જીવનમાં એકવાર તો જગ્યાની મુલાકાત લેવી જ જોઈએ, તમે મુલાકાત લીધી છે અહીંયા?

લગભગ દરેક માણસ પોતાના વ્યસ્ત સમયમાંથી ફરવા માટેનો સમય કાઢી જ લેતો હોય છે. લોકો નવી નવી જગ્યાઓએ ફરવા માટે જતા હોય છે અને ત્યાં જઈને સારા સ્મરણો લઈ પરત આવે છે. ભારતમાં ઓન એવી અનેક જગ્યાઓ છે કે જ્યાં તમે તમારા પરિવાર સાથે ફરવા માટે જઈ શકો છો. ભારતની આ જગ્યાઓ એટલી બધી સુંદર છે કે ત્યાં દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો ફરવા માટે આવે છે.

image source

તેમાંય જો વાત જુલાઈ મહિનાની હોય તો આ મહિનો વરસાદનો મહિનો ગણાય છે અને વરસાદની સીઝનમાં વાતાવરણ એકદમ આહલાદક બની જાય છે અને આ કારણે લોકો ફરવા માટે સારી જગ્યાની શોધે છે જ્યાં તેઓ વરસાદની સિઝનની આનંદ મેળવી શકે. આવી જગ્યાઓની શોધમાં અમુક લોકો પહાડી વિસ્તાર તરફ પણ નીકળી પડે છે. ત્યારે જો તમે પણ આ જુલાઈ મહિનામાં ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો આ આર્ટિકલ તમારા માટે વાંચવો જરૂરી છે.

કારણ કે આજના આ આર્ટિકલમાં અમે આપને ભારતની અમુક એવી જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે તમારા પરિવારના સભ્યો, મિત્રો કે સગા સ્નેહીઓ સાથે ફરવા માટે જઈ શકો છો.

કૌસાની

image source

ઉત્તરાખંડની અનેક એવી જગ્યાઓ છે જે પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ જગ્યાઓ પૈકી એક એટલે કૌસાની. કૌસાનીમાં જુલાઈ મહિનામાં ફરવા જવું એકદમ બેસ્ટ ટાઇમિંગ છે. અહિંથી તમે હિમાલયની ઊંચી ઊંચી પહાડીઓ જોઈ શકો છો. અહિ તમે કૌસાની ટી એસ્ટેટ અને રુદ્રઘારી વોટર ફોલ જેવી જગ્યાઓએ ફરવા જઈ શકો છો. અહીં કૌસાની તમે તમારા પરિવારના સભ્યો સાથે અને સ્નેહીજન સાથે આવી શકો છો.

માથેરાન હિલ

image source

માથેરાન હિલ પણ ભારતની ખુબસુરત જગ્યાઓ પૈકી એક છે. આ જગ્યા મહારાષ્ટ્રના પશ્ચિમી ઘાટ પર સ્થિત છે. અહીં તમે તમારા સ્નેહીજનની સાથે આવી યાદગાર સમય વિતાવી શકો છો. અહીંનું વાતાવરણ શહેરી શોરબકોરથી દુર કુદરતી શાંતિથી ભરપૂર છે. ખાસ કરીને જો તમે બાળકો સહિત આ સ્થાને આવ્યા હોય તો તેઓને અહીંની ટોય ટ્રેનની મુસાફરી અવશ્ય કરાવજો. તેમાં તેને અને તમને પણ ખૂબ આનંદ આવશે. એ સિવાય અહીં પ્રબલગઢનો કિલ્લો, ચાલોંટ તળાવ જેવી જગ્યાઓએ પણ ફરવા જઈ શકો છો.

ચેરાપૂંજી

image source

ચેરાપૂંજી સૌ કોઈને પોતાની તરફ આકર્ષિત કરે છે. અહીં તમને અનેક પ્રાકૃતિક દ્રશ્યો જોવા મળશે. ખુબસુરત પાણીના ઝરણાઓ અહીં આવતા પર્યટકોને અનેરી શાંતિનો અનુભવ કરાવે છે. તમે અહીં આવીને નોહકલીકાઈ જળધોધ, સેવન સિસ્ટર્સ ફોલ્સ, નોકરેક નેશનલ પાર્ક અને ઇકો પાર્ક જેવી જગ્યાઓએ ફરવા માટે જઈ શકો છો.

શિમલા

image source

જુલાઈ મહિનામાં તમે શિમલા ખાતે પણ ફરવા માટે જઈ શકો છો. અહીંનું વાતાવરણ ઘણું આહલાદક હોય છે અને ક્યારેક કયારેક પડતો વરસાદ પણ વાતાવરણને ઠંડક આપે છે. અહીં તમને મોલ રોડની પગપાળા યાત્રા કરવી ખૂબ ગમશે કારણ કે અહીં એવી ઘણી બધી ચીજવસ્તુઓ મળી રહે છે જેને તમે તમારા ઘરના અન્ય સભ્યોને ભેટ આપવા માટે ખરીદીને લઈ જઈ શકો છો.