Site icon News Gujarat

હાથ ઉપાડવો એ જ નહીં પણ આવા મેણાંટોણાં મારવા એ પણ છે ઘરેલુ હિંસાનો એક પ્રકાર, થઈ શકે છે જેલ

તાપસી પન્નૂની ફિલ્મ થપ્પડ તો સૌ કોઈને યાદ હશે. આ ફિલ્મ વડે લગ્ન પછી પત્ની પર અધિકાર સમજી કરવામાં આવતી ઘરેલુ હિંસાને દર્શાવવામાં આવી છે. તેમાં જણાવાયું કે એક થપ્પડ પણ સામાન્ય નથી. તેથી તેને લઈને પણ મહિલાઓએ જાગૃત થવું જોઈએ.

image source

વર્તમાન સમયમાં રોજે રોજ ઘરેલુ હિંસાના સમાચાર પ્રકાશિત થાય છે. શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ ચોપડે ચડે ત્યારે તો સામે આવે જ છે પરંતુ કાયદાના નિષ્ણાંતોના મતે એવી ઘણી વાતો છે જે આપણી આસપાસ બનતી હોય છે પરંતુ આપણે એ વાતથી અજાણ છીએ કે આ વાતોને પણ ઘરેલુ હિંસા જ કહેવાય છે.

કોરોનાના કારણે જ્યારે દેશમાં લોકડાઉન થયું ત્યારે સૌથી વધુ ઘરેલુ હિંસાના કેસો સામે આવ્યા હતા. સામાન્ય રીતે લોકો માને છે કે જ્યારે પરિવારનો પુરુષ સભ્ય સ્ત્રી પર હાથ ઉપાડે તેને જ હિંસા કહેવાય છે. પરંતુ આવું નથી. ઘરમાં મહિલા સાથે થતી મારપીટ જ નહીં પરંતુ એવા અનેક અત્યાચારો છે જે પહેલી નજરે તમને સામાન્ય લાગશે પરંતુ તે કાયદા અનુસાર ખરેખર ઘરેલુ હિંસામાં સામેલ છે. આજે તમને કાયદા અનુસાર કઈ કઈ બાબતો ઘરેલુ હિંસામાં આવે છે તે જણાવીએ.

શારીરિક શોષણ

image source

કાયદા મુજબ જો કોઈ વ્યક્તિ સ્ત્રી સાથે શારીરિક અત્યાચાર કરે તો તે ગુનો છે. જેમાં જાનથી મારી નાખવાની ધમકી, અત્યાચારનો સમાવેશ થાય છે.

જાતીય સતામણી

જાતીય સતામણીમાં જો કોઈ સ્ત્રીને જાતીય રીતે સતામણી કરવામાં આવે કે તેનું શોષણ કરવામાં આવે તો તે ઘરેલું હિંસા છે.

વાતચીતથી સતામણી

image source

વાતચીત સતામણીમાં અપમાન, તિરસ્કાર, નામ બોલાવવું, જાહેરમાં અપમાન કરવું અને છોકરાના જન્મ માટે દબાણ કરવું વગેરેનો સમાવેશ થાય છે.
જો પીડિતાને કોઈ પણ વ્યક્તિને આવી વાતો કરી સતત પરેશાન કરે તો તે ઘરેલુ હિંસાનો એક ભાગ છે.

નાણાકીય સતામણી

આર્થિક સતામણીમાં કોઈપણ આર્થિક અથવા નાણાકીય લાભથી વંચિત રાખવી. તેને કાનૂની અધિકારથી વંચિત રાખવા, ભોગ બનનારને આવશ્યક ચીજવસ્તુઓથી દૂર રાખવી, તેની પાસેથી મિલકતની માંગણી કરવાનો સમાવેશ થાય છે. કોઈપણ જંગમ અથવા સ્થાવર મિલકત, કિંમતી વસ્તુઓ, શેર, બોન્ડ વગેરે લઈ લેવા તે પણ ઘરેલુ હિંસાનો એક ભાગ છે.

image source

આ સાથે જણાવી દઈએ કે પહેલા ઘરેલુ હિંસાના કેસમાં માત્ર પુરુષોને જ પક્ષકાર બનાવી શકાતા હતા, પરંતુ હવે તેમાં કોઈને પણ આરોપી બનાવી શકાય છે. તેના કારણે હવે ભાભી, નણંદ, દેરાણી કે જેઠાણી, સાસુ પણ ઘરેલુ હિંસાના કેસના આરોપીઓમાં સામેલ હોય શકે છે. એટલે કે ઘરની મહિલા સભ્યો મેણાંટોણાં મારે તો પણ તે એક પ્રકારની ઘરેલું હિંસા છે.

Exit mobile version