આ 1 કારણે રાજીવે લીધો મોટો નિર્ણય, સીએની પ્રેક્ટિસ છોડીને શરૂ કરી દીધું લાખોની કમાણીનું કામ

કોમર્સ કર્યા પછી બાળક સીએ બને તેવી મોટાભાગના માતાપિતાની ઈચ્છા હોય છે. આજકાલ યુવાનોમાં પણ સીએ બનવાની ધૂન સવાર હોય છે. મોટી સંખ્યામાં યુવાનો સીએ માટે તૈયારી કરે છે અને દિવસ રાત એક કરી સીએની ડીગ્રી મેળવે છે. આ રીતે અથાગ મહેનત કરી મેળવેલી ડીગ્રીને પડતી મુકી અને કોઈ યુવક ખેતી કરવા લાગે તો ?

image source

આ વાત માની શકાય નહીં કે સીએ તરીકેનું કામ છોડી કોઈ ખેતી કરવા લાગે પરંતુ આ કામ કર્યું છે ઝારખંડના રાજીવ બિટ્ટૂએ. તે પણ મહેનત કરી અને સીએ તો બન્યો પરંતુ ત્યારબાદ એક ઘટના એવી બની કે તેણે તેનું હૃદય પરિવર્તન કરી દીધું અને તેણે ખેતી કરવાની શરુઆત કરી દીધી.

જો કે સીએ તરીકે સફળ રહેલા રાજીવે ખેતી કરીને પણ કમાલ કરી બતાવી છે અને તે આજે ખેતી વડે પણ લાખોની કમાણી કરે છે.

image soure

વર્ષ 2003માં સીએની પરીક્ષા પાસ કર્યા પછી રાજીવે રાંચીમાં એક જગ્યા ભાડે રાખી અને ત્યાં ઓફિસ ખોલી તેણે સીએની પ્રેક્ટિસ શરુ કરી દીધી. તે આ રીતે દર મહિને 40થી 50 હજાર રૂપિયાની કમાણી આરામથી એસીમાં બેસીને કમાઈ લેતો હતો. વર્ષ 2009માં તેણે લગ્ન કર્યા અને થોડા વર્ષ પછી તેમને ત્યાં એક દીકરીનો જન્મ થયો.

રાજીવના જીવનમાં સૌથી મોટો ટ્વીસ્ટ આવ્યો 2013માં જ્યારે રાજીવ તેની 3 વર્ષની દીકરીને લઈને બિહારના તેના ગામ ગોપાલગંજ ગયો હતો. તેની દીકરી ગામના વાતાવરણમાં અને લોકો સાથે હળીમળી ગઈ પરંતુ એક દિવસ તેને આશ્ચર્ય થયું એ જોઈને કે તેણે એક ખેડૂત પાસે જવાની ના કહી દીધી કારણ કે તેના કપડા માટીવાળા હતા. આ ઘટનાથી રાજીવ હચમચી ગયો અને તેણે નક્કી કરી લીધું કે તે હવે ખેતી તરફ આગળ વધશે.

image soure

દીકરીનું વર્તન માટીવાળા કપડા પહેરેલા ખેડુત માટે જોઈ રાજીવ ચિંતામાં મુકાઈ ગયો અને તેને અનુભૂતિ થઈ કે કેવી રીતે લોકોનું પેટ ભરવા માટે અનાજ આપનાર ખેડૂતને લોકો અવગણે છે. ત્યારબાદ તેણે ખેડૂત તરીકે કામ કરવાનું નક્કી કરી લીધું અને તેણે કૃષિ યુનિવર્સિટીની મદદથી ખેતી વિશે જાણકારી મેળવી લીઝ પર જમીન રાખી તેના પર ખેતી શરુ કરી.

રાજીવ ખેતરમાં તરબૂચ, કાકડી, અમેરિકન મકાઈ, ટમેટા જેવી વસ્તુઓની ખેતી કરે છે. રાજીવ પોતાના ખેતરોમાં ઉગતો પાક પણ એવી રીતે વેંચે છે કે જેનાથી તેને વધારે નફો મળે. તે અડધો પાક જથ્થાબંધ અને અડધો પાક છૂટક બજારમાં વેંચે છે જેને લઈ તે વર્ષે લાખોની કમાણી કરી રહ્યો છે.