પૈસાનું બજેટ ઓછુ છે અને મસ્ત કાર લેવી છે? તો આ કાર તમારા માટે છે બેસ્ટ, જે આપે છે 22 kmplની એવરેજ અને કિંમત તો 3 લાખ કરતા પણ ઓછી છે

Maruti કાર કંપની દેશની પ્રસિદ્ધ ઓટોમોબાઈલ કંપનીઓ માંથી એક કંપની છે. મારુતિ કંપનીની Alto કાર પણ એની કંપની જેટલી જ લોકપ્રિયતા ધરાવે છે. ઓછા બજેટમાં કાર ખરીદવાનું નક્કી કરનાર પરિવારોની પહેલી પસંદ Maruti Suzuki Alto કાર બને છે. Maruti Suzuki Alto કાર ઘણી બધી વાર સૌથી વધારે વેચાણ થવાની સાથે જ પહેલો ક્રમ પ્રાપ્ત કર્યા છે. વર્ષ ૨૦૨૧માં જાન્યુઆરી મહિનામાં પણ Maruti Suzuki Altoએ પહેલા નંબરનો ખિતાબ પ્રાપ્ત કર્યો છે. ત્યારે હવે જાણીશું આ કારની કીમત અને તેના ફીચર્સ વિષે.

image source

Maruti Suzuki Alto કારની શરુઆતની કીમત ૨.૯૯ લાખ રૂપિયા કીમત છે. Maruti Suzuki Alto કારનું પેટ્રોલ વર્ઝન ૨૨.૦૫ કિલોમીટર પ્રતિ કલાકની માઈલેઝ ધરાવે છે. ત્યારે Maruti Suzuki Alto કારનું CNG વર્ઝન ૩૧.૫૯ કિલોમીટર પ્રતિ કલાકની માઈલેઝ આપે છે. Maruti Suzuki Alto કારની પર્ફોમન્સ વિષે વાત કરીએ તો આ કારમાં પાવર માટે ૭૯૬ cc 3 સિલેન્ડરની સાથે ૧૨ વાલ્વ અને BS6 ક્મ્પ્લાયન્ટ ધરાવતું એંજીન આપવામાં આવ્યું છે.

image source

મારુતિ સુઝુકી અલ્ટો કારનું આ એંજીન ૬ હજાર rpm પર ૪૮ps જેટલો મેક્સિમમ પાવર અને ૩૫૦૦ rpmની સાથે ૬૯nm જેટલો પીક ટોર્ક જનરેટ કરે છે.

image source

Maruti Suzuki Alto કારનું એંજીન ૫ સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે સજ્જ આવે છે. Maruti Suzuki Alto કાર
૩૪૪૫ મિમિ જેટલી લંબાઈ, જયારે પહોળાઈ ૧૫૧૫ મિમિ જેટલી અને હાઈટ ૧૪૭૫ મિમિ ધરાવે છે. અલ્ટો કારનું વ્હિલ બેસ ૨૩૬૦ મિમિ છે. Maruti Suzuki Alto કારમાં ડ્રાઈવર સાથે ૪ વ્યક્તિઓની આરામદાયક રીતે બેસી શકે છે. મારુતિ સુઝુકી અલ્ટો કાર ૩૫ લિટરની ફ્યુઅલ ટેંક આપવામાં આવી છે. Maruti Suzuki Alto કાર જાન્યુઆરી, ૨૦૨૧માં ૧૮,૨૬૦ યુનિટ્સનું વેચાણ કરવામાં આવ્યું છે. પરંતુ જાન્યુઆરી, ૨૦૨૦માં મારુતિ સુઝુકી અલ્ટો કારનું વેચાણ ૧૮,૯૧૪ યુનિટ્સ વેચાયા હતા. ગત વર્ષની તુલનાએ વર્ષ ૨૦૨૧ના જાન્યુઆરી મહિનામાં ૩% ઘટાડો થયો છે.

image source

મારુતિ સુઝુકી અલ્ટો કારને ગત વર્ષે જ ભારતમાં પોતાના ૨૦ વર્ષ પુરા કરી લીધા હતા. મારુતિ સુઝુકી કંપનીએ પોતાની અલ્ટો કારને ભારતમાં વર્ષ ૨૦૦૦માં લોન્ચ કરી હતી. ત્યાર બાદ વર્ષ ૨૦૦૪સુધીમાં જ ભારત દેશમાં સૌથી વધારે વેચાણ થતી કારનો ખિતાબ પ્રાપ્ત કરી લીધો હતો. મારુતિ સુઝુકી કંપનીની અલ્ટો કારની ખાસ બાબતએ છે કે, મારુતિ સુઝુકી કંપનીની અલ્ટો કાર છેલ્લા ૧૬ વર્ષથી સતત દર વર્ષે બેસ્ટ સેલિંગ કારનો ખિતાબને પોતાના નામે કરાવતી આવી રહી છે. એટલું જ નહી, ચાલુ વર્ષના જાન્યુઆરી, ૨૦૨૧માં ટોપ સેલિંગ કારની યાદી પ્રકાશિત કરવામાં આવી હતી એમાં પણ Maruti Suzuki Alto કાર પ્રથમ ક્રમ મેળવ્યો હતો, અને બીજા ક્રમે Maruti Suzuki કંપનીની જ લોકપ્રિય કાર હેચબેક Swift ને મળ્યો છે. પરંતુ ગયા વર્ષની તુલનાએ આ વર્ષના જાન્યુઆરી મહિનાના અલ્ટો કારના વેચાણમાં ૧૪% જેટલો ઘટાડો નોંધવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત