Site icon News Gujarat

સાડી પહેરતી વખતે ક્યારેય ના કરો આ 7 ભૂલો, નહિં તો બનશો ઉપ્સ મૂમેન્ટનો ભોગ

સાડી સૌથી સુંદર આઉટફિટ છે પણ એની સુંદરતા ત્યારે જ નિખરે છે જ્યારે એને સારી રીતે પહેરવામાં આવે. જો તમે પણ સાડી પહેરવાના શોખીન છો તો સાડી પહેરતી વખતે ક્યારેય ન કરો આ 7 ભૂલો.

1. ખોટા ફિટિંગનું બ્લાઉઝ.

image source

સાડીની સુંદરતા ત્યારે જ ઉભરી આવે છે જ્યારે બ્લાઉઝ સરખા ફિટિંગનો હોય. જો તમારી બોડી પરફેક્ટ શેપમાં નથી તો બીજાની  દેખાદેખી સેક્સી કે ખૂબ જ ટાઈટ બલાઉઝ ન સિવડાવો. હેવી બોડી વાળી સ્ત્રીઓ પર ખૂબ જ વધુ એક્સપોઝીવ બલાઉઝ સારા નથી લાગતા. વધારે લુઝ બ્લાઉઝ પણ તમારો લુક બગાડી શકે છે એટલે કોઈ સારા દરજી પાસે સારા ફિટિંગનો બ્લાઉઝ સિવડાવો.

2. ફ્લેયર્ડ પેટીકોટ.

image source

ફ્લેયર્ડ પેટીકોટ ન પહેરો એનાથી તમે જાડા લાગશો. સાથે સાડી કેરી કરવામાં પણ તમને તકલીફ પડશે. બેસ્ટ લુક માટે સારા ફિટિંગનો પ્લેન પેટીકોટ પહેરો.

3. સ્ટાઈલની સાથે એક્સપરિમેન્ટ.

image source

સાડી ડ્રેપિંગ ઘણા પ્રકારની હોય છે. જો તમે કોઈ નવી સ્ટાઇલ ટ્રાય કરવા માંગો છો તો ડ્રેપિંગની એ જ સ્ટાઇલ ટ્રાય કરો જે તમને સારી રીતે આવડતી હોય અને જેમાં તમે સાડીને સરળતાથી કેરી કરી શકો. જો તમને ડિફરન્ટ સ્ટાઇલમાં ડ્રેપિંગ નથી આવડતું તો સારું છે કે તમે એક્સપરિમેન્ટ ન કરો અને અન્ય કોઈની મદદથી સાડી પહેરો.

4. પરફેક્ટ સાડીનું સિલેક્શન.

image source

દરેક અવસર પર એક જ રીતની સાડી નથી પહેરી શકાતી, જેમ કે તમે ઓફિસમાં હેવી વર્કવાળી સાડી નથી પહેરી શકતા. ઓફિસમાં ફોર્મલ લુક માટે કોટન કે લાઈટ કલરની હળવા ફેબ્રિક વાળી સાડી બેસ્ટ ઓપશન છે. એવી જ રીતે ઘરના કોઈ ખાસ ફંક્શન કે લગ્નમાં હળવી સાડીને બદલે ભડકીલી સાડી વધુ પસંદ કરવામાં આવે છે

5. ખોટા ફૂટવેર.

image source

સાડીની સાથે ભૂલથી પણ કેઝ્યુઅલ પ્લેટફોર્મ હિલ કે વેજેસ પહેરવાની ભૂલ ન કરો. ફ્લેટ અને સ્લીપર્સ પણ ન પહેરો. ગોર્જીયસ લુક માટે હાઈ હિલ સેન્ડલ કે સ્ટીલેટોઝ પહેરો. એનાથી તમે પાતળા અને લાંબા દેખાશો.

6. હેવી જવેલરી.

image source

લગ્ન પ્રસંગને છોડીને બાકી અવસર પર સાડીની સાથે હેવી જવેલરી પહેરવાની ભૂલ ન કરો. જરા વિચારો, તમારી ફેવરિટ સિફોન સાડીની સાથે ભારે સોનાનો સેટ પહેરીને તમે કેવા લાગશો? સ્માર્ટ લુક માટે મોટા ઝૂમકા અને બાલીને બદલે નાની ઈયરરિંગસ, ડઝન બંગડીઓને બદલે પાતળું બ્રેસલેટ અને હેવી નેકલેસની જગ્યાર નાના પેન્ડલ વાળી ચેન પહેરો. એનાથી ન તમે ફક્ત એટ્રેકટિવ લાગશો પણ યંગ પણ દેખાશો.

7. ઘણી બધી પિન.

image source

સાડીનો શેપ ન બગડે અને એને કેરી કરવામાં તકલીફ ન પડે એ માટે ઘણી બધી પિન લગાવવામાં કઈ વાંધો નથી પણ એવું કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે આ પિન સાડી કે બ્લાઉઝમાં છુપાયેલી રહે, નહિ તો સાડીની બહાર દેખાતી પિન તમને બધાની સામે શરમમાં મૂકી દેશે. હળવા ફેબ્રિકની સાડીમાં વધુ પિન ન લગાવો નહિ તો એ ફાટી શકે છે.

Exit mobile version