જો તમે માઉન્ટ આબુ અને ઉદયપુરથી કંટાળી ગયા હોવ તો રાજસ્થાનના આ સ્થળોની મારજો લટાર, જોરદાર મજા આવશે

રજાઓ આવે એટલે આપણે મોટે ભાગે કાંતો માઉન્ટ તરફ જતા રહીએ છીએ અથવા તો દીવ તરફ ફરવા જતા રહીએ છીએ. માઉન્ટ આબુમાં તો જાણે ગુજરાતીઓ જ ગુજરાતીઓ જોવા મળે છે. પણ આજે અમે તમને રાજસ્થાનના એવા સ્થળો વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે ખરેખર ખૂબ જ સુંદર અને ફરવાલાયક છે. અને તે ગુજરાતથી તેટલા બધા દૂર પણ નથી અને તમારા બજેટમાં જ તમે નવી જગ્યાની
મુલાકાત પણ લઈ શકશો. તો ચાલો જાણીએ તે સ્થળો વિષે

ભીલવાડા

image source

અમદાવાદથી 411 કિમી દૂર આવેલું ભીલવાડા અત્યંત સુંદર છે. ભીલવાડાનું મુખ્ય આકર્ષણ અહીંની ટેકરી પર આવેલો 7 માળનો બાડનોર ફોર્ટ છે. અહીંનું એક સ્થળ ઉડાન છત્રી ટુરિસ્ટ માટેનું ખાસ આકર્ષણ છે. ભીલવાડાથી થોડાંક જ અંતરે બિજોલિયા નગર આવેલું છે. અહીં દિગંબર જૈનનું પાર્શ્વનાથ તીર્થસ્થાન પણ આવેલું છે. અને બિજોલિયાનો સુંદર ફોર્ટ પણ આવેલો છે અને અહીંનું મંદાકિનીનું મંદિર અને કિલ્લામાં આવેલું શિવાલય પણ જોવાલાયક છે. બિજોલીયા તેની સ્થાપત્યકળા માટે પ્રખ્યાત છે. ભીલો દ્વારા અહી જટાઓ કે મંદિર 11મી સદિમાં બનાવવામાં આવ્યુ હતું.

સીતામાતા વાઇલ્ડ લાઇફ સેન્ચુરી

image source

અમદાવાદથી આ સ્થળ 288 કિમીના અંતરે આવેલું છે. આ વાઇલ્ડ લાઇફ સેન્ચુરી પ્રતાપગઢ શહેર નજીક આવેલી છે. અહીં વાલ્મિકી આશ્રમ પણ આવેલો છે. એવી માન્યતા છે કે અહીં સીતામાતા અને ભગવાન શ્રી રામના પુત્રો લવ અને કુશનો જન્મ થયો હતો. અહીં કેટલાક પૌરાણિક મંદિરો પણ આવેલા છે જે સીતા માતા અને હનુમાનજીની ગાથા સાથે જોડાયેલા છે. આ સિવાય અહીંની વાઇલ્ડલાઇફ પણ
જોવા જેવી છે. અને અહીં વહેતી સુંદર નદીઓ તેમજ ઝરણા પણ જોવા લાયક છે.

બીજું એક મહત્ત્વનું આકર્ષણ નજીકમાં આવેલા લાખિયાભાટાના પથ્થરો પર હજારો વર્ષો પહેલા માનવજાતી દ્વાર દોરવામાં આવેલા ચિત્રો પણ છે.

ચિત્તોડગઢ

image source

ચિત્તોડગઢનું નામ તો તમે ઘણીવાર સાંભળ્યું જ હશે પણ કદાચ જોયું નહીં હોય. રાજપૂતોની શાન છે ચિત્તોડગઢ. એક માન્યતા પ્રમાણે ચિતોડગઢના કિલ્લાના નિર્માણની શરૂઆત ભીમે કરી હતી. ચિતોઢગઢમાં અનેક જોવા લાયક સ્થળો છે અહીંનો રાણી પદ્મિનીનો મહેલ અત્યંત સુંદર છે. રાણી પત્મિની એટલા સુંદર હતા કે ક્રૂર શાસક અલાઉદ્દીન ખીલજીએ રાણીનું પ્રતિબિંબ એક આઇનામાં જોઈ લીધુ હતું ને તેમને પામવા માટે તેણે ચિત્તોડગઢ પર ચડાઈ કરી હતી. અહીં જૈનોના પહેલા તીર્થકર શ્રી આદિનાથ માટે 12મી સદીમાં સુંદર સ્થાપત્ય કીર્તિ સ્તંભ બનાવવામાં આવ્યો હતો.

રાણી પદ્મિની ઉપરાંત અહીં રાણા કુંભાનો મહેલ પણ આવેલો છે અને આ જ મહેલના ભોંયરામાં રાણી પદ્મીનીએ મહેલની અન્ય સ્ત્રીઓ સાથે જૌહર કર્યુ હતું.

જાલોર

image source

જાલોર, અમદાવાદથી 303 કિમીના અંતરે આવેલું છે. જાલોર એક ઐતિહાસિક સ્થળ છે અહીંનો કિલ્લો 8મી તેમજ 10મી સદી દરમિયાન બનાવવામાં આવ્યો છે. આ કિલ્લા પરથી આસપાસના આખા શહેરનું સુંદર દ્રશ્ય જોઈ શકાય છે. અહીં એક સંસ્કૃત શાળા પણ આવેલી છે જે 7મી સદીમાં રાજા ભોજ દ્વારા બનાવવામાં આવી હતી. જો કે અંગ્રેજ કાળમાં તે શાળાનો ઉપયોગ શ્સ્ત્ર ભંડાર તરીકે કરવામા આવતો
હતો.

જાલોરમાં રાવલ રતન સિંઘ દ્વારા બંધાવવામાં આવેલું સિરેય મંદિર પણ છે. કહેવાય છે કે આ જગ્યા પર પૌરાણિક સમયમાં પાંડોવો પણ રોકાયા હતા.

કોટા

image source

કોટા શહેરને તમે કોટા ફેક્ટરી સિરિઝના કારણે સારી રીતે જાણતા જ હશો. આ શહેર મુખ્ય રીતે તેમાં ચાલતા એન્જિનિયરિંગ ના અસંખ્ય ઇન્સ્ટીટ્યૂટના કારણે પ્રખ્યાત છે પણ અહીં કેટલાક સુંદર જોવાલાયક સ્થળો પણ આવેલા છે. અહીં એક અભેદ મહેલ આવેલો છે જેનો ઉપયોગ તે સમયે રાજપૂત મહારાજાઓ હોલીડે હોમ તરીકે એટલે કે નવરાશની ક્ષણો માણવા માટે કરતા હતા. અહીંનું કરણીમાતાનું
મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. આ ઉપરાંત અહીં એક ડેમ પણ આવેલો છે. અહીં કોટાના મહારાણીએ 18મી સદીમાં એક મહેલ બનાવ્યો હતો, જેનું નામ જગમંદિર પેલેસ છે જે પણ જોવા લાયક છે. આ મહેલની ખાસિયત એ છે કે તે કિશોર સાગર સરોવરની વચ્ચે આવેલો છે. તેમજ જો તમને આદિકાળમાં રસ હોય તો અહીં હજારો વર્ષ પહેલાં માનવો દ્વારા દોરવામાં આવેલા ચિત્રો પણ છે.

જવાઈ લેપર્ડ સેન્ચુરી

image source

દીપડાઓ માટેનું આ અભયારણ્ય છે. આ જગ્યા અમદાવાદથી માત્ર 283 કિમી દૂર આવેલી છે. અહીં તમે ખુલ્લા મેદાન તેમજ પથરાળ કોતરોમાં દીપડાને મહાલતા જોઈ શકો છો. અહીંના અભ્યારણ્ય દ્વારા ટુરિસ્ટને સફારી પણ કરાવવામાં આવે છે, જેમાં તમે જંગલ વિભાગની જીપમાં બેસીને સુરક્ષિત અંતરે સુરક્ષિત રહીને દીપડાને જોઈ શકો છો. સફારીનો આ લાહવો પણ જીવનમાં એકવાર તો લેવો જ
જોઈએ.

image source

આ જંગલમાં માત્ર દિપડાં જ નહીં પણ બીજા યાયાવર પક્ષીઓ, તેમજ અહીંના સદિઓ જૂના પૌરાણીક મંદિરો પણ જોઈ શકો છો. અહીં રહેવા માટે તમે નજીકના બેરા નગરમાં હોટેલમાં રૂમ રાખવનો રહેશે. જો તમને એડવેન્ચર પસંદ હોય તો તમે ટ્રેકિંગ પણ કરી શકો છો. તો હવે પછી માઉન્ટ આબુ કે ઉદયપુર નહીં પણ રાજસ્થાનની આ જગ્યાઓની મુલાકાત લેજો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત