ધનતેરસના દિવસે કરો આ કામ, નહિ થાય ક્યારેય આર્થિક તંગી

હિન્દૂ કેલેન્ડર અનુસાર આસો માસના કૃષ્ણ પક્ષની તેરસની તિથિએ ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે ધનતેરસ 2 નવેમ્બર 2021ને મંગળવારના રોજ આવી રહ્યો છે. આ પાંચ દિવસ ચાલતી દિવાળી તહેવારનો પહેલો દિવસ છે. ધનતેરસના દિવસે ધનના દેવતા કુબેર ભગવાન અને ધનવંતરીની પૂજા વિધિ વિધાન પૂર્વક કરવામાં આવે છે. એમની પૂજાથી વ્યક્તિનું જીવન આખું વર્ષ આનંદ અને ખુશીઓથી ભરાઈ જાય છે. ધાર્મિક માન્યતા છે કે ધનતેરસના દિવસે આ ઉપાય કરવાથી ઘરના કોઈપણ પ્રકારની આર્થિક સમસ્યા નથી થતી. ઘરના બધા જ સંકટ ટાળી જાય છે. ઘરમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યનો વાસ થાય છે.

ધનતેરસ પર કરો આ ઉપાય

પંચદેવોની પૂજા

image source

ધનતેરસના દિવસે પંચદેવો ભગવાન ધનવંતરી, માતા લક્ષમી, કુબેર યમરાજ અને ભગવાન ગણેશ જીની પૂજાને ઉત્તમ માનવામાં આવે છે. એમની પૂજાથી ઘર પરિવારમાં લક્ષમીનો વાસ રહે છે.

પશુઓની પૂજા

ધનતેરસના દિવસે ગ્રામીણ ક્ષેત્રોમાં પશુઓની પૂજા પ્રચલન છે. આ દિવસે લોકો એમને પશુઓ, ખાસ કરીને ગાય માતાની પૂજા કરે છે. દક્ષિણ ભારતમાં તો ગાયને માતા લક્ષમીનું રૂપ માનવામાં આવે છે.

દીપદાન

image source

ધનતેરસના દિવસે દીપદાનનું ખાસ મહત્વ હોય છે. ધાર્મિક માન્યતા છે કે જે ઘરમાં યમરાજના નિમિતે દીપદાન કરવામાં આવે છે એ ઘરમાં અકાળ મૃત્યુ નથી થતું.

ધાણા ખરીદો

આમ તો ધનતેરસના દિવસે સોનું અને પિત્તળ ખરીદવાનો રિવાજ છે. પણ જો તમે સોનું કે પિતલ ન ખરીદી શકો તો તમે ધનતેરસના દિવસે પીળી કોળી કે ધાણા જરૂર ખરીદવા જોઈએ. ધનતેરસના દિવસે ધાણા ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે ધનતેરસના દિવસે ધાણા ખરીદવાથી ઘરમાં લક્ષમીજીનો વાસ થાય છે.

હળદર ખરીદો

image source

ધનતેરસના દિવસે શુભ મુહૂર્તમાં બજારમાં મળતી હળદરની ગાંઠો કે કાળી હળદર ખરીદીને ઘરે લાવો. હવે એને કોરા કપડામાં રાખીને સ્થાપિત કરો. હવે ષડોપચારથી એનું પૂજન કરો. હવે એનું દાન કરો. માન્યતા છે જે આવું કરવાથી ઘરમાં ધનની કમી નહિ થાય અને સાથે જ કાર્યમાં આવી રહેલી બાધાઓ પણ દૂર થશે

ધનતેરસની તિથિ અને શુભ મુહૂર્ત

image source

ધનતેરસ આ વર્ષે 2 નવેમ્બર 2021ને મંગળવારના રોજ આવી રહી છે. તમને જણાવી દઈએ કે 2 નવેમ્બરે પ્રદોષ કાળ સાંજે 5 વાગ્યાને 37 મિનિટથી રાત્રે 8 વાગ્યાને 11 મિનિટ સુધી રહેશે. તો વૃષભ કાળ સાંજે 6.18 મિનિટથી સાંજે 8 14 મિનિટ સુધી રહેશે. ધનતેરસના દિવસે પૂજાનું શુભ મુહૂર્ત સાંજે 6 18 મિનિટથી રાત્રે 8 11 મિનિટ સુધી રહેશે.