જો તમારે પણ થતો હોય ગૂગલ ક્રોમનો વપરાશ, તો આજે આ આર્ટિકલ ચોક્કસ વાંચો નહિ તો મુકાઇ જશો મુશ્કેલીમાં

આજના સમયમાં ગૂગલ ક્રોમનો ઉપયોગ બધા જ પ્લેટફોર્મ પર કરવામાં આવે છે જેમાં વિન્ડોઝ અને એન્ડ્રોઇડ ટોપ પર છે. આ બ્રાઉઝર બધા એન્ડ્રોઇડ ડિવાઇસ પર મળી શકે છે. તો Vivaldi, Opera, Microsoft Edge અને Brave Browser જેવા બ્રાઉઝર પણ ગુગલના ક્રોમિયમ બ્રાઉઝર એન્જીન પર નિર્ભર કરે છે. હવે એમાં એક ગડબડનો ખુલાસો થયો છે જેમાં હેકર્સ દ્વારા ખોટો ઉપયોગ કરી શકાય છે. જો કે ગૂગલ ઘોષણા કરી છે કે કંપનીએ મોટી ગડબડનો ઠીક કરી લીધી છે તો ય એ માટે અમુક કાર્યવાહી કરવાની જરૂર છે.

image source

એનો અર્થ છે કે જે યુઝર્સના ડિવાઇસમાં ગૂગલ ક્રોમિયમ બ્રાઉઝર ઇન્સ્ટોલ છે એમને એને તરત અપડેટ કરવાની જરૂર છે. આ ગડબડના કારણે હેકર્સ ન ફક્ત તમારા ડીવાઇસને કન્ટ્રોલ કરી શકે છે પણ તમારા ડેટાને લીક થવાનો ખતરો પણ છે. એટલે યુઝર્સે ફટાફટ પોતાના ડિવાઇસમાં કરોડો લેટેસ્ટ વર્ઝનને ઇન્સ્ટોલ કરવાની જરૂર છે.

image source

કંપનીએ પોતાના બ્લોગમાં જણાવ્યું છે કે જે નવા બગ વિશે ખબર પડી છે એ પહેલેથી જ ઉપયોગમાં હતું જેનો અર્થ છે કે એમાં ઝીરો ડે વલ્નરબિલિટી છે. ઝીરો ડે એક સુરક્ષા દોષ છે જેનો ઉપયોગ હેકર્સ દ્વારા એ કંપનીની જાણ બહાર કરવામાં આવે છે જેને એપ કે સર્વિસ ડેવલપ કરી છે. એને ડાર્ક વેબ પર લાખો ડોલરના વેચી શકાય છે. ગૂગલ એ પણ પુષ્ટિ કરી છે કે એને CVE 2021-30563માં ગડબડ વિશે ખબર છે.

image source

જે યુઝર્સન બ્રાઉઝરને અપડેટ દ્વારા પેચ નથી કરવામાં આવ્યા એ આ ગડબડના શિકાર થઈ શકે છે અને ક્રોમ બ્રાઉઝરમાં ઓપન સોર્સ ઝાવા સ્ક્રીપટમાં પરેશાની થવાના કારણે હેકર્સ એમના ડેટાને એક્સેસ કરી શકે છે. એવામાં જે પણ યુઝર્સ બ્રાઉઝરના જુના વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છે એમને અપડેટ કરવાની જરૂર છે.

બ્રાઉઝરને અપડેટ કરવા માટે યુઝર્સને સૌથી પહેલા સેટિંગ અને પછી હેલ્પ અને પછી અબાઉટ ગૂગલ ક્રોમમાં જવું પડશે. જો તમે ક્રોમ બ્રાઉઝરના 91.0.4472.164 કે એ પછીના વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છો તો તમે આ ગડબડથી બચી શકો છો.