આ એક ભુલ કરી તો અટકી જશે બધા જ વ્યવહાર, જાણી લો આ નવા નિયમો જે તમારા માટે જરૂરી છે

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ હેઠળ કરવામાં આવતા મુખ્ય કામો પૂર્ણ કરવા માટે આ સપ્ટેમ્બર મહિનો અતિ મહત્વનો છે. તેવામાં કરદાતાઓ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. જીએસટીએન દ્વારા એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, જે કરદાતાઓએ છેલ્લા બે મહિનામાં જીએસટીઆર -3 બી રિટર્ન ફાઇલ કર્યું નથી તેઓ 1 સપ્ટેમ્બરથી જીએસટીઆર -1 માં આઉટવર્ડ સપ્લાયની વિગતો એડ કરી શકશે નહીં. જીએસટીએનએ જણાવ્યું હતું કે, જીએસટીઆર -1 ફાઈલ કરવા માટે પ્રતિબંધનો નિયમ 1 સપ્ટેમ્બર 2021 થી અમલમાં આવી ચુક્યો છે.

image source

વેપાર સંબંધિત કંપનીઓ કોઈપણ મહિનાનું જીએસટીઆર-1 તેના આગામી મહિનાના 11 દિવસ સુધીમાં દાખલ કરી શકે છે. જ્યારે જીએસટીઆર-3બીને આગામી મહિનાના 20-24 દિવસમાં દાખલ કરવાનું રહેશે.

image source

કોમર્શિયલ કંપનીઓ જીએસટીઆર-3બી વડે ટેક્સની ચુકવણી કરી શકે છે. નિયમ અનુસાર જો કોઈ રજિસ્ટર્ડ કારોબારી છેલ્લા 2 મહિના દરમિયાન ફોર્મ જીએસટીઆર-3બીમાં રિટર્ન ભરી શકતા નથી તો તેવા વ્યક્તિને માલ કે સેવાની આપૂર્તિ માટે જીએસટીઆર-1 દાખલ કરવા મંજૂરી મળશે નહીં.

image source

એવા કારોબારી જે ત્રિમારી રિટર્ન દાખલ કરે છે તેમણે છેલ્લે કોઈ અવધિ દરમિયાન ફાર્મ જીએસટીઆર-3બીમાં રિટર્ન ભર્યું છે તો તેમના માટે પણ જીએસટીઆર-1 ભરવા પર રોક હશે. જીએસટીના નિયમો અનુસાર આ વિચારેલી વ્યવસ્થા છે. આ પ્રકારે નિયંત્રણ જરૂરી છે. કારણ કે એવા ઘણા કેસ સામે આવ્યા છે જેમાં ટેક્સપેયર જીએસટીઆર-1માં પોતાની સપ્લાયની રિપોર્ટ આપે છે પરંતુ તેની સાથે જીએસટીઆર-3બી રિટર્ન જમા કરતા નથી. જેના વડે જ વાસ્તવમાં સરકારને ટેક્સ ચુકવાય છે.

image source

આઉટવર્ડ સપ્લાયમાં કોઈ સુધારો કરવો હશે તો તેને આ સપ્ટેમ્બર માસમાં જ કરાવવાનો રહેશે. જો કોઈ વેપારીએ બી2બી સપ્લાયને બી2સીમાં રિપોર્ટ કરી દીધું છે તો તેને સપ્ટેમ્બર 2021માં સુધારવું પડશે. નાણાકીય વર્ષ 2020-21માં આપેલા ચલણથી સંબંધિત ક્રેડિટ નોટ સપ્ટેમ્બર 2021ના મહિના માટે રિટર્ન ભર્યા પછી કરી શકાતા નથી. તેથી નાણાકીય વર્ષ 2020-21 માટે કોઈપણ ક્રિડેટ નોટ સપ્ટેમ્બર 2021ના મહિના સુધી જાહેર કરવી જરૂરી છે.