સપ્ટેમ્બરના 10 દિવસમાં બેંક કર્મચારીઓને હવે 6 દિવસ જ કરવાનું છે કામ, બાકી 4 દિવસ આરામ

આજથી પિતૃપક્ષનો પ્રારંભ થયો છે અને સપ્ટેમ્બર મહિનો પુરો થવામાં પણ હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આંગળીના વેઢે ગણાય જાય એટલા જ દિવસો બાકી હોવા છતાં ઘણા લોકો એવા હશે કે જેમને આગામી દિવસોમાં રજા જોઈતી હશે કે પછી બહાર જવાનું પ્લાન હશે. તો પછી આવા લોકોને જણાવી દઈએ કે સપ્ટેમ્બરના બાકી બચેલા દિવસોમાં તેમને ક્યારે ક્યારે રજાનો મેળ પડે એમ છે.

image source

સપ્ટેમ્બર મહિનો અડધાથી વધુ પુરો થઈ ગયો છે અને હવે ઓક્ટોબર મહિનો શરુ થવાને માત્ર 10 દિવસ જ બાકી છે. આ મહિનામાં ઘણી રજાઓ મળી હતી અને બાકી બચેલા 10 દિવસમાં પણ શનિવાર અને રવિવાર સિવાયની રજાઓ આવી રહી છે. ત્યારે તમને જણાવીએ કયા કયા દિવસે રજા આવે છે.

image source

આ જાણકારીથી બે ફાયદા થશે. એક તો તમને કોઈ પ્લાનિંગ કરવું હોય તો રજા ક્યારે છે તે ખ્યાલ રહેશે અને બીજું કે બેંકો બંધ ક્યારે રહેવાની છે તે જાણી લીધું હોય તો જરૂરી કામ પુરા કરવામાં સરળતા રહે. નહીં તો થાય એવું કે કોઈ જરૂરી કામ હોય અને જો રજા છે તે વાતનો ખ્યાન ન રહે તો કામ અટકી જાય છે.

આજે 20 સપ્ટેમ્બર છે અને આ મહિનો પૂર્ણ થવા માટે માત્ર 10 દિવસ બાકી છે. પરંતુ આ 10 દિવસમાં પણ 4 દિવસ એવા છે જે દરમિયાન બેંકના કામ થશે નહીં. એટલે કે બેંકોમાં 4 દિવસ રજા રહેશે.

image source

આવી સ્થિતિમાં જો તમારે આગામી દિવસોમાં બેંકનું કોઈ જરૂરી કામ કરાવવું હોય અથવા તો રજામાં ક્યાંય ફરવા જવું હોય તો આ રજાઓના લિસ્ટ પર એક નજર જરૂરથી કરી લો. અત્રે નોંધવું જરૂરી છે કે આ રજાઓ દેશના વિવિધ રાજ્યો તહેવારો કે ખાસ દિવસના આધારે છે. તેથી શક્ય છે કે કેટલાક રાજ્યોમાં રવિવાર, શનિવાર સિવાય કોઈ રજાઓ હોય જ નહીં.

20 સપ્ટેમ્બર – ગંગટોકમાં ઈન્દ્રરાજ યાત્રાના કારણે સોમવારે બેંકો બંધ રહેશે.

image source

21 સપ્ટેમ્બર – શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસને કારણે તિરુવનંતપુર અને કોચીની બેંકો બંધ રહેશે.

25 અને 26 સપ્ટેમ્બર – ચોથા શનિવાર અને રવિવારની રજાના કારણે તમામ બેંકો બંધ રહેશે.

જો કે આ રજાઓ માત્ર કેટલાક રાજ્યોમાં જ હશે અન્યથા ઉત્તર ભારતમાં સોમવાર અને મંગળવારે બેંકોનું કામકાજ ચાલુ જ રહેશે.