સફાઈ કામ કરતી આ મહિલાને આખો દેશ કરી રહ્યો છે દંડવત પ્રણામ, છાતી ચીરી નાખે એવો સંઘર્ષ કરીને પાસ કરી RASની પરીક્ષા

મહેનત કરતાં રહેવાથી સફળતા સુધી જરૂર પહોચી શકાય છે તેવું આપણે બોલતા અને સંભળાતા આવ્યાં છીએ. પરંતુ હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે મહિલાએ આ સાચું કરી બતાવ્યું છે. આ મહિલાનું નામ છે આશા કંદારાની. આશાએ આરએએસ એટલે કે રાજસ્થાન વહીવટી સેવાની પરીક્ષા પાસ કરી લીધી છે અને કહ્યું છે કે જે લોકો પ્રયત્ન કરતાં રહે છે તેઓની કદી હાર થતી નથી. આશા જોગપુરની શેરીઓમાં સફાઇ કરવાનું કામ કરી રહી હતી અને હવે તેણે આરએએસની પરીક્ષા પાસ કર્યા લીધી છે.

image source

આશાની આ કહાની અન્ય લોકો માટે પ્રેરણા બની શકે તેવી છે. આઈએએસ અવનીશ શરણે તેની સફળતાની વાત શેર કરતાં ટ્વિટર પર લખ્યું હતું કે કોણ કહે છે કે આકાશમાં કોઈ સુરંગ ન હોઇ શકે, જો મહેનતથી પથ્થર ઉછાળો તો ખરા મિત્રો….એક મીડીયા રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે મે આઠ વર્ષ પહેલાં આશા કંડારાએ તેનાં પતિ પાસેથી તલાક લીધાં હતાં. પરંતુ તે પછી તેણે હિંમત હાર્યા વગર આગળ વધવાનું નક્કી કર્યુ હતું. જ્યારે તે પોતાના પતિથી અલગ થઈ ત્યારે તેને બે બાળકો હતાં. હવે આશા પર વધારે જવાબદારી આવી પડી હતી. આ સમયે તેણે બાળકોની સંભાળ લેવાની જવાબદારી તો લીધી જ પણ આ સાથે તેણે ગ્રેજ્યુએશનનો પણ ચાલુ રાખ્યું હતું.

આ પછી જ્યારે ગ્રેજ્યુએશન પૂરું થયું ત્યારબાદ તેણે આરએએસની પરીક્ષા આપી અને સારા માર્ક સાથે પાસ પણ કરી લીધી હતી. આશાની આ સફળતાએ લોકોમાં એક દાખલો બેસાડ્યો છે. આશા આ સફળતાથી ખૂબ ખુશ છે. આશા સાથે થયેલી વાતચીતમાં તેણે કહ્યું હતું કે તેના લગ્ન વર્ષ 1997માં થયા હતા. પરંતુ 5 વર્ષ પછી પતિ ત્યાંથી ચાલ્યો ગયો.

image source

આ પછી આશાએ જીવનમાં કંઇક નવું કરીને આગળ વધવાનું નક્કી કર્યું હતું. તેણે 2016માં સ્નાતકનો અભ્યાક્રમ કર્યો અને ત્યારબાદ 2018માં સફાઇ કર્મચારી ભરતી પરીક્ષા પણ આપી. આ દરમિયાન તે આરએએસ પૂર્વ પરીક્ષા માટે સખત મહેનત કરી રહી હતી.

આ પછી ઓગસ્ટમાં મહિનામાં પૂર્વ પરીક્ષા લેવામાં આવી અને તેમાં તે સફળ રહી હતી. ત્યારબાદ આરએએસ મેન્સની તૈયારી માટે તો આશાએ પોતાની જાન લગાવી દીધી હતી. જ્યારે આશાએ આરએસએસ મેન્સની પરીક્ષા આપી તેનાં માત્ર 12 દિવસ પછી જ તેને પાવતામાં મુખ્ય માર્ગ પર સફાઇ કામદારની નોકરી મળી ગઈ હતી.

આ વચ્ચે તેનું સ્વપ્ન સાચું પડ્યું જ્યારે આરએએસની પરીક્ષાનું પરિણામ આવ્યું. આ પરિણામ આવતા હવે આશાની જિંદગી બદલાઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર લોકો આશાને અભિનંદન આપી રહ્યાં છે અને તેની હિંમત અને મહેનતને વંદન કરી રહ્યા છે. આશાની આ સંઘર્ષપૂર્ણ કહાની જોતાં સુરેશ સિંઘ રાવત લખે છે કે સંઘર્ષથી સફળતાં સુધીની યાત્રામાં દરેક યુવાન માટે આ કહાની પ્રેરણાદાયી બનશે.