહી છે. સાથે સાથે એવી પણ માહિતી છે કે તેણી મટરફ્લાય નામની એક ઇ-કોમર્સ કંપનીમાં સોશયિલ મિડિયા એક્ઝીક્યૂટિવનું પણ કામ કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version