આ છ ચીજવસ્તુઓ બગાડી શકે છે તમારા પેટનો હાજમો, આજથી જ બનાવો અંતર નહીતર…

આપણે જે ખાઈએ છીએ તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર થાય છે. આપણે જે ખાઈએ છીએ તેની પેટ પર સકારાત્મક અને નકારાત્મક અસર થાય છે. પેટ આપણા શરીરનો મહત્વનો ભાગ છે. તે પાચનતંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ડાયેટ એક્સપર્ટ ડો.રંજના સિંહ કહે છે કે આપણું પેટ વિવિધ પ્રકારના એન્ઝાઇમ્સ છોડે છે જે પાચનતંત્રને વેગ આપવાનું કામ કરે છે. જો તમને અપચો, ગેસ, કબજિયાત જેવી પેટની સમસ્યા હોય તો કેટલીક બાબતોથી બચવું જરૂરી છે.

image source

ડાયેટ એક્સપર્ટ ડો.રંજના સિંહ કહે છે કે ઘણા લોકોને ઘણીવાર પેટની સમસ્યા હોય છે. આની પાછળનું મુખ્ય કારણ ખોરાક હોઈ શકે છે. તો ચાલો આજે આ લેખમા આપણે જાણીએ કે, પેટની સમસ્યાઓને દૂર કરવા માટે કઈ કઈ વસ્તુઓ ખાવાથી બચવું.

ધોયા વિના ફળો અને શાકભાજી ખાવા :

image source

જમતા પહેલા ફળો અને શાકભાજીને સારી રીતે ધોઈ લો. કારણ કે ફળ અને શાકભાજીમાં સપાટીમાં હાનિકારક જંતુનાશકો અને ખાતર હોઈ શકે છે. જો તમે શાકભાજી અને ફળો ધોયા વિનાના ખાઓ તો સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

અડધુ રાંધેલું માંસ અને સીફૂડ :

ડાયેટ એક્સપર્ટ ડો.રંજના સિંહના જણાવ્યા અનુસાર, ઓછા રાંધેલા માંસ અને સીફૂડ ખાવું આરોગ્ય માટે હાનિકારક છે કારણ કે તેમાં જંતુઓ અને બેક્ટેરિયા હોય છે. ઓછા રાંધેલા માંસ અને સીફૂડ ખાવાથી ફૂડ પોઇઝનિંગ અને પેટની સમસ્યાઓ થઈ શકે છે.

કાચા દૂધનુ સેવન :

image source

ડો.રંજના સિંહ કહે છે કે, કેટલીકવાર ડાયરી પ્રોડક્ટ્સ ખાવાથી પેટની સમસ્યાઓ પણ વધી શકે છે. કાચું દૂધ પીવાથી અપચો થઈ શકે છે. તેથી થોડા સમય માટે દૂધથી બનેલી વસ્તુઓ ટાળો.

ચા અને કોફીનું સેવન :

image source

જો તમને પેટની સમસ્યા હોય તો ચા અને કોફી ટાળો કારણકે, તેમાં કેફીન હોય છે. કેફીનનું પ્રમાણ વધારે હોય તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેનાથી અપચો અને ગેસની સમસ્યા થઈ શકે છે.

મીઠા અને ખાંડનુ સેવન :

ખાંડ અને મીઠાનું સેવન મર્યાદિત ખાદ્ય ચીજોમાં કરો. આ વસ્તુઓનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

મસાલેદાર ભોજન :

image source

વધારે મસાલાનુ સેવન કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. વધુ મસાલા ખાવાનું ટાળો કારણકે, આ વસ્તુઓ પેટની સમસ્યાને વધારી શકે છે. તેનાથી ગેસ, પાણી, અપચો વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે.