કરો ફક્ત એક ફોન અને ઉકેલાઈ જશે આધાર કાર્ડની તમામ સમસ્યાઓ, 12 ભાષામાં મળે છે સુવિધા

જો તમે આધાર કાર્ડ સાથેની કોઈ પણ સમસ્યાથી હેરાન થાઓ છો તો તમે ફક્ત 1 નંબર પર કોલ કરીને તમારી સમસ્યાનો ઉકેલ મેળવી શકો છો. આધાર કાર્ડ ધારકોની પાસે આધારને લઈને અનેક સમસ્યાઓ હોય છે અને તેના કારણે તેઓ ક્યારેક મુશ્કેલીમાં મૂકાય છે. તેના સમાધાન માટે તમે 1947 નંબર ડાયલ કરીને પોતાની મુશ્કેલી દૂર કરી શકો છો. યૂઆઈડીએઆઈએ પણ ટ્વિટ કરીને આ વિશેની જાણકારી આપી છે. આ નંબર 12 ભાષાઓમાં તમારી મદદ કરી શકે છે.

યૂઆઈડીએઆઈએ શું કહ્યું

image source

તેણે કહ્યું છે કે જો આધાર સાથે જોડાયેલી સમસ્યાને એક ફોન પર દૂર કરી શકાય છે. ટ્વિટમાં લખ્યું છે કે આધાર હેલ્પલાઈન 1947 12 ભાષામાં કામ કરે છે. હિંદી, અંગ્રેજી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ, પંજાબી, ગુજરાતી, મરાઠી, ઉડિયા. બંગાળી, અસમિયા અને ઉર્દુ.તમે તમારી પસંદની ભાષામાં ફોન પર વાત કરી શકો છો. ભારતની આઝાદીની સાલનો નંબર હોવાના કારણે તમે આધાર હેલ્પલાઈન નંબરને સરળતાથી યાદ પણ રાખી શકો છો.

image source

આધાર હેલ્પલાઈનની સર્વિસ 1947ને તમે આખું વર્ષ 24 કલાક માટે મેળવી શકો છો. આ સુવિધા માટે કોલ સેન્ટર પ્રતિનિધિ સવારે સાતથી રાતે 11 વાગ્યા સુધી હાજર રહે છે. રવિવારે સવારે 8થી સાંજના 5 સુધી કાયમ રહે છે. આ હેલ્પલાઈન નંબર લોકોને આધારનું નામાંકન કેન્દ્રો, નામાંકન બાદ આધાર નંબરની સ્થિતિ અને અન્ય આધાર સબંધી જાણકારી આપે છે. આ સિવાય જો આધાર કાર્ડ ખોવાઈ જાય તો પોસ્ટથી પણ આ સુવિધાની મદદથી જાણકારી મેળવી શકાય છે.

કોઈ પણ આધાર કેન્દ્ર પર મળી રહે છે આ સુવિધાઓ, નહીં રહે સમસ્યા

image source

નવું આધાર બનાવવા ઉપરાંત, તમે તમારું નામ અપડેટ, સરનામું અપડેટ, મોબાઇલ નંબર અપડેટ, ઇમેઇલ આઈડી અપડેટ, જન્મ તારીખ, લિંગ અપડેટ અને બાયોમેટ્રિક અપડેટ (ફોટો + ફિંગરપ્રિન્ટ + આઇરિસ) કરાવી શકો છો.

ઓનલાઈન મેળવી લો આધારમાં ફેરફાર માટેની અપોઈન્ટમેન્ટ પણ

આધાર સેવા કેન્દ્રમાં તમારા વારાની ઓનલાઇન અપોઇન્ટમેન્ટ લેવા માટે સૌપ્રથમ તમારે UIDAIની વેબસાઇટ પર જવાનું રહેશે.

અહીં હોમ પેજ ખૂલશે તેમાં પહેલું સેક્શન છે My Aadhaar પર mouse cursor રાખો અને નીચે બીજા નંબર પર તમને Book an Appointment ઓપ્શન દેખાશે, તેની પર ક્લિક કરો.

image source

હવે બુકિંગ પેજ ખુલશે. અહીં તમારું શહેર અથવા લોકેશન પસંદ કરો. હવે નવાં પેજમાં તમારી જરૂરિયાત મુજબ સેવા પસંદ કરો.

અહીં, તમારે તમારો મોબાઇલ નંબર અને કેપ્ચા ભરવો પડશે. આ પછી OTP (વન ટાઇમ પાસવર્ડ) જનરેટ થશે. ત્યારબાદ આગળ તમને ઓનલાઇન અપોઇન્ટમેન્ટ ડિટેઇલ મળી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *