કોરોના કાળમાં હોળીની રજાઓની મજા માણવા પહોંચી જાવો ગુજરાતના આ બીચ પર, જ્યાં નહિં નડે કોરોના

જો તમે હોળીની 3 દિવસની રજાને ખાસ બનાવવા ઈચ્છો છો તો તમારા માટે ગુજરાતનું દીવ બેસ્ટ પ્લેસ હોઈ શકે છે. અહીં કોરોનાના કેસ પણ શૂન્ય છે અને સાથે જ તમે ફ્રેશ થવા અને ગરમીથી છૂટકારો મેળવવા દરિયાકિનારાની મજા માણી શકો છો. આ તમારા માટે બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે. અહીં તમે દરિયા કિનારાની સાથે જ રસ્તામાં ગિરનાર, ગીર ફોરેસ્ટ અને દીવમાં ફોર્ટ, ચર્ચ, મંદિર વગેરેની મજા માણી શકો છો.

image source

દીવ પોતાના સુંદર બીચ. ચર્ચ અને નેચરલ બ્યુટીને માટે દુનિયાભરમાં જાણીતું છે. અરબ સાગરમાં એક દ્વિપના રૂપમાં બનેલું આ ટુરિસ્ટ પ્લેસ ગુજરાતના એક કિનારે સ્થિત છે. અહીં મસ્તી કરવાની અલગ જ મજા છે. દીવમાં ફરવા માટે અનેક જગ્યાઓ પણ છે. તો જાણો અહીં જાઓ તો શું જોશો.

દીવ ફોર્ટ

image source

દીવ ફોર્ટ 3 સાઈડથી સમુદ્રથી અને ચોથી સાઈડથી એક નાની નહેરથી ઘેરાયેલો છે. નહેરની તરફથી જ કિલ્લા માટેનો એક એન્ટ્રી ગેટ પણ છે. 16મી સદીમાં બનેલા આ કિલ્લામાં તમે તે જમાનાની તોપ અને તલવારને પણ જોઈ શકો છો. આસપાસની જગ્યાઓએ ફરવા માટે અહીંથી બોટિંગની વ્યવસ્થા પણ છે.

ચક્રતીર્થ બીચ

image source

કહેવાય છે કે જાલંધર દૈત્યને મારવા માટે ભગવાન વિષ્ણુએ અહીંથી ચક્ર ચલાવ્યું હતું આ માટે તેનું નામ ચક્રતીર્થ પડ્યું છે. તમે લહેરોના અવાજ સિવાય અહીં કંઈ સાંભળી શકશો નહીં. આસપાસ નાની સુંદર પહાડીઓની મજા મળશે, તમે રાતના સમયે અહીં જશો તો લહેરોના અવાજ પહાડ સાથે અથડાઈને અલગ જ અહેસાસ આપે છે. આ સાથે કિનારા પર લાગેલા નારિયેળના ઝાડ પણ મનમોહક છે. અહીં એક શિવમંદિર છે. જ્યાંથી તમે સનરાઈઝ પણ જોઈ શકો છો. તેની પણ અલગ મજા છે.

પનીકોટા

image source

કાલેપાનીના નામથી જાણીતી આ ઈમારત ફોર્ટની સામે છે. નજીકથી જોવા માટે અહીં બોટની સુવિધા પણ છે. સેન્ટ પોલ ચર્ચને હવે મ્યુઝિયમમાં ફેરવી દેવાયું છે. અહીં તમને ક્રિશ્ચિયન કલ્ચરની જાણકારી, મૂર્તિઓ અને શિલાલેખ અને તે સમયની કળાના નમૂના પણ જોવા મળી શકે છે.

ગંગેશ્વર મંદિર

image source

આ મંદિર ફૂદમ હામની એક ચટ્ટાનની નીચે એક નાની ગુફામાં છે. માનવામાં આવે છે કે વનવાસ સમયે ભટકતા પાંડવો આ ગુફામાં રોકાયા હતા. તેઓએ અહીં 5 શિવલિંગ સ્થાપિત કર્યા હતા. તમે આ મંદિરને હંમેશા જોઈ શકતા નથી કેમકે ખાસ કરીને સમુદ્નનું પાણી વધતી સમયે ગુફા પાણીમાં ડૂબી જાય છે.

જાલંધર બીચ

આ એક શાંત બીચ છે. અહીં તમે કલાકો વીતાવી શકો છો અને અહીં તમને પાણી સિવાય કોઈ અવાજ આવતો નથી, અહીંની લહેરો એકદમ શાંત છે. બીચ બાદ મંદિર જવાનું મન હોય તો અહીં પહાડી પર બનેલા જાલંધર મંદિર અને દેવી ચંદિકાનું મંદિર છે ત્યાંની મુલાકાત લઈ શકો છો.

જામપોર બીચ

image source

જો તમારી હોબી સ્વીમિગ છે અને વોટર સ્પોર્ટ્સ છે તો તમે અહીં જઈ શકો છો. કોઈ ફેસ્ટિવલ સમયે આ બીચને સુંદર લાઈટ્સથી સજાવાય છે.અહીં પામના અનેક ઝાડ છે. જે સતત સી વિંડથી લહેરાતા રહે છે.

દેવકા બીચ

image source

અહીં તમે બાળકો સાથે મજા કરી શકો છો. આ બીચ ઘણો લાંબો છે. અહીનું એમ્યુઝમેન્ટ પાર્ક અને મ્યુઝિકલ ફાઉન્ટેન મન મોહી લે છે. બાળકો માટે અહીં ઘણું છે. અહીં પાણીની અંદર મોટા અને નાના સ્ટોંસ છે. આ માટે બીચ પર સ્વિમિંગ કરવાનું અવોઈડ કરો.

ગોમતીમાલા બીચ

આ સુંદર અને શાંત બીચ છે. અહીં અનેક વોટર સ્પોર્ટ્સ થાય છે. સ્વિમિંગ માટે અહીં સિક્યોરિટી રખાઈ છે. દીવથી 27 કિમીન દૂર આ બીચ આવેલો છે. શાંતિનો અહેસાસ કરવા માટે આ જગ્યા બેસ્ટ છે.

નાગોઆ બીચ

દીવથી 20 મિનિટના અંતરે આવેલો આ બીચ ખૂબ જ સુંદર છે. ટૂરિસ્ટ તેને વધારે પસંદ કરે છે. અહીં પામના ઝાડની લાઈન એવી હોય છે જાણે કે પેઈન્ટિંગ લગાવી હોય. ફેમિલિ સાથે ટાઈમ સ્પેન્ડ કરવા અને મજા કરવા માટે આ બીચ બેસ્ટ છે.

કેવી રીતે પહોંચશો

મુંબઈથી અહીં સીધી ફ્લાઈટની સુવિધા છે.

image source

દીવની નજીકનું રેલ્વે સ્ટેશન દેલવાડા છે.

રોડ માર્ગે તમે દીવ માટે દ્વારકા, વેરાવળ, સોમનાથ, ભાવનગર, રાજકોટ અને અમદાવાદથી બસ મેળવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!