ફરવા જવું હોય તો જરૂર જજો ભારતનાં આ ગામડાઓમાં, મનને શાંતિ મળશે અને નિરાંતનો પણ થશે અનુભવ

ભારત ગામડાનો દેશ છે. વ્યક્તિ ભલે મોટા મોટા શહેરોમાં ફરી લે પણ જે શાંતિ અને નિરાંત ગામડામાં મળે છે તે શહેરોની ભાગમભાગ વાળા જીવનમાં નથી મળતી. ગામડા આજે પણ જમીન સાથે જોડાયેલા છે. ત્યાં બહારની સભ્યતાની અસર નહિવત થઈ છે જેના કારણે તેની પોતાની સંસ્કારોની સંસ્કૃતિ અકબંધ રહેવા પામી છે.

image source

ગામડાના લોકો પ્રકૃતિ અને તેમની પાસે ઉપલબ્ધ સંસાધનોથી સંતુષ્ટ છે. અને તેને જે મળે છે તેના પ્રતિ તેઓ સમ્માન ભાવ રાખે છે. આ જ કારણ છે કે ત્યાં પહાડોની સુંદરતા, નદીઓના વહેણ સાથે કોઈ છેડછાડ નથી કરતા. જો તમે પણ આવી જોઈ જગ્યાએ જવા ઇચ્છતા હોય કે જ્યાં પ્રકૃતિની નિરાંત માણી શકાય તો આજનો આ આર્ટિકલ તમારા માટે ઉપયોગી થશે કારણ કે અહીં અમે તમને ભારતના અમુક સુંદર અને પ્રખ્યાત ગામડાઓ વિશે માહિતી આપી રહ્યા છીએ.

કિબ્બર

image source

કિબ્બર હિમાલયની સ્પીતિ ઘાટીમાં સ્થિત એક સુંદર ગામડું છે. આ વિશ્વનું એકમાત્ર ઊંચાઈ પરનું ગામડું છે જે રોડ સાથે જોડાયેલું છે. ગામની વસ્તી પણ બહુ વધારે નથી. અહીં માત્ર 80 જેટલા ઘરો છે પરંતુ તેની બનાવટ લાજવાબ છે. કારણ કે અહીંના ઘરો સામાન્ય ઈંટથી બનેલા નથી પરંતુ પથ્થરોથી બનેલા છે. આ ઘરોને જોવા અનેક પર્યટકો અહીં આવતા હોય છે. પહાડો પર વસેલું આ ગામ પર્યટકો માટે પૈસા વસુલ યાત્રા જેવું છે.

મટ્ટમ

image source

તામિલનાડુમાં આવેલું મટ્ટમ એક એવું ગામડું છે જે સૂર્યાસ્ત જોવાના શોખીન લોકોનું બેસ્ટ પ્લેસ છે. એ સિવાય આ ગામ સમુદ્ર કિનારા માટે પણ પ્રસિદ્ધ છે. અહીંના મોટાભાગના સ્થાનિક લોકો માછલી પકડવાનો વ્યવસાય કરે છે. અહીં આવેલ લાઈટહાઉસ પરથી સૂર્યાસ્તનો નજારો જોવો અદભુત લહાવો છે જે અહીં આવતા પર્યટકોને મંત્રમુગ્ધ કરી દે છે.

પ્રાગપુર

image source

પ્રાગપુર એક જૂનું ગામડું છે જે ઐતિહાસિક ઇમારતોથી ભરપૂર છે. અહીંના ઘરો કિલ્લા અને હવેલીઓ જેવા બનેલા છે જે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ ગામને ભારતીય ગામડાઓની સાંસ્કૃતિક ધરોહર પણ કહેવાય છે. કહેવાય છે કે આ ગામની સ્થાપના 16 મી સદીમાં થઈ હતી. ગામમાં બહુ ઓછા લોકો રહે છે પરંતુ પર્યટકોનો ઘસારો વધુ હોય છે.

મલાના

image source

હિલ સ્ટેશને ફરવા જવાનો શોખ હોય અને ત્યાં ભીડભાડ પણ ઓછી હોય તેવા સ્થાનની શોધમાં હોય તો હિમાચલ મલાના ગામ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. મલાના કુલ્લુ ઘાટીનું એક ગામ છે. ઊંચા ઊંચા પહાડોથી ઘેરાયેલું આ ગામ એક વખત ફરવા જવાનો લાયક છે. અહીં આવવા માટેનો બેસ્ટ ટાઈમ સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધીનો હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત