Site icon News Gujarat

દીકરા આર્યન ખાન માટે ધ્રુસકેને ધ્રુસકે રડી ગૌરી ખાન, કેમેરામાં કેદ થઈ તસવીરો

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ફોર્ટ કોર્ટે ગુરુવારે મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં સુનાવણી બાદ આરોપીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. આ કેસમાં શુક્રવારે થયેલી સુનાવણીમાં કોર્ટે આર્યનની જામીન અરજી ફગાવી દીધી હતી. આનો અર્થ એ થયો કે આર્યન ખાન સહિત તમામ 8 આરોપીઓને હવે જેલમાં જ રહેવું પડશે.

image source

તો બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન અને પત્ની ગૌરી ખાન તેમના પુત્ર આર્યન ખાનને આ હાલતમાં જોઈને ખૂબ જ પરેશાન છે. બંને તેમના પુત્ર માટે જામીન મેળવવા બનતી બધી જ કોશિશ કરી રહ્યા છે. પરંતુ, આર્યન ખાનને લાખ પ્રયત્નો પછી પણ જામીન મળી શક્યા નથી. આ બધાની વચ્ચે હવે ઇન્ટરનેટ પર ગૌરી ખાનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે રડતી જોવા મળી રહી છે.

image source

વાત જાણે એમ છે કે ડ્રગ્સ કેસમાં અટકાયત કરાયેલા તમામ આરોપીઓને રાહત આપતી વખતે કોર્ટે આરોપીઓને NCB ના લોકઅપમાં પરિવારને મળવાની મંજૂરી આપી હતી. આવી સ્થિતિમાં તેની માતા ગૌરી ખાન આર્યનને મળવા એનસીબી ઓફિસ પહોંચી હતી. શાહરુખ ખાનની મેનેજર પૂજા દદલાની પણ તેમની સાથે એનસીબી ઓફિસ પહોંચી હતી. આ દરમિયાન, આર્યન ખાનને મળ્યા બાદ ગૌરી ખાનનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જે વીડિયો સામે આવ્યો છે તેમાં ગૌરી ખાન કારમાં બેઠેલી જોવા મળી રહી છે. તેમને તેના મોં પર હાથ મુક્યો છે અને તે સતત રડે છે. દીકરાને આ હાલતમાં જોતા તેના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાઇ રહી છે. આ દરમિયાન ગૌરી સફેદ શર્ટ અને બ્લુ જીન્સમાં જોવા મળી હતી. તે કારની પાછળની સીટ પર બંને પગ પર માથું ટેકવીની બેઠેલી દેખાઈ રહી છે. આ પછી, શાહરુખ ખાનની મેનેજર પૂજા દદલાણી આવે છે અને કારમાં બેસે છે અને કાર સ્ટાર્ટ થાય છે.

image source

મુંબઈની ફોર્ટ કોર્ટે ગુરુવારે આર્યન ખાન સહિત તમામ આઠ આરોપીઓને ડ્રગ્સ કેસમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે. તપાસ એજન્સી NCB એ કોર્ટ પાસે 11 ઓક્ટોબર સુધી રિમાન્ડ વધારવાની માંગ કરી હતી. પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી હતી. આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેએ તાત્કાલિક જામીન અરજી કરી હતી પરંતુ સાંજે 7 વાગ્યા બાદ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. આ મામલે શુક્રવારે સુનાવણી થઈ હતી પરંતુ આર્યન ખાનને જામીન મળી શક્યા ન હતા.

image source

મુંબઈ દરિયા કિનારે ક્રુઝ શિપ પર પાર્ટીના દરોડા બાદ ડ્રગ્સ જપ્ત કરવાના મામલે નાઈજિરિયન નાગરિક સહિત કુલ 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આર્યન ખાન પર NDPC 8 C, 20 B, 27 અને 35 ની કલમો લાદવામાં આવી છે. આ હેઠળ આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી છે. તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આર્યન ખાને સ્વીકાર્યું છે કે તેણે ડ્રગ્સનું સેવન કર્યું હતું.

Exit mobile version