ચોમાસામાં બાઈક અને કાર બંધ ના થવા દેવી હોય તો ફોલો કરો આ ટિપ્સ, નહિં તો હેરાન થઇ જશો

દેશમાં છેલ્લા અમુક સમયથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે. છતાં કોરોના ગયો નથી એ પણ વાસ્તવિકતા છે. આ સમયે આપણે જેટલી સાવચેતી રાખતા હતા તેવી જ સાવચેતી આગળ પણ રાખવી પડશે. આ સમયમાં લોકો ઘરની બહાર જવાનું પણ ટાળી રહ્યા છે જેના કારણે તેમના બાઈકનો પણ ઉપયોગ બંધ થયેલો છે અથવા ઓછો થાય છે. વળી, ઘણા ખરા લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા હોવાથી તેમની બાઈક ઘરે એમ જ પડી રહી છે અને આગામી સમય ચોમાસાનો હોવાથી બાઈકની સંભાળ લેવી પણ જરૂરી બની ગઈ છે.

image source

જો તમારી બાઈક ઓન ઘણા સમયથી એમને એમ જ પડી છે તો તેમાં સમસ્યાઓ સર્જાઈ શકે છે. બાઈક ભલે ચલાવવામાં ન આવે પણ તેની સમયસર સંભાળ લેવી જરૂરી છે.

image source

જો તમે આ સમયમાં તમારી બાઈક ગેરેજમાં લઈ જઈને સર્વિસ નથી કરાવવા ઇચ્છતા તો તમે એને ઘરે બેસીને જ 6 સરળ ટિપ્સથી બાઈક સારી કંડીશનમાં રાખી શકો છો. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને એ 6 ટિપ્સ વિશે જણાવીશું.

આ સામાનની જરૂર પડશે

ઘરે જ બાઈકનું સામાન્ય સમારકામ કરવા માટે તમારે એક નાની ટુલકિટ ની જરૂર પડશે. અને સાથે જ મોબીલ ઑયલ, ગ્રીસ અને એર પંપની પણ આવશ્યકતા રહેશે.

1. બાઇકની સફાઈ

image source

સર્વિસ કર્યા પહેલા તમે તમારી બાઇકને પાણી અને સાધારણ શેમ્પુ વડે વ્યવસ્થિત રીતે ધોઈ લો અને ત્યારબાદ જ સર્વિસનું કામ શરૂ કરો.

2. મોબીલ ઑયલ બદલાવો

image source

હવે બાઇકને મુખ્ય સ્ટેન્ડ પર ઉભી રાખી દો અને સૌથી પહેલા તેનું જૂનું ઑયલ કાઢી નવું મોબીલ ઑયલ નાખી દો. ત્યારબાદ બાઇકની બ્રેક ચેક કરો અને જરૂર પડે તો તેને ટાઈટ કરો. સાથે જ બાઇકની ચેનને પણ ટુલ કિટની મદદથી ટાઈટ કરી લો અને તેમાં ગ્રીસ પણ લગાવી દો.

3. એયર ફિલ્ટરની સફાઇ

image source

બાઇકની સીટને હટાવીને તેની નીચે લગાવવામાં આવેલા બાઇકને એયર ફિલ્ટરને કાઢી હવા ભરવાના પંપ દ્વારા તેને સાફ કરો અને ત્યારબાદ ટુલ કીટ દ્વારા બાઈકનો પ્લગ ખોલી તેને પણ વ્યવસ્થિત સાફ કરો.

4. ગ્રીસ લગાવો

બાઇકને કલચ અને વાયરમાં હેન્ડલ પાસે ગ્રીસ લગાવો. બાઇકની એ જગ્યાઓએ પણ આછું ગ્રીસ લગાવો જ્યાં પાણી ન પહોંચવા દેવું હોય.

5. કલચ વાયર ટાઈટ કરો

image source

હવે બાઇકને કલચના વાયરને ચેક કરો અને જરૂર મુજબ તેને ટાઈટ કરી તેમાં ગ્રીસ લગાવી દો.

6. બાઇકની બેટરી ચેક કરો

હવે બાઇકની બેટરીની સ્થિતિ કેમ છે તે ચેક કરો. જો તેમાં પાણી ઓછું હોય તો પાણી ભરી દેવું. એ સિવાય તેના વાયરિંગને પણ સાફ કરો અને તે વ્યવસ્થિત લાગેલા છે કે કેમ તે તપાસો. આટલું કામ કર્યા પછી તમારી બાઈકની સામાન્ય સર્વિસ થઈ ચૂકી છે.

image source

આ રીતે કોરોનાકાળમાં પણ તમે તમારા બાઈકની ઘરે બેઠા જાતે જ સંભાળ લઈ શકો છો જેથી જ્યારે બાઈક લઈને ક્યાંક જવાનું થાયતો તમારું કામ ન બગડે અને બાઈક સામાન્ય રીતે ચાલવા લાગે. શક્ય હોય તો અઠવાડિયામાં ઓછામાં ઓછું બાઈકનો એક આંટો લઈ લેવો બાઇકને લાંબા આયુષ્ય માટે સારું ગણાય છે.