આ દિશામાં ભોજન કરવાથી એટલા લાભ થાય છે કે ના પૂછો વાત, જાણો અને બદલો તમારી આદતને

પૂર્વ દિશામાં મુખ કરીને ભોજન કરવાથી રોગ અને માનસિક તાણ દૂર થાય છે. એકદમ તાજગી અને સ્ફૂર્તીનો અહેસાસ મળે છે અને ભોજનનું પાચન પણ સારી રીતે થાય છે જેથી તમારું સ્વાસ્થ્ય સારુ રહે છે.

image source

વાસ્તુશાસ્ત્રમાં ભોજન કરવાના સ્થાનને લઈને કેટલાક દિશાનિર્દેશ કરવામાં આવ્યા છે. અને આ માટે ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા છે જે મુજબ જો ઘરની યોગ્ય દિશામાં બેસીને ભોજન કરવામાં આવે તો પરિવારના સદસ્યોની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય સારુ રહે છે. જો ખોટી દિશામાં બેસીને ભોજન કરવામાં આવે તો આરોગ્ય સંબધી તકલીફો ઉભી થઈ શકે છે. તમે કઈ દિશામાં બેસીને જમો છો એ વાસ્તુ અનુસાર ખુબ મહત્વ રહેલું છે. અને તેની અનુકળ અને પ્રતિકૂળ અસર તમારા શરીર પર પડે છે.

પૂર્વ દિશા

image source

પૂર્વ દિશા તરફ મો રાખીને ભોજન આરોગવું શુભ છે. આ રીતે ભોજન આરોગવાથી માનસિક તાણ દૂર થશે. રોગોથી મુક્તિ મળશે અને દિમાગ પણ સ્ફૂર્તીલુ બનશે. વળી આહારનું પાચન પણ યોગ્ય થશે. વૃધ્ધ અને બીમાર રહેતા લોકોને પૂર્વ દિશામાં મો રખાવીને ભોજન કરાવવાથી ફાયદો થશે.

ઉત્તર દિશા

image source

ઉત્તર દિશામાં મો રાખીને જમવાથી કારકિર્દી અને શિક્ષણમાં મોં માંગ્યા પરિણામ મળે છે. જે લોકો ધન, વિદ્યા અને આધ્યત્મિક શક્તિ મેળવવા માંગતા હોય તો તે લોકોએ ઉત્તર દિશામાં મો રાખીને ભોજન લેવું જોઈએ. વિદ્યાર્થી વર્ગ અને યુવા વર્ગને આ દિશામાં મોં રાખી જમવાથી ખૂબ લાભ થાય છે.

પશ્ચિમ દિશા

image source

પશ્ચિમ દિશાને લાભકારી દિશા માનવામાં આવે છે. વ્યાપારીઓ, નોકરિયાતો અથવા તો જેમનું કામ શારિરિક નહીં પણ માનસિક ક્ષમતા સાથે જોડાએલું છે તેમને પશ્ચીમ દિશામાં મો રાખીને ભોજન ગ્રહણ કરવું જોઈએ. આ દિશા તેમને તેમના ક્ષેત્રમાં સફળતાના નવા આયામ હાંસલ કરવામાં મદદ કરશે.

દક્ષિણ દિશા

image source

દક્ષિણ દિશા યમની દિશા માનવામાં આવે છે. આ દિશામાં ભોજન કરવાથી કોઈ નુકસાન નથી થતું પણ જેમના માતા-પિતા જીવીત હોય તેમણે આ દિશામાં ભોજન ન કરવું જોઈએ. તેનો ખરાબ પ્રભાવ તમારા માતા-પિતાના જીવન પર પડી શકે છે. જો તમે સમૂહ ભોજન કરી રહ્યા છો તો કોઈ દિશા અસર નથી કરતી.

ઘરમાં ડાઈનીંગ રૂમ ક્યા હોવો જોઈએ?

image source

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ડાઈનીંગ રૂપ માટેની ઉત્તમ દિશા ઘરની પશ્ચીમ દિશા છે. ઘરની પશ્ચીમ દિશામાં બનેલ ડાઈનિંગ રૂમ ઘરમાં સકારાત્મક ઉર્જાનું સંચારણ કરે છે. અહીં ભોડન કરવાથી તમામ જરૂરતો પૂરી થાય છે. અને પોષણ મળે છે તેમડ સ્વાસ્થ્ય પણ સારૂ રહે છે. પણ જો કોઈ કારણોસર પશ્ચીમ દિશામાં ડાઈનીંગ રૂમ ન બનાવી શકો તો બીજો વિકલ્પ છે ઉત્તર-પૂર્વ અથવા પૂર્વ દિશા.

ભૂલથી પણ અહીં ન બનાવતા ડાઈનીંગ રૂમ

image source

પણ ભૂલતી પણ ઘરની દક્ષિણ-પશ્ચીમ દિશામાં ડાઈનીંગ રૂમ ન હોવો જોઈએ. કેમ કે આ દિશામાં ભોજન કરવાથી કોઈ મજબૂતી કે પોષણ મળતુ નથી. ઉલટું પારિવારિક સંબંધોમાં કડવાશ આવે છે. અને પતિ-પત્ની, સંતાનો, ભાઈ-બહેન, દંપત્તિના સંબધો બગડે છે.

અહીં ન રાખશો વોસબેસિંગ

image source

ડાઈનીંગ રૂપમની સામે ઘરનું મુખ્ય દ્વાર અથવા શૌચાલય હોય તો તે આંતરિક કલહ અને માનસિક રીતે કષ્ટનું કારણ બને છે. ડાઈનીંગ રૂમમાં હાથ ધોવાનું વોસબેસિંગ પૂર્વમાં અથવા ઉત્તર-પૂર્વમાં રાખવું. વોસ બેસિન દક્ષિણ-પૂર્વ, દક્ષિણ-પશ્ચીમમાં ન હોવું જોઈએ. હા તમે ઉત્તર અથવા પશ્ચીમમાં રાખી શકો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ