Site icon News Gujarat

કેન્સર સહિતના રોગોના દર્દી માટે પણ કોરોનાની રસી કેટલી પ્રભાવી સામે આવ્યું સત્ય

એપ્રિલ માસમાં કોરોનાની બીજી લહેરે જે હાહાકાર મચાવ્યો હતો તે જોયા બાદ તુરંત જ સરકાર દ્વારા રસીકરણ અભિયાન પુરપાટ ઝડપે ચલાવવામાં આવી રહ્યું છે. નિષ્ણાંતોએ કોરોનાની ત્રીજી લહેર આવશે તેવી શક્યતા પણ વ્યક્ત કરી છે તેને લઈ સરકાર તૈયારીઓ પણ કરી રહી છે. કોરોનાની ત્રીજી લહેર ત્રાટકશે તેવી સંભાવનાઓ વચ્ચે ભારતમાં જ નહીં પણ વિશ્વભરના દેશોમાં રસીકરણ અભિયાન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

image source

વિશ્વભરના દેશોમાં લોકોને રસી લેવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. જો કે રસી આપવાની શરૂઆત કરવામાં આવી ત્યારે સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ કેન્સર જેવી અમુક બીમારીની સ્થિતિ ધરાવતા લોકોને રસી લેવામાં સાવચેત રહેવાની સલાહ આપી હતી. હાલ ભારતમાં 18 વર્ષથી નાની ઉંમરના બાળકો સિવાય દરેક વ્યક્તિને રસી આપવાનું અભિયાન ચાલી રહ્યું છે.

image source

તેવામાં એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે કોવિડ-19ની રસી કેન્સરના દર્દીઓ માટે પણ સંપૂર્ણપણે સલામત અને અસરકારક છે. આ બાબતે સંશોધન કરી રહેલા સંશોધકોએ જણાવ્યું હતું કે કેન્સર ધરાવતા લોકોમાં રસીનો પ્રભાવ આડઅસર વિના જોવા મળ્યો છે. આ સિવાય રસી વધારે રોગ પ્રતિકારક શક્તિ પણ ડેવલપ કરે છે.

યુરોપિયન સોસાયટી ફોર મેડિકલ ઓન્કોલોજીની વાર્ષિક સભામાં કહેવામાં આવ્યું હતું કે ત્રીજો ‘બૂસ્ટર’ ડોઝ કેન્સરના દર્દીઓની સલામતી વધારી કરી શકે છે. તાજેતરમાં જ એક અભ્યાસના તારણમાં સામે આવ્યું હતું કે સામાન્ય લોકોમાં પણ રસીના બંને ડોઝ લીધાના થોડા મહિના પછી એન્ટિબોડીઝ ઘટી રહી છે. તેવામાં એવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી હતી કે સામાન્ય લોકો માટે પણ બૂસ્ટર ડોઝની મંજૂરી આપવામાં આવે.

image soure

જો કે કેન્સરના દર્દીઓને કોરોનાની રસીનો ઉપયોગ કરવાના ક્લિનિકલ ટ્રાયલ્સમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ આ અંગે સંશોધકોએ નેધરલેન્ડની અનેક હોસ્પિટલોમાંથી 791 દર્દીઓને મોર્ડનાની બે ડોઝની આપી અભ્યાસ કર્યો હતો. જેમાં બિન-કેન્સરગ્રસ્ત વ્યક્તિઓ, ઇમ્યુનોથેરાપી સાથે સારવાર કરાયેલા કેન્સરના દર્દીઓ, કીમોથેરાપીથી સારવાર લેતા દર્દીઓ અને કેમો-ઇમ્યુનોથેરાપીથી સારવાર લેતા દર્દીઓનો સમાવેશ થાય છે.

image soure

આ લોકોને રસીનો બીજો ડોઝ આપ્યાના 28 દિવસ પછી જાણવા મળ્યું કે કીમોથેરાપી લેનાર 84 ટકા દર્દીઓ, કેમો-ઇમ્યુનોથેરાપી લેનાર 89 ટકા દર્દીઓ અને ઇમ્યુનોથેરાપી લેનાર 93 ટકા દર્દીઓમાં એન્ટિબોડીઝનું પૂરતું સ્તર જોવા મળ્યું હતું.

Exit mobile version