ફરવા જવાનો શોખ હોય એક વખત સિક્કિમમાં આવેલા આ સ્થાનોએ પણ જવા જેવું

ભારતનાં અનેક પર્યટન સ્થાનોએ દર વર્ષે મોટી સંખ્યામાં દેશના ખૂણે ખૂણેથી પર્યટકો ફરવા માટે પહોંચે છે. એટલું જ નહીં પણ વિદેશોથી પણ દર વર્ષે નોંધપાત્ર સંખ્યામાં પર્યટકો ભારત આવે છે. અને અહીં તેના યાત્રાના અનુભવોને સાથે લઈ વિદેશ પરત જાય છે. આમ તો ભારતમાં અનેક એવા સ્થાનો છે જ્યાં ફરવું મોટાભાગના લોકો પસંદ કરે છે. ઉત્તરાખંડથી લઈને હિમાચલ પ્રદેશ સુધી.

image source

આવા અનેક સ્થાનો આવેલ છે. પરંતુ શું તમે ક્યારેય સિક્કિમ ગયા છો ? કદાચ તમારો જવાબ ના હોઈ શકે. પણ તમને જણાવી દઈએ કે જો તમને ખરેખર ફરવાનો શોખ હોય અને ફરવાનો આનંદ લેવા માંગતા હોય તો તમારે એક વખત સિક્કિમ જરૂર જવું જોઈએ. અહીંની સ્થાનિક સુંદરતા, અહીં હિમાચાલમાં ટ્રેકિંગ કરવું, પ્રાકૃતિક સ્થળોએ ફરવું વગેરે પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. ત્યારે આજના આ આર્ટિકલમા અમે આપને સિક્કિમના અમુક એવા સ્થાનો વિશે જણાવીશું જ્યાં તમે તમારા મિત્ર કે પરિવારના સભ્યો સાથે ફરવા જઈ શકો છો.

બુદ્ધ પાર્ક

image source

બુદ્ધ પાર્ક દક્ષિણ સિક્કિમમાં આવેલ એક પાર્ક છે. સિક્કિમ આવતા ઘણા ખરા પર્યટકો આ પાર્કની મુલાકાત લે છે. અહીં આવીને પર્યટકો અમુક સમય આનંદમાં વિતાવી શકે છે.

તસોંગમો તળાવ

image source

તસોંગમો તળાવ સમુદ્ર તટથી લગભગ 12 હજાર ફૂટની ઊંચાઈએ સ્થિત છે જે જોવામાં ઘણું આકર્ષક લાગે છે. આ તળાવ ઈંડા આકારની આકૃતિમાં છે. આ તળાવની સરેરાશ ઊંડાઈ 50 ફૂટ જેટલી છે ક્યારે તેની લંબાઈ અંદાજે 1 કિલોમીટર જેટલી લાંબી છે. પર્યટકો આ તળાવની મુલાકાત કરવા સમયે અહીં તસવીરો પણ ક્લિક કરાવતા હોય છે.

લાચૂંગ

image source

સિક્કિમ જઈને તમે લાચુંગ પણ ફરવા માટે જઈ શકો છો. અહીં તમને ગામ પણ જોવા મળશે અને બરફથી ઢંકાયેલ પહાડીઓની ચોટીઓ પણ જોવા મળશે. અહીં તમે મેગલન્સ એપ્પલ વેલી ખાતે પણ જઈ શકો છો અને ત્યાંના વિશેષ તિબબતી ભોજનનો સ્વાદ પણ માણી શકો છો. લાચુંગમાં તમે હસ્તકલા જોવાનો લાભ પણ લઈ શકો છો.

ગંગટોક

image source

સિક્કિમની રાજધાની ગંગટોક એક ઘણી જ સારી અને સુંદર જગ્યા છે. અહીં આવીને પર્યટકો તાશી વ્યુ પોઇન્ટ જઈને સૂર્યાસ્તનો અદભુત અને યાદગાર નજારો રૂબરૂ નિહાળી શકો છો. જો તમે મોમોઝ ખાવાના શોખીન હોય તો તમારા માટે આ જગ્યા એકદમ બરાબર જગ્યા છે. કારણ કે અહીં તમને અનેક પ્રકારના મોમોઝ ખાવા માટે મળી શકે છે.

ત્યાર હવે જ્યારે તમે બહાર ફરવા જવાનો પ્લાન બનાવો ત્યારે તમારા લિસ્ટમાં સિક્કિમનું નામ પણ રાખજો જેથી ઉપર જણાવેલ સ્થાનોએ ફરવાનો આનંદ લઈ શકો.