શરીરને દૂધથી મળે છે આ ફાયદા, જાણો કયા પ્રકારના દૂધથી શું મળે છે લાભ

દૂધ આપણી હેલ્થને બનાવી રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ સિવાય દૂધ પીવાથી હ્રદય રોગ, અનેક પ્રકારના કેન્સર, સ્થૂળતા અને ડાયાબિટીસ જેવી બીમારીઓને રોકવામાં મદદ મળે છે.

image source

દૂધ ભારતીયોના જીવનનો એક મહત્વનો ભાગ છે. કોઈને સાદુ દૂધ પીવું પસંદ હોય છે તો કોઈ ચામાં દૂધ નાંખીને પીએ છે. કોઈ દૂધમાં હળદર મિક્સ કરીને પીએ છે તો કોઈ તેમની પસંદના ફ્રૂટ સાથે તેને મિલ્ક શેકના રૂપમાં પીએ છે. અનેક લોકો દૂધને બ્રેકફાસ્ટની સાથે પીએ છે. પરંતુ આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે કયા પ્રકારના દૂધથી શરીરને કયા મોટા ફાયદા મળે છે

image source

દૂધનું સેવન અનેક લોકો ફક્ત એટલા માટે કરે છે કે તેમને લાગે છે કે દૂધ ફકત્ હાડકાને મજબૂત કરે છે. હકીકત એ છે કે દૂધમાં કેલ્શિયમ સિવાય અનેક પોષક તત્વો મળે છે. જે શરીરને અનેક રીતે ફાયદો આપે છે. એક સ્ટડીમાં કહેવાયું છે કે દૂધ પીવાથી લઈને અનેક વિવાદ પણ સામે આવ્યા છે. દૂધ હેલ્થને સારી રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. દૂધ પીવાથી હ્રદય રોગ, કેન્સર, ડાયાબિટીસની બીમારીમાં પણ રાહત મળે છે. માર્કેટમાં અનેક પ્રકારના દૂધ મળે છે અને તેના અનેક ફાયદા પણ છે. તો જાણો તેને વિશે.

ગાયનું દૂધ

image source

આંતરડા દ્વારા લેક્ટોઝ એબ્ઝોર્બ ન કરી શકવું અને સાથે અનેક પ્રકારની એલર્જીના કારણએ માનવામાં આવે છે કે ગાયનું દૂધ નાના બાળકો માટે સારું રહેતું નથી. સ્ટડીઝનું માનીએ તો ગાયના દૂધમાં નોન ડેરી મિલ્કની તુલનામાં પ્રોટીન વધારે હોય છે. સાથે તેમાં પ્રાકૃતિક રીતે કેલ્શિયમ, વિટામીન ડી, વિટામીન ઈ, વિટામીન બી 12 વધારે પ્રમાણમાં મળે છે. તેમાંથી ફોસ્ફરસ, મેગ્નેશિયમ પણ મળે છે. આ સિવાય ગાયના દૂધમાં અનેક ફાયદારૂપ એન્ટીઓક્સીડન્ટ્સ પણ મળે છે.

ભેંસનું દૂધ

image source

ભેંસનું દૂધ જે દુનિયાભરમાં દૂધના ઉત્પાદનનું લગભગ 12 ટકા ભાગ છે જે ગાયનું દૂધ વધારે હેલ્ધી હોય છે. આ માટે ભેંસના દૂધમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું હોય છે. સાથે ભેંસના દૂધમાં અમિનો એસિડ, સેલેનિયમ, ઝિંક અને એન્ટીઓક્સીડન્ટ હોય છે.

બકરીનું દૂધ

image source

અનેક જગ્યાઓએ બકરીના દૂધને ગાયના દૂધનો સારો વિકલ્પ માનવામાં આવે છે. ખાસ કરીને નવજાત શિશુને માટે. સ્ટડીના અનુસાર બકરીનું દૂધ પચવામાં સરળ હોય છે, તેમાં વધારે એલ્કલાઈન હોય છે. તેમાં ફેટનું પ્રમાણ ઓછું હોય છે અને ગાયના દૂધની તુલનામાં તેની સહનશીલતા વધારે હોય છે. મનુષ્યને પોષણ આપવા માટે બકરીના દૂધમાં ઔષધિય ગુણો વધારે હોય છે.

ઉંટનું દૂધ

image source

આ દૂધ અન્ય દૂધથી અલગ હોય છે..ઉંટનું દૂધ બ્રેસ્ટ મિલ્કની નજીકનું માનવામાં આવે છે. આ દૂધમાં ગ્લૂકોઝ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું હોય છે પણ તેમાં વિટામિન સી અને મિનરલ્સ જેવા કે આયર્ન, પોટેશિયમ, કોપર, ઝિંક અને મેગ્નેશિયમનું પ્રમાણ વધારે હોય છે. છેલ્લા કેટલાક વર્ષમાં નોન ડેરી દૂધની વેરાયટી દુનિયામાં ફેમસ થઈ રહી છે. તેનું કારણ છે કે પોષણ સંબંધી ફાયદા અને ખાસ કરીને દૂધનો પ્લાંટ બેસ્ડ સોર્સ છે. એવામાં સૌથી ફેમસ નોન ડેરી મિલ્કના 4 પ્રકાર છે.

સોયા મિલ્ક

સોયાબીન્સ અને સોયા પ્રોટીનથી તૈયાર થનારા સોયા મિલ્કને તેમની પોષણ સંબંઝી ખૂબીના કારણે ગાયના દૂધના સૌથી બેસ્ટ સબ્સ્ટિટ્યૂટ માનવામાં આવે છે. તેમાં પ્રોટીન, ફેટ અને કાર્બોહાઈડ્રેટનું લેવલ એટલું હોય છે જેટલું ગાયના દૂધમાં. સાથે જરૂરી એમિનો એસિડની હાજરીના કારણે તેને કમ્પલીટ પ્રોટીનની રૂપમાં પણ માનવામાં આવે છે.

નારિયેળનું દૂધ

image source

નારિયેળનું દૂધ કે કોકોનટ મિલ્કને પાણી અને નારિયેળના અંદર મળનારા સફેદ રંગની મલાઈને મિક્સ કરીને તૈયાર કરાય છે. દરેક નોન ડેરી દૂધની વેરાયટીમાં નારિયેળના દૂધમાં પોષણની માત્રા સૌથી ઓછી હોય છે જેથી ભારતીય ઉપમહાદ્વીપમાં આ દૂધનો ઉપયોગ કરાય છે. આ દૂધ શરીરના બ્લડ કોલેસ્ટ્રોલ લેવલને વધારવા માટે અને વજન ઘટાડવા માટે મદદરૂપ મનાય છે.

બદામનું દૂધ

image source

જે લોકો પોતાની હેલ્થને માટે સજાગ હોય છે તેઓ બદામના દૂધ કે આલ્મંડ મિલ્ક પીવાનું પસંદ કરે છે. તેમાં પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સીડન્ટ પ્રોપર્ટી પણ વધારે હોય છે. જ્યારે કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે.

ઓટ્સ મિલ્ક

image source

ઓટ્સ મિલ્ક એ પાણી, ઓટ્સ અને અન્ય અનેક સામગ્રીને મિક્સ કરીને તૈયાર કરાય છે. તેમાં ગાયના દૂધની તુલનામાં પ્રોટીન અને ફેટનુ પ્રમાણ ઓછું હોય છે. આ સાથે ઓટ્સ મિલ્કને હેલ્ધી ઓપ્શન માનવામાં આવે છે. કેમકે આ કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.