સુશાંત પછી જીયા ખાનના આત્મહત્યાની થવા લાગી ચર્ચાઓ, માતાએ સલમાન પર લગાવ્યા આ ગંભીર આરોપો, જોઇ લો તમે પણ આ વિડીયો ધ્યાનથી જેમાં બોલિવૂડને લીધુ છે આડે હાથે

સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી બોલિવૂડ સાથે જોડાયેલા અનેક લોકો મોટા મોટા ધડાકા કરી રહ્યા છે. જો કે બોલિવૂડની રંગીન દુનિયાના એવા પણ સત્ય છે જે આજસુધી અંધારામાં જ છે. આવા સત્યનો ભોગ સુશાંત પહેલા પણ અનેક સ્ટાર્સ બની ચુક્યા છે. તેમાંથી કેટલાક સ્ટાર્સ ગુમનામીમાં ખોવાઈ ગયા છે તો કેટલાક હિંમત હારી અને જીવનનો અંત કરી બેસે છે.

image source

સુશાંતની આત્મહત્યાથી સોશિયલ મીડિયા પર ફરી એકવાર નેપોટિઝમની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. લોકો આ મામલે કરણ જોહર અને ખાન પરીવારને નિશાન બનાવી રહ્યા છે. તેવામાં એકટ્રેસ જિયા ખાનની માતા રાબિયા અમીન પણ સલમાન ખાન વિરુદ્ધ ઉતરી છે. રાબિયા અમીને સલમાન ખાન પર આરોપ મુકતો વીડિયો લંડનથી શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Scuttlebutt (@bollywood.scuttlebutt) on

જિયા ખાનની માતા રાબિયા અમીન દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં તે કહે છે કે, મારી સંવેદના સુશાંત સિંહ રાજપૂતના પરીવાર સાથે છે. આ ઘટના હૃદય દ્રાવક છે. આ કોઈ મજાક નથી ચાલતી, હવે બોલિવૂડે બદલવું પડશે. બોલિવૂડએ જાગૃત થવાની જરૂર છે. બોલિવૂડે આવું કરવાનું બંધ કરવું જોઈએ. કોઈનું બુલીંગ કરવું તે પણ એક રીતે તેની હત્યા કરવા સમાન છે.

image source

રાબિયાએ કહ્યું છે કે, જો પણ થઈ રહ્યું છે તેનાથી તેને વર્ષ 2015ની ઘટના યાદ આવી છે. તેણે જિયા ખાનના કેસ અંગે વાત કરતાં કહ્યું કે મારી દીકરીના કેસ અંગે એક સીબીઆઈ ઓફિસરને મળી ત્યારે તેણે મને જણાવ્યું કે તેને સલમાન ખાનનો ફોન આવ્યો હતો. તે રોજ મને ફોન કરે છે અને પૈસાની વાત કરે છે. તેઓ કહે છે કે છોકરાની પુછપરછ કરવાનું બંધ કરો, તેને કંઈ જ કરવાનું નથી… આવામાં અમે શું કરી શકીએ મેડમ ?

image source

ત્યારબાદ રાબિયાએ કહ્યું તે અન્ય વરીષ્ઠ અધિકારીઓ પાસે પણ ગઈ પરંતુ કંઈ જ થયું નહીં. ઉલ્લેખનીય છે કે 3 જૂન 2013ના રોજ જિયા ખાને આત્મહત્યા કરી હતી. આ કેસમાં આદિત્ય પંચોલીના દીકરા સૂરજ પંચોલીને જેલ પણ જવું પડ્યું હતું પરંતુ તે સમયે સલમાન ખાને તેને ખૂબ સપોર્ટ કર્યો અને તેને મુક્ત કરાવ્યો. આ આરોપ પણ જિયા ખાનની માતાએ લગાવ્યો છે.

source : livehindustan

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત