રિલાયન્સ જીઓના ગ્રાહક છો તો આ સસ્તા પ્લાન તમારા માટે હોઈ શકે છે બેસ્ટ ઓપ્શન, જાણીને કરાવો રીચાર્જ

નમસ્તે મિત્રો, આજે આપણે રીલાયન્સ જીઓ ટેલિકોમ કંપની વિશે ચર્ચા કરીશું. આ કંપની પાસે અનેક રિચાર્જ પ્લાન છે. રિલાયન્સ જીયોની પાસે ઘણા એવા રિચાર્જ પેક છે કે, જે ૨૮ દિવસની વેલિડિીની સાથે આવે છે. જીયોની પાસે કેટલાક એવા પેક પણ છે, જે બે જીબી ડેટા દરરોજ ઓફર કરે છે. આજે અમે તમને રિલાયન્સ જીયોના એક એવા રિચાર્જ પ્લાનની જાણકારી આપીશું. મુકેશ અંબાણીના નેતૃત્વવાળી જીયોના આ પેકમાં દરરોજ બે જીબી ડેટા મળે છે અને તેની વેલિડિટી ૨૮ દિવસ છે

image source

આ કંપની બજારમાં આવતાની સાથેજ તેમને ખુબજ સારી સફળતા મળી છે.રિલાયન્સ જિઓ નંબર વન ટેલિકોમ કંપની છે. આ કંપનીની અનેક મહાન તેમજ સસ્તી યોજનાઓ છે. રિલાયન્સ જિઓના બે રિચાર્જ પ્લાન છે, જેમાં તમને દરરોજ દોઢ રૂપિયા કરતા ઓછો ખર્ચ થઈ શકે છે. આ ૩૯ અને ૭૫ રૂપિયાના જીઓ ફોન પ્લાન છે. આ યોજનાઓમાં, તમને અમર્યાદિત કોલિંગની સાથે ડેટાનો લાભ પણ મળી રહે છે. તો ચાલો જાણીએ કે આ રિચાર્જ પ્લાનમાં રોજ દોઢ રૂપિયાથી પણ ઓછા ખર્ચ કેવી રીતે થઈ શકે.

હવેથી રીલાયન્સ જીઓ ગ્રાહકોને ૭૫ રૂપિયાના પ્લાન સાથે બાય વન ગેટ વન ફ્રીની ઑફર છે એટલે કે કોઈ એક યોજના સાથે બીજી યોજના મફત મળે છે. ૭૫ રૂપિયાના પ્લાનની વેલિડિટી ૨૮ દિવસની છે. પરંતુ એક સાથે એક ફ્રી યોજના મેળવવાને કારણે, તેની માન્યતા ૫૬ દિવસ સુધી વધી જાય છે.

image source

આ રિચાર્જમાં એક દિવસની કિંમત ૧.૩૩ રૂપિયા છે. તેમજ તેની સાથે ફ્રી કોલિંગનો લાભ કોઈપણ નેટવર્ક પર મળી શકે છે. આ યોજનામાં કુલ ૬ જીબી ડેટા ઉપલબ્ધ છે તેમજ આ યોજનામાં જિઓ એપ્સનું મફત સબ્સ્ક્રિપ્શન તેમજ તેની સાથે પચાસ એસએમએસ મોકલવાની સુવિધા પણ મળે છે.

આ ઉપરાંત બાય વન ગેટ વન ફ્રી ઓફરનો લાભ પણ ૩૯ રૂપિયાની યોજના સાથે મળે છે. આ યોજનામા ૧૪ દિવસની માન્યતા ઉપલબ્ધ છે. કોઈ પ્લાન ફ્રી મળવાને કારણે તેની વેલિડિટી ૨૮ દિવસ સુધી વધી જાય છે. આ યોજનામાં એક દિવસની કિંમત ૧.૩૯ રૂપિયા છે. આ યોજના કોઈપણ નેટવર્ક પર મફત કોલિંગનો લાભ આપે છે. આ ઉપરાંત, આ રિચાર્જની અંદર ૨.૮ જીબી ડેટા મળી રહે છે. આ ઉપરાંત જીઓ એપ્સનું સબ્સ્ક્રિપ્શન મફતમાં આ યોજનામાં ઉપલબ્ધ છે.

image source

આમ રિલાયન્સ જીઓ નેટવર્ક દરેક યૂજર્સ માટે ખુબ જ ઉપયોગી, સસ્તું અને ફાયદાકારક નેટવર્ક છે. જેથી દરેક યૂજર્સ આ નેટવર્કનો લાભ લેવીઓ જોઈએ.આ કંપનીનું રિચાર્જ કરવાથી લોકોને અનેક ફાયદાઓ થઈ શકે છે તેમજ અનેક યોજનાઓનો લાભ મળી શકે છે.