5 નવા શો ટીવી પર થશે રીલીઝ , શું આપી શકશે અનુપમાને ટક્કર?

રૂપાલી ગાંગુલી, મદાલસા શર્મા અને સુદ્ધાંશું પાંડે સ્ટારર સ્ટાર પ્લસનો લોકપ્રિય શો અનુપમાં દર્શકોમાં ખૂબ જ ફેમસ છે. ટીઆરપીની બાબતમાં પણ એને બધા શોના છકકા છોડાવી દીધા છે. આ શોએ ઘણા ઓછા સમયમાં દર્શકોનું એવી અટેન્સન મેળવી લીધું છે કે હાલ આ શો ઘર ઘરમાં જોવાતો શો બની ગયો છે. અનુપમા’ સિરિયલ 13 જુલાઈ 2020 ના રોજ શરૂ કરવામાં આવી હતી, અને ત્યારથી આ શો ટીઆરપી ચાર્ટ પર પ્રથમ ક્રમે રહ્યો છે. રૂપાલી ગાંગુલી પોતાની જોરદાર પ્રદર્શનથી ટીઆરપી ચાર્ટમાં ‘અનુપમાં’ લોકો ના દિલો પર રાજ કરી રહી છે. પણ આવનારા સમય આ પ્રકારની દમદાર સ્ટોરી વાળા ઘણા ટીવી શો નાના પડદા પર પગ મુકવા જઈ રહ્યા છે. તો શું આ શોઝથી અનુપમાને ટક્કર મળવાની છે? એ તો સમય જ જણાવશે પણ એ પહેલાં ચાલો જોઈ લઈએ કે ક્યાં ક્યાં શો આપી શકે છે અનુપમાને ટક્કર.

Anupama को टक्कर देने आ रहे हैं ये 5 टीवी शोज? जानिए किसमें क्या होगी कहानी
image source

ચીકુ કી મમ્મી દૂર કી.

ગુલ ખાનના નિર્દેશનમાં બનેલા આ શોના પોસ્ટર અને પ્રોમો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. શોની સ્ટોરી સંબંધોમાં ગુંચવાયેલી અને ઇમોશન્સથી ભરેલી હશે. પરિધી શર્મા આ શો દ્વારા લાંબા સમય પછી કમબેક કરવાની છે

મીત

image source

ઝી ટીવી પર 23 ઓગસ્ટથી શરૂ થનાર આ શો પહેલવાની અને છોકરીઓને આ વ્યવસાયમાં આવતી મુશ્કેલીઓ વિશે ઘણું બધું કહેશે. શોને જોતા તમને ફિલ્મ દંગલની યાદ ચોક્કસ આવશે.

પુણ્યશ્લોક અહીલ્યાબાઈ યુવા અધ્યાય.

નાના પડદાનો આ સુપરહિટ શો ફરી એકવાર પરત ફરવા માટે તૈયાર છે. આ શોને પહેલા પણ જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો અને હવે 16 ઓગસ્ટથી આ શો ફરી એકવાર પરત ફરવા માટે તૈયાર છે.

રીશતો કા માંજા.

image source

આ શોનું ટીઝર અને પ્રોમો વિડીયો પણ ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. દર્શક આ શોથી અત્યારથી કનેક્ટ થવા લાગ્યા છે. તો પછી એકવાર શોની શરૂઆત થયા પછી ફેન્સનો રિસ્પોન્સ કેવો હશે એ તો સમય જ જણાવશે.

બાલિકા વધુ 2.

image source

નાના પડદના સૌથી હિટ ટીવી શોઝની વાત થાય અને એમના બાલિકા વધુની ચર્ચા ન થાય એવું તો કઈ બનતું હશે.આ સુપરહિટ શોની બીજી સિઝન પણ જલ્દી જ ફરી એકવાર ટીવી પર આવવા માટે તૈયાર છે.