Site icon News Gujarat

તો જાણો કે કેવી રીતે દૂર કરવી કોરોના પછીની વિવિધ સમસ્યાઓ, આ રહ્યો સરળ ઉપાય

કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન જે લોકો કોરોનાથી સંક્રમિત થયા છે તેઓ સારવાર પછી સ્વસ્થ થયા છે તેઓ એક વર્ષ જેટલો સમય પસાર થયો હોવા છતાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે . પોસ્ટ કોવિડની સમસ્યાઓને લઈને છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો વધી રહ્યો છે. તેવામાં હવે તો ડોક્ટરો પણ આશ્ચર્યમાં મુકાઈ રહ્યા છે કે આટલા સમય પછી પણ સંક્રમિત થયેલી વ્યક્તિઓમાં કોરોનાના લક્ષણો શા માટે જોવા મળી રહ્યા છે.

image source

તેનાથી વિપરીત ઘણા લોકો એવા પણ છે જેમને કોરોના મટી ગયો હોવા છતાં પણ તેમને પોસ્ટ કોવિડ ઈફેક્ટ તરીકે થાક, સાંધાનો દુખાવો, ઊંઘવામાં મુશ્કેલી, યાદશક્તિ નબળી થવા જેવી ઘણી સમસ્યાઓ નડી રહી છે. વૈજ્ઞાનિકોએ આ બધી સમસ્યાઓને ફાઈબ્રોમાયલજિયા નામ આપ્યું છે. ફાઈબ્રોમાયલજિયા એક લાંબી સ્થિતિ બની ગઈ છે જે કોરોનાથી સંક્રમિત થયેલા લોકોમાં જોવા મળે છે. હાલ સ્થિતિ એવી છે કે લોકોને કોવિડ -19 માંથી સાજા થયા પછી હોસ્પિટલમાં ફાઈબ્રોમાયલજિયાની સારવાર લેવી પડે છે. આ લોકોમાં મોટાભાગના દર્દીને સ્નાયુઓમાં દુખાવો, હાડકામાં દુખાવાની ફરિયાદ છે. કેટલાકને શરીરમાં સતત થાક રહે છે અને કેટલાકને પેટની સમસ્યાઓ પણ રહે છે. આ બધાને કારણે કેટલાક દર્દી ડિપ્રેશન, સ્ટ્રેસ અને બેચેની પણ અનુભવે છે.

image source

ડોક્ટરોનું કહેવું છે કે આવી સમસ્યાઓ પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. આ ઉપરાંત જેમનું વજન વધારે છે તેમને પણ વધારે સમસ્યા અનુભવાય છે. કોરોનાના એવા દર્દી કે જેમને ઓક્સિજન આપવું પડ્યું હોય અને આઈસીયુમાં દાખલ કરવા પડ્યા હોય તેમને સમસ્યા વધુ જોવા મળે છે. ડોક્ટરોનું કહેવું છે કે ફાઈબ્રોમાયલજિયા જીવલેણ નથી પરંતુ તેની સારવાર જરૂરી છે.

image soure

ડોક્ટરોના મતે આ સમસ્યાને જીવનશૈલીમાં ફેરફાર કરીને આ દૂર કરી શકાય છે. કેવા છે આ ફેરફાર જાણી લો.

– નિયમિત પ્રાણાયામ કરવા. જેમાં સ્નાયુઓ અને પેટ માટે નિયમિત કસરત કરો.

– શરીરને શક્ય તેટલું એક્ટિવ રાખો. નિયમિત સાયકલ ચલાવો, વોક પર જાઓ અને એરોબિક કસરત કરો.

– આલ્કોહોલ અને સિગારેટના વ્યસનથી દૂર રહો. હોય તો પણ છોડી દો.

– જંક ફૂડ અને ચરબીયુક્ત ખોરાક ન ખાઓ.

image source

– સારી ઊંઘ કરવા માટે વહેલા સૂઈ જાઓ અને વહેલી સવારે જાગી જવું

– રોજ સવારે હુંફાળા પાણીથી સ્નાન કરો.

Exit mobile version